કોરોનાને કારણે અહિંની હાલત થઇ બહુ ખરાબ, બધાનો ધંધો 80 ટકા ભાંગી પડ્યો, જાણો વિગતે બધું જ

કોરોના આવ્યો ત્યારથી જ બધું એકદમ બદલાઈ રહ્યું છે. રાજા રંકમાં અને રંક રાજામાં ફેરવાઈ ગયા છે. તહેવારો પણ જાણે કે કંઈક નવી દુનિયામાં ઉજવાતા હોય એવું લાગી રહ્યું છે. ત્યારે ઘણા લોકોના બિઝનેસની પણ પથારી ફરી ગઈ છે. ત્યારે હવે એક રિપોર્ટ આવ્યો એ જાણીને તમારા આંખમાં આંસુ આવી જશે, આ વાત છે દાર્જિલિંગની. અહીં ટેકરીઓ પરથી કંચનજંગાના સફેદ બરફને જોવા માટે લોકો દેશના ખૂણે-ખૂણેથી આવે છે. પરંતુ હવે કોરોના આવ્યો અને બધું અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ટુરિઝમને કોરોનાએ લગભગ ખત્મ કરી દીધું છે.

image soucre

દાર્જિલિંગની સુંદર ઘાટીઓ, પહાડો-ઝરણા, ઘાસના મેદાન, પહાડોના ઢાળ અને દૂર સુધી દેખાતા ચાના બગીચાઓ પર્યટકોને પોતાની તરફ ખેંચે છે. પરંતુ હવેની પરિસ્થિતિની વાત કરીએ તો ટી, ટીમ્બર અને ટુરીઝમ માટે જાણીતા દાર્જિલિંગમાં ચાના નવા બગીચાઓ લાગી રહ્યાં નથી. ટિંબર ઉદ્યોગ પણ મૃત્યુ પામ્યો છે. હાલમાં કોરોના બાદ દાર્જિલિંગમાં સ્થિતિ ખૂબ મુશ્કેલ થઈ ગઈ છે. વાત તો એવી કરવામાં આવી રહી છે કે જંગલોમાં ટુરીસ્ટોને ફરવા લઈ જતા લોકો ગેરકાયદેસર શિકાર તરફ પણ વળી શકે છે.

image soucre

આ વિશે વિગતે વાત કરતાં ગોરખાલેન્ડ ટેરિટોરિયલ એડમિનિસ્ટ્રેશનના આસિસ્ટન્ટ ડાયરેક્ટર સૂરજ શર્મા કહે છે કે પહેલાની સરખામણીએ હવે 15-20 ટકા પર્યટકો જ આવી રહ્યાં છે. હમણા દશેરાની રજાઓ દરમિયાન ચાર દિવસ કેટલાક ટુરિસ્ટો આવ્યા હતાં. કેટલાક મહિનાઓ સુધી તો બધુ બંધ જ રહ્યું. હાલ હોટલો ખુલ્લી છે પરંતુ 15-20 ટકાથી વધુ બુકિંગ નથી થઈ રહ્યું. જે હોટલોમાં 40 રૂમ છે, ત્યાં 10 પણ બુક થઈ રહ્યાં નથી. તો વળી હિમાલયન હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ ડેવલોપમેન્ટ નેટવર્કેના જનરલ સેક્રેટરી સમ્રાટ સાન્યાલ કહે છે કે પર્યટકો ન આવવાનું એક મોટું કારણ કનેક્ટિવિટીની વેરવિખર થવું તે પણ છે.

image soucre

આગળ સ્થિતિ વિશે વાત કરતાં સાન્યાલ કહે છે કે ટ્રેન અને ફ્લાઈટ સંપૂર્ણ રીતે ઓપરેશનલ નથી. જે પર્યટકો હાલ પણ આવી રહ્યાં છે, તે પશ્ચિમ બંગાળના છે. 2019ની સરખામણીએ જો આ વર્ષની વાત કરીએ તો બિઝનેસ 80-90 ટકા સુધી ડાઉન છે. એસોસિએશન ફોર કન્ઝર્વેશન એન્ડ ટુરિઝમના કન્વેનર અને પશ્ચિમ બંગાળ અને સિક્કિમના પર્યટન સલાહકાર રાજ બાસૂ પણ પોતાની વ્યથા વિશે વાત કરતાં કહે છે કે ગત વર્ષની સરખામણીએ પર્યટન 80 ટકા સુધી ઓછું છે.

image soucre

આગળ વાત કરતાં બાસૂ જણાવે છે કે ઉતર બંગાળ અને સિક્કમમાં લગભગ 10 લાખ લોકો પર્યટન ઉદ્યોગ સાથે જોડાયેલા છે. પર્યટનની સિઝન દરમિયાન થનારા ટર્નઓવરના એક ટકા પણ અમે પ્રાપ્ત કરી શકયા નથી. અમે નથી જાણતા કે હવે અમે સર્વાઈવ કરી શકીશું કે નહિ. આ જ રીતે પોતાની તકલીફો વિશે સમ્રાટ સાન્યાલ કહે છે અત્યાર સુધી 25-30 ટકા જ સેલેરી અપાઈ રહી છે. જો સ્થિત સારી ન થઈ તો 50 ટકા લોકોને સંપૂર્ણ રીતે નોકરીમાંથી કાઢવામાં આવી શકે છે. નાના કામ ઘંઘા વાળા સૌથી વધુ હેરાન બાસૂ કહે છે લોકો પોતાનો ટેક્સ ભરી શકતાં નથી. વીજળીનું બીલ ભરી શકતા નથી. આ સિવાય રોજિંદા ખર્ચને પણ મેનેજ કરી શકતા નથી. જે સ્થાનિક લોકો ગાડી ચલાવતા હતા અથવા નાની-નાની હોટલો ચલાવતા હતા, તેઓ સૌથી વધુ હેરાન છે. જો કે મોટી હોટલોવાળાઓ કોઈ પણ રીતે પોતાનું કામ ચલાવી રહ્યાં છે.

image soucre

સૂરજ શર્મા કહે છે કે પર્યટકો હાલ શહેર છોડીને ગામ તરફ જઈ રહ્યાં છે. વિલેજ ટુરીઝમ વધી રહ્યું છે. લોકો હોમ સ્ટેમાં રહેવાનું પસંદ કરી રહ્યાં છે. ટુરિસ્ટો એવી જગ્યાએ જવા માંગે છે, જ્યાં ભીડ ન હોય. ગામોમાં પર્યટકો છે, જોકે શહેરોમાં મોટી હોટલોમાંથી ટુરિસ્ટો ગાયબ છે. દાર્જિલિંગમાં જ સીધી રીતે જોઈએ તો 8થી 10 હજાર કર્મચારીઓ પ્રભાવિત થયા છે. ઘણા લોકોની નોકરી જતી રહી છે. જે લોકો નોકરી પર છે, તેમને પણ ટકા જ સેલેરી મળી રહી છે. જેમને પહેલા 10 હજાર મળતા હતા. તેમને 3 હજાર રૂપિયા જ મળી રહ્યાં છે.

image soucre

સૂરજ શર્મા આગળ વાત કરતાં કહે છે કે પર્યટન સાથે જોડાયેલા લોકોને આશા છે કે જો વેક્સીન ઝડપથી આવી તો કારોબાર પાટા પર પરત ફરી શકે છે. સમ્રાટ સન્યાલ પણ કહે છે કે જ્યાં સુધી લોકોનો ડર નહિ નીકળે, ત્યાં સુધી લોકો બહાર નીકળશે નહિ. તેઓ કહે છે કે જ્યાં પ્રોટોકોલને ફોલો કરવામાં આવી રહ્યાં છે, ત્યાં કેસ ઓછા છે. વેક્સીન આવશે તો લોકોનો ડર ખત્મ થઈ જશે. રાજ બાસૂએ સરકાર વિશે પણ વાત કરી કે અત્યાર સુધીમાં રાજ્ય કે કેન્દ્ર સરકારે પર્યટન ઉદ્યોગને રાહત આપવા માટે કઈ પણ કર્યું નથી. તેઓ કહે છે કે અમને ખ્યાલ નથી કે આગળ શું થશે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં અમને કોઈ પણ ભરોસો આપ્યો નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ