જલ્સા કરોને જેંતીલાલ

દરેક મહિલા ખાસ ધ્યાન આપે, તમારે આ દસ વાતો તમારા મધર ઇન લોને કહેવી જોઈએ..

જો તમે ટુંક જ સમયમાં લગ્નના પવિત્ર બંધનમાં બંધાવાના હોવ, તો એટલું સમજી લો કે તમે માત્ર તમારા પ્રિય પાત્ર સાથે જ લગ્ન નથી કરી રહ્યા – તમે તેના કુટુંબ સાથે પણ લગ્ન કરી રહ્યા છો. તમારે તમારા ભાવી સાસુમા સાથે કેવું ચાલશે તેની પરવા કર્યા વગર તમે મંડપમાં બોસો અને કિશોરાવસ્થાના તમારા લગ્નના સુંદર શમણામાં ખોવાઓ તે પહેલાં તમારે તમારા જીવનના પ્રેમનો જેમણે ઉછેર કર્યો છે તે સ્ત્રી સાથે બેસી હૃદયથી-હૃદયની આ દસ વાતચીત તો કરી જ લેવી જોઈએ.

તમે તમારા જીવનના એક નવાનક્કોર પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છો. તેના કુટુંબમાં જોડાવા જઈ રહ્યા છો, તેના કુટુંબને પોતાનું બનાવવા જઈ રહ્યા છો અને શક્યતઃ કેટલાક એવા ભાગ તમારે ભજવવા પડશે જે તેની માતા અત્યાર સુધી ભજવતી આવી હતી. માટે એ મહત્ત્વનું છે કે તમે આ સમયનો ઉપયોગ તમારા નવા સંબંધના પાયાને મજબુત બનાવવા કરો.

તમારી પાસે ઘણીબધી અપેક્ષાઓ રાખવામાં આવશે. શું તમે તે અપેક્ષાઓ પ્રત્યે આતુર છો ? તો વાંચો આ દસ વાતચીતો જે તમારે લગ્ન કરતાં પહેલાં તમારા સાસુમા સાથે કરી લેવી જોઈએ.

1. હું તમારા દીકરાને ચાહુ છું

એટલું તો પાક્કું જ છે કે તમે લગ્ન સંસ્થામાં જોડાવા જઈ રહ્યા છો કારણ કે તમે પ્રેમમાં છો. તેમ છતાં, તે અતિ આવશ્યક છે કે તમારા સાસુ પોતાની ખાતરી માટે તમારા મોઢે તે સાંભળી લે. દરેક માતા પોતાના દીકરાનું સુખ જ ઇચ્છતી હોય છે અને માટે જ તેણીને હંમેશા એ ભય રહેલો હોય છે કે બીજી સ્ત્રી પણ તેને તેટલો જ પ્રેમ આપી શકશે ખરો.

2. હું અહીં તમારી જગ્યા લેવા નથી આવી

તેણી ચોક્કસ પોતાના પુત્ર માટે સાચા પ્રેમના સુખની જંખના કરતી હોય, તેમ છતાં તે પણ સ્વાભાવિક છે કે તેણી પોકાના દીકરાના જીવનમાં તેના ઉપરાંત બીજું કોઈ જગ્યા લે અને તેના જીવનમાંથી તેણીને જુદાં થવાનો ભય અને વ્યગ્રતા અનુભવે. ત્યારે તેણીને યાદ અપાવો કે તમે તેના પુત્રના જીવનમાં એક નવી સ્ત્રી છો, તેનો અર્થ એ જરા પણ નથી થતો તેણીનો પ્રેમ બાજુ પર કરી દેવાયો છે કે તેણીને પાછળ કરી દેવામાં આવી છે. તમારી સાસુમા હંમેશા તમારા પતિના જીવનમાં પ્રથમ સ્ત્રી જ રહેશે, અને તમારો પતિ હંમેશા તેણીને ચાહશે.

3. હું તમારું સમ્માન કરું છું

તમે જેને પ્રેમ કર્યો છે, જેને તમારા હૃદયમાં જગ્યા આપી છે તે પુરુષને તેણીએ મોટો કર્યો છે. તેણીને જણાવો કે તમે તેમનું સમ્માન કરો છો કે તેણીએ આટલા સજ્જન દીકરાનો ઉછેર કર્યો છે. તમારા હૃદયમાં તે સ્ત્રી માટે એક ખાસ જગ્યા રહેશે જેણે પોતાના જીવનની આટલી સુંદર કૃતિ તમને ભેટસ્વરૂપ આપી.

4. મને તમારું માર્ગદર્શન ગમશે

હા, તમારી પાસે તમારી પોતાની સમજશક્તિ છે અને તમને પણ તમારી અંગત સ્પેસ જોઈશે પણ તેનો અર્થ એવો નથી કે તમે તેણીને તમારા જીવનમાં નથી ઇચ્છતા. તેણીને જણાવો કે તેવા કેટલાએ પ્રસંગો ઉભા થશે જ્યાં તમે મુંજાશો તમને કંઈ સમજમાં નહીં આવે અને તેવા સમયે તમને તેણીના અનુભવની તેમજ માર્ગદર્શનની જરૂર પડશે.

5. બની શકે કે આપણે દરેક વાતમાં સહમત ન હોઈએ

કોઈ પણ સંબંધમાં મતભેદો ના હોય તેવું અસંભવ છે. તમે ગમે તેટલા સમાન કેમ ન હોવ પણ એવો સમય આવે જ છે જ્યારે તમે કોઈ એક વાત પર સમાન મત ધરાવતા ન હોવ. તમે તેણીને જણાવો કે જ્યારે તેવું થાય, ત્યારે તમને પણ વિસંવાદિતા લાગે અને તમે તેને બને તેટલું જલદી જ ઉકેલ લાવવાનો પ્રયાસ કરશો.

6. હું જાણું છું કે હું સંપૂર્ણ નથી

એ ખુબ જ મહત્ત્વનું છે કે તમે તમારા સાસુમાને માણસની આ નબળાઈ સ્વિકારવા કહો. તમે કોઈ સંપૂર્ણ શેફ ન હેઈ શકો અથવા તો તમે શાકભાજી ખરીદવામાં નિપૂણ ન હોઈ શકો તે તો તમે અનુભવે જ શીખશો, પણ તમારી આ જ અપૂર્ણતાએ તમે આજે જેવા છો તેવા બનાવ્યા છે. તેણીના પુત્રએ તમારી ઉત્તમતા અને તમારી ખામીઓની સાથે તમને સ્વિકાર્યા છે અને તમે પણ તેમ જ કર્યું છે.

7. મારામાં વિશ્વાસ રાખો

હા, તમે એક અજાણી વ્યક્તિ છો જે અચાનક જ તેમના જીવનમાં ઉતરી આવ્યા છો, અને તે સ્વિકારવું અઘરું છે પણ તેણીને કહો કે તે તમારામાં વિશ્વાસ કરે કારણ કે છેવટે તો બન્નેનો ઉદ્દેશ તો એક જ હશે. પ્રામાણિક બનો અને તમારા ભય તેમજ ચિંતાઓ તેણી સાથે શેયર કરો, તેણીને જણાવો કે તમારા માટે પણ તે મુશ્કેલ છે અને માટે જ તેણીએ એક અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવો પડશે, તમારે પણ આખા કુટુંબનો તમારા પોતાના જ પરિવારની જેમ સ્વિકાર કરવાનો છે.

8. આપણા ઉછેરની રીતો બની શકે કે અલગ હોય

એક એવો સમય આવશે જ્યારે તમારા પોતાના બાળકો થશે, અને તમારે તે દિવસ માટે પણ તેણીને તૈયાર કરવાની રહેશે. ખુબ જ મૃદુતાથી તેણીને જમાવો કે તમે સમજો છો કે તેણીએ પણ પોતાના બાળકો મોટા કર્યા છે, તેણી તેમાં ઉત્તમ નિવડી છે, પણ તે જરૂરી નથી કે તમે પણ તે જ રસ્તો અપનાવો. તેમની સલાહનું હંમેશા સ્વાગત છે પણ તેણીને વિનંતી કરો કે તમને અને તેણીના પુત્રને તેમની જાતે જ શીખવા તેમજ વિકસવા દેવામાં આવે. પછી તમે તેમાં અથડાવો કે કૂટાવો તમારી રીતે ઉભા થાઓ.

9. મારા માતાપિતા પણ હંમેશા આપણી માટે મહત્ત્વના રહેશે

હવે પહેલાંની જેમ તમે તમારા માતાપિતાને ભલે રોજ ના મળી શકતા હોવ, પણ તેનો અર્થ એ નથી થતો કે તેમનું તમારા જીવનમાં મહત્ત્વ ઘટી ગયું છે. તમારે અને તમારા પતિએ હંમેશા તેમને તેણી જેટલા જ પ્રેમ અને આધાર આપતા રેહવાના છે.

10. છેવટે, તો હું તમારા પરિવારની જ છું

અને છેવટે, તેણીની દીકરી તો હંમેશા તેણીની પહેલી દીકરી જ રેહવાની, તેથી તેણીને જણાવો કે તમે પણ તેણી પાસે તેવી જ સંભાળ ઇચ્છો છો. તમે તેણી સુધી પહોંચી ચુક્યા છો હવે તેણીનો વારો છે કે તેણી તમારી સુધી પહોંચે.

એ જરા પણ જરૂરી નથી કે ટીવી સીરીયલની જેમ તમારા સાસુમા પણ કોઈ વિલન હોય. વાતચીત જ એક ચાવી છે. જો તેણીને પોતાના દીકરા પ્રત્યેની તમારી ગંભીરતા અને પ્રેમનો ખ્યાલ હશે તો તેણી તમને ચોક્કસ બદલો આપશે, તમારે માત્ર પહેલ કરવાની જરૂર છે !

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી સમજવા જેવી માહિતી અને પોસ્ટ માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version