આ સુપરસ્ટાર પાસે છે 300 કરતાં પણ વધારે લક્ઝરી કારોનું કલેક્શન ! એક્ટરનું નામ જાણી ચકિત રહી જશો

માણસ જીવનમાં જરા પણ સફળ થાય એટલે તેની ઇચ્છાઓ બહાર આવતી જાય છે. સૌ પ્રથમ તો તેણે વર્ષોની જે ઇચ્છા કે પછી શોખ દબાવી રાખ્યા હોય તે ધીમે ધીમે જાગૃત થવા લાગે છે. જેમ કે કોઈ નવો બંગલો ખરીદે તો વળી કોઈ પોતાના જુના બંગલાને રિનોવેટ કરાવે તો વળી કોઈ મોંઘામાંની બાઈક લે તો વળી કોઈ લે તેમની સપનાની કાર.

આપણા ફિલ્મિ સિતારાઓ પણ આપણા જેવા જ હોય છે તેમના પણ કેટલાએ સપનાઓ હોય છે જેઓ તે પોતાની આકરી મહેનત અને સુજથી પૂરા કરે છે. સૌ પ્રથમ તો તેઓ જીવનમાં સફળ થવા માટે અથાગ પરિશ્રમ કરે છે અને ત્યાર બાદ પોતાના સ્વપ્નો પુરા કરે છે.

આપણો આજનો સુપરસ્ટાર પણ કંઈક એવો જ છે તેમનો એક માત્ર શોખ છે સારી સારી કારોનું કલેક્શન ઉભું કરવાનો. આ સુપરસ્ટારના ઘરના ગેરેજમાં કુલ 369 લક્ઝરી કાર પડી છે. તેમની પાસે બિએમડબલ્યુથી માંડીને મર્સિડિસ ઓડી વિગેરે કંપનીની લક્ઝરીયર કાર્સ છે.

આ સુપરસ્ટાર બોલીવૂડનો નહીં પણ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો છે. તેનું નામ છે મામૂટી. મામૂટી મલયાલમ અને તમિલ ફિલ્મોમાં કંઈ કેટલીએ સુપર હિટ ફિલ્મો આપી ચૂક્યા છે. મામુટીને નવી-નવી લક્ઝરિયસ કારો વસાવવાનો ખુબ શોક છે. તેની પાસે કોઈ મ્યુઝિયમની જેમ 369 કારો છે.

વાસ્તવમાં તેમને કાર ખરીદીને પોતાના સ્ટેટસની શો બાજી કરવાનો શોખ નથી પણ જેમ લોકોને સિક્કા કલેક્ટ કરવાનો શોખ હોય તેમ તેમને અનોખી ગાડીઓ કલેક્ટ કરવાનો શોખ છે.

તેમની પાસે સસ્તામાં સસ્તીથી માંડી ને મોંઘી ગાડીઓનો ખજાનો છે. તેમણે થોડા સમય પહેલાં દેશની પ્રથમ મારુતિ 800 ખરીદવાની પણ ઇચ્છા વ્યક્ત કરી હતી. તેઓ મોટે ભાગે પોતાની ગાડી પોતે જ ચલાવે છે અને આ સેંકડો ગાડીઓ માટે તેમણે એક અલાયદી જગ્યા પણ ફાળવી છે.

તેમની પાસે છે ટોયોટાની લેંડ ક્રુઝર, ફરારી, મર્સીડીઝના કેટલાક મોડેલ, એલસી 200, પોર્શે, ટોયોટા, ઓડીના કેટલાક મોડેલ, ટોયોટા ફોર્ચ્યુનર, એફ 10 બીએમડબલ્યુ 530ડી, મિનિ કૂપર, મિત્સુબિસિ પજેરો સ્પોર્ટ, ફોક્સ વેગન, ઉપરાંત કેટલીએ એસયુવી છે. તેમની પાસે એક સુંદર મજાની કેરાવાન પણ છે જેને તેમણે કસ્ટમ ડિઝાઈન કરાવી છે.

એવું પણ સાંભળવામાં આવ્યું છે કે સાઉથના સ્ટાર્સમા સૌ પ્રથમ ઓડી ખરીદનાર મામૂટી જ હતા. તેમની પ્રથમ કાર મારુતિ 800 હતી અને માટે જ તેમને તેના માટે એક અલગ જ લાગણી છે. તેમની પાસે આજે પણ તેના ત્રણ મોડેલ તેમના ગેરેજમાં પડ્યા છે.

તમને જણાવી દઈએ કે સાઉથનો આ સુપરસ્ટાર માત્ર ગાડીઓ જ કલેક્ટ નથી કરતો પણ તે એક ઉત્તમ એક્ટર પણ છે જેને ફિલ્મ ન્યૂ દિલ્લી માટે બેસ્ટ એક્ટરનો નેશનલ અવોર્ડ પણ મળી ચુક્યો છે. આ પરાંત તેમને કેરાલા સ્ટેટ ફિલ્મ અવાર્ડ તરફથી અત્યાર સુધીમાં સાત અવોર્ડ મળી ચુક્યા છે. અને આ સિવાય સાઉથ ફિલ્મ ફેયરના કુલ 13 અવોર્ડ મળી ચુક્યા છે.

તેને કેરાલાની યુનિવર્સિટી તેમજ યુનિવર્સિટિ ઓફ કાલીકટ તરફથી ઓનરરી ડોક્ટરેટ ડીગ્રી પણ આપવામાં આવી છે. અને 1998માં ભારતીય સરકાર તરફથી તેમના કળા પ્રત્યેના કન્ટ્રીબ્યુશન માટે પદ્મશ્રી પણ આપવામાં આવ્યો છે.

તેઓ મલિયાલમ કોમ્યુનિકેશન કંપનીના ચેરમેન છે, આ ચેનલ મલયાલમ ટેલિવિઝન ચેનલ કેરાલી ટીવી, પિપલ ટીવી અને વી ટીવી ચલાવે છે.

મામુટી મનોરંજન ક્ષેત્ર ઉપરાંત કેટલાક સમાજસેવાના કાર્યો સાથે પણ જોડાયેલા છે. તેઓ અક્ષય યોજના, તેમજ ઇ-લિટ્રસી યોજના માં ગુડવિલ એમ્બેસેડર પણ છે. તેમણે પેઈન એન્ડ પેલ્લીઓટીવ કેર સોસાઇટીમાં પણ મોટોફાળો આપ્યો છે આ એક ચેરિટેબલ સંસ્થા છે જેને એડવાન્સ સ્ટેજના કેન્સરના દર્દીઓના જીવનને સુધારવા માટેના લક્ષ સાથે રચવામાં આવી છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ