ડાર્ક સર્કલઃ એ કોઈ રોગ નથી છતાંય તેનો ઉપચાર કરવો જરૂરી છે…

કહેવાય છે કે મોંએથી ન બોલાયેલા શબ્દો આંખોથી કહી દેવાય છે. આંખના ઈશારે કેટલાય સંવાદો વગર બોલે થઈ જાય છે અને આંખની શરમ જેમને નડે છે એ ક્યારેય કોઈને છેતરી શકતો નથી. એવું અનેક કથન આંખો વિશે પ્રચલિત છે. પ્રેમીઓ તેમની પ્રેયસીની આંખો પર મરી પડવાની વાત કરતા હોય છે. અને કોઈ પ્રોફેશનલ મીટિંગ્સમાં પણ આંખોની ભાષાથી ભલભલા નિર્ણયો લઈ લેવાતા હોય છે.


કોઈ લગ્ન પ્રસંગોમાં તમે ગમેતેટલો મોંઘો ડ્રેસ પહેર્યો હોય પણ આંખોની નીચે કાળાં કુંડાળાં હોય તો તમારી પર્સનાલીટી પર અસર કરે છે. શાળા શિક્ષક હોય કે કોઈ ઉચ્ચ અધિકારી હોય જો તેમની આંખો નિસ્તેજ અને કાળાં કુંડાળાવાળી હશે તો તેમના વ્યક્તિત્વ પર અને તેમની સામેની વ્યક્તિ પર પણ નબળી છાપ પડી શકે છે. ડાર્ક સર્કલ એ કોઈ બીમારી નથી કે તેના કોઈ ચોક્કસ લક્ષણો હોય અને તેની માટે કોઈ નિશ્ચિત દવાઓ મળતી હોય. તેમ છતાં તે થવાના અનેક કારણો જાણવા મળ્યાં છે જેને લીધે ડાર્ક સર્કલ થઈ શકે છે. આવો એ કારણો જાણીએ અને તેના વિશે વધુ વિસ્તારથી સમજણ મેળવીએ.

ડાર્ક સર્કલ થવાના કારણોઃ

ડાર્ક સર્કલ હોવાના ઘણાં કારણોની અટકળો છે. તેમાં તણાવયુક્ત જીવનશૈલી સૌથી અગત્યનું કારણ છે. સ્ટ્રેસ એ આજકાલ એવી તકલીફ છે જેની કોઈ જ દવા નથી. લોકો પોતાના કામના પ્રેશરમાં ખૂબ જ ખેંચાણ અનુભવે છે જેની સૌથી વધુ અસર આંખોનું તેજ અને ચહેરાની ચમક પર પડે છે. તણાવને લઈને લોકો ખૂબ મુશ્કેલીઓ અનુભવે છે. ચિંતાઓને લીધે લોહીનું બ્રમણ અનિયમિત થાય છે જેને કારણે પણ આંખોની નીચે ડાર્ક સર્કલ આવી જાય છે.


આ સિવાય બીજા કારણો પણ છે જેમાં શરીરમાં કેલ્શિયમ, પ્રોટિન અને જરૂરી મિનરલ્સનો અભાવ હોવો. હાઈ બ્લડ પ્રેશર હોવું, વારંવાર ગુસ્સો આવવો, ચિડિયો સ્વભાવ અને ખોરાકમાં અનિયમિતતા. ઓછી ઊંઘ લેવાને લીધે આંખોની નીચે ડાર્ક સર્કલ થવાની સૌથી વધુ શક્યતા છે અને સાથોસાથ સતત કોમ્પ્યુટરની સામે કલાકો સુધી કરાતું કામ.


અનિયમિત જીવનશૈલી જેમાં સવારે જાગવાનો રાતે સૂવાનો અને સમયસર ભોજન કરવાનું નક્કી ન હોય ત્યારે સૌથી પહેલી અસર તે વ્યક્તિના ચહેરા પર પડે છે. ચહેરો ફિક્કો થઈને આંખ નીચે કાળાં કુંડાળા પડવા લાગે છે.

કેટલાક સરળ ઉપાયો જોઈએ જેનાથી તમે ચહેરાનું તેજ અને આંખોનું નૂર વહેલી તકે પાછું મેળવી શકો.

ડાર્ક સર્કલ દૂર કરવા ટમેટાં સૌથી કારગર છે.


– તેનામાં રહેલા કુદરતી તત્વોની મદદથી આંખની નીચે થયેલા કાળા ડાઘાને દૂર કરવામાં ઉપયોગી છે.

– તેનો ઉપયોગ કરવાથી ફકત ચહેરાની જ નહીં આખા શરીરની ત્વચા સાફ અને ચમકદાર થાય છે અને શરીર તાજગી અનુભવે છે.

– ટમેટાના રસમાં લીંબુના થોડા ટીપાં ઉમેરીને તેનું મિશ્રણ તૈયાર કરવું. તેને ચહેરા પર ખાસ કરીને ડાર્ક સર્કલ પાસે તાજું જ બનાવીને લગાવી દઈ કોરું ન થયા ત્યાં સુધી રાખવું. ઠંડા પાણીએ સાબુ લગાવ્યા વગર જ ધોઈ લેવું. આ પ્રયોગ અઠવાડિયામાં બેથી ત્રાણ વખત કરી શકો છો.

ડાર્ક સર્કલ દૂર કરવા બટેટાનો પ્રયોગઃ


– બટેટામાં ભરપૂર માત્રામાં સ્ટાર્ચ રહેલો છે. જેને લીધે ચામડી પર પડેલી કરચલી અને ડાઘા સરળતાથી દૂર કરી શકાય.

– બટેટાનો પ્રયોગ કરવા કાચા બટાકાની ગોળ સ્લાઈઝ કાપીને આંખ પાસે ડાર્ક સર્કલ પર થોડીવાર રાખી દઈને સૂઈ રહેવાથી ફાયદો જણાશે.

– કાચા બટાકાનો રસ કાઢીને તેમાં લીંબુનો રસ થોડા પ્રમાણમાં ઉમેરીને તેની પેસ્ટ બનાવવી. જેને ડાર્ક સર્કલ નીચે લગાવી આંગળીના ટેરવાંથી મસાજ કરવો અને થોડીવાર સૂકાય ત્યાં સુધી રહેવા દેવું.

– ચહેરા પરની ડેડ સ્કીન, કરચલી અને ડાર્ક સર્કલ માટે આ ખૂબ ઉપયોગી ટીપ્સ છે.

ટી બેગ્સઃ


– ગ્રીન ટી પીવાથી ફ્રેશનેશ લાગે છે જ છે એ ગ્રીન ટીની એ ટી બેગ્સને વાપરીને ફેંકી દેવાને બદલે તેને ધોઈને ફ્રિઝમાં ફરીથી ઠંડી થવા મૂકી દો. આ ઠંડી થયેલ ટી બેગ્સને આંખોના પોપચાં પર રાખીને થોડીવાર સૂઈ રહેવાથી માનસિક શાંતિ અનુભવાય છે અને તળાવ ઓછો થાય છે. રિલેક્ષ્સ ફિલ થાય છે.

– આ નુસ્કો દરરોજ દસ મિનિટ કરશો તો ડાર્ક સર્કલમાં જરૂર ફેર પડશે અને ચહેરાનું તેજ પણ પાછું આવતું જણાશે.

કાચા દૂધનો લેપઃ


– કાચા દૂધની મદદથી અંખો નીચેના કાળા ડાઘા દૂર થાય છે. કાચા દૂધને ફ્રિઝમાં ઠંડુ થવા મૂકવું.

– ઠંડા થયેલા કાચા દૂધને થોડું વાટકીમાં લઈને રૂ વડે આંખોના પોપચાંથી શરૂ કરી ગાલના ઉપસેલા ભાગ સુધી હળવે હાથે લગાવવું.

– સૂકાઈ જાય પછી આંગળીના ટેરવેથી સાફ કરીને ઠંડા પાણીથી ધોઈ લેવું.

– આ પ્રયોગ દિવસમાં બે વખત નિયમિત એકાદ અઠવાડિયા સુધી કરવાથી ઝડપથી પરિણામ મળે છે.

સંતરાની સૂકાયેલી છાલનો ફેસપેકઃ


– તાજાં અને રસદાર સંતરાંની છાલ કાઢીને તે છાલને તડકામાં એકાદ દિવસ સૂકાવીને તેને મિકસરમાં પીસી લ્યો.

– સંતરાની છાલનો પાવડર એક ચમચી વાટકીમાં લ્યો તેમાં પેસ્ટ બને એટલું ગુલાબ જળ ઉમેરો.

– ચહેરા પર ખાસ કરીને આંખની નીચે તેનું જાડું લેયર લગાવવું.

– સૂકાયા બાદ ઠંડા પાણીએ સાફ કરવું અને હળવા હાથે રૂમાલ કે નેપકીનથી ચહેરો કોરો કરી લેવો.

ચહેરાની ચમક અને આંખોની સુંદરતા વધારીને તમારી પર્સનાલીટીમાં એક નવો જ બદલાવ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ