દરેક ગૃહિણીને કુકિંગમાં ઉપયોગી થશે આ સરળ ટીપ્સ, અજમાવો અને આ લિંક સેવ કરીને જરૂર રાખજો…

આજે અહીં થોડી વધુ ચોક્કસ થી કામ આવે એવી ટિપ્સ લઇ ને આવી છું. હું મારા રોજીંદા કામ માં આ બધી ટિપ્સ નો ઉપયોગ કરું છું .. આશા કરું છું કે તમને પણ ઉપયોગી થશે.

1. કોલ્ડ કોફી બનાવતી વખતે જો આપણે એમાં બરફ ઉમેરીએ તો કોફી માં પાણી નો ભાગ ભળવાથી સ્વાદ થોડો અલગ થઈ જાય અને એવું ના બને એના માટે પેહલે થી જ એક બરફ ની ટ્રે માં થોડી કોફી બનાવી ને ફીઝર માં મૂકી દો. એટલે જ્યારે કોલ્ડ કોફી બનાવવી હોય ત્યારે એ જ કોફી ના કટકા વાપરો અને જોવો તમારી કોફી નો ટેસ્ટ કેટલો સરસ થઇ જાય છે.

2.કોલ્ડ કોફી માં હંમેશા એકદમ ઠંડુ જ દૂધ વાપરો અને 1 ચમચો તાજી મલાઈ અને 1 ચમચી કોકો પાવડર પણ ઉમેરો બહાર જેવી જ ફીણ વાળી સ્વાદિષ્ટ કોફી બનશે.

3.ચોળી ,ગુવાર, ફણસી, અને ટીંડોળા જેવા શાક ધોઈ ને કોરા કરી સમારી લો. પછી એર ટાઈટ ડબ્બા માં ભરી ને મૂકી દો. આ સમારેલું શાક 4-5 દિવસ સુધી સારું રહે છે. બાળકો ના ટિફિન માટે કે કોઈ ગેસ્ટ આવવાના હોય તો અગાઉ થી તૈયારી કરી લેવાથી કામ સરળ થઈ જાય છે.

4.ભીંડા નું શાક સવારે સમારવા માં બહુ ટાઈમ જાય છે. તમે જો આગળ ના દિવસે જ ધોઈ ને કપડાં થી સાફ કરી લો. ત્યારબાદ સમારી ને એક કોટન ના કપડાં માં વીટીં ને ફ્રીઝ માં મૂકી દો.. એવું કરવાથી ભીંડા માં પાણી પણ નહીં થાય અને તાજા અને કોરા જ રહેશે .

5.ભીંડા ના શાક માં લીંબુ અથવા એક ચમચો દહીં ઉમેરવાથી શાક ચીકણું નહીં બને , વધુ ક્રિસ્પી બનશે અને શાક નો કલર ગ્રીન જ રહેશે.જ્યારે વઘાર કરો ત્યારે 2-3 મિનીટ તેજ આંચ પર મિક્સ કરો અને મીઠું ઉમેરી દો. એવું કરવાથી પણ ભીંડા વધુ ક્રિસ્પી બનશે.

6. કોઈ પણ તીખી ગ્રેવી વાળા શાક માં કસૂરી મેથી ક્રશ કરીને ઉમેરવાથી કલર ખૂબ જ સરસ આવે છે સાથે સાથે એ સ્વાદ માં પણ વધુ ટેસ્ટી બની જાય છે.

7. કોઈ પણ ગ્રેવી વધી હોય તો એને બરફ ની ટ્રે માં ભરી ને ફ્રીઝર માં મૂકી દો. અને જામી જાય એટલે ટ્રે માંથી નીકળી ને એક ઝીપલોક માં ભરી ને મૂકી દો. જ્યારે જરૂર પડે ત્યારે નીકાળી ને વાપરો.

8. ગ્રેવી ની માત્રા વધુ કરવા હંમેશા પાણી ગરમ કરી ને જ ઉમેરવું જેથી ગ્રેવી નો ટેસ્ટ જળવાય રહે.

9. ચીઝ અને બટર જ્યારે ઠંડા હોય ત્યારે જ છીણી લો. તો વધુ સારી રીતે છીણી શકાય છે.

10. રસાવાળા શાક માં કે દાળ માં મીઠું વધુ પડી ગયું હોય તો બટેટા માં મોટા કટકા કરી ને ઉમેરી દો. 5 -10 મિનિટ પકાવો. વધારા નું મીઠું બટેટા માં આવી જશે .પછી બટેટા નીકાળી લો.
શાક કે દાળ નો ટેસ્ટ બરાબર થઈ જશે. ઘણા લોકો રોટલી નું ગુલ્લુ પણ ઉમેરે છે પછી એને બહાર નીકાળી લેતા વધારા નું મીઠું શોષય ને નીકળી જાય છે.

11. શીંગદાણા સ્ટોર કરતા પહેલા એક કડાઈ માં 3-4 મિનીટ માટે ગરમ થાય ત્યાં સુધી શેકી લો અને ઠંડા થાય બાદ એને સ્ટોર કરી લો. એ ક્યારેય નહીં બગડે.

12.શાક ને હંમેશા વઘારી ને ઢાંકી દેવું ( ભીંડા સિવાય). ઢાંકણ પર થોડું પાણી મૂકવું અને પછી થવા દો. જેથી એના પોષકતત્વો જળવાય રહે છે.

13. કટલેટ અને ટીક્કી ને તળતાં પહેલા થોડીવાર ફ્રીઝ માં મૂકી દો જેનાથી એ વધુ ક્રિસ્પી બનશે અને તેલ પણ ઓછું જોઈશે.

14. દાળ કે કઢી માં બનાવતી વખતે ચમચો મૂકી રાખો એટલે એ વાસણ ની બહાર ઉભરાશે નહીં.

15 .લીંબુ માં થી વધુ રસ નીકળવા પહેલા હથેળી થી જમીન પર રોલ કરો અને પછી કાપી લો.. રસ વધુ નીકળશે.

16. ગોટા , ભજીયા, પકોડા કે વડા બનાવતી વખતે ખીરા માં 1 ચમચી ગરમ તેલ ઉમેરવાથી વધુ સોફ્ટ બનશે.

17. રોટલી , થેપલા ,ભાખરી, કે પરોઠા ની કણક વધી હોય તો તેલ લગાવી ને એર ટાઇટ ડબ્બા માં રેફ્રીજરેટર માં મૂકી દો.

18. બિરયાની માટે બ્રાઉન ડુંગળી સાંતળવા માટે 1 ચમચી ખાંડ ઉમેરવા થી જલ્દી થી બ્રાઉન અને ક્રિસ્પી બનશે.

19.ઈડલી- ઢોસા નું ખીરું વાટતી વખતે એક મુઠ્ઠી પલાળેલા પૌંઆ નાખવાથી ઈડલી વધુ સોફ્ટ અને ઢોસા વધુ ક્રિસ્પી બને છે.

20. ઘઉં ની તીખી કડક પુરી બનાવતી વખતે કણક હુંફાળા પાણી થી બાંધો… પુરી વધુ ક્રિસ્પી બને છે.

21. પુરી કે ભટુરે બનાવતી વખતે એક ચમચો રવો ઉમેરવાથી વધુ ક્રિસ્પી સારું બનશે.

22. કોઈ પણ ચટણી માં એક ચમચી તેલ ઉમેરો એનો સ્વાદ અને કલર લાંબો ટાઈમ જળવાય રહે છે.

23. થેપલા ના લોટ માં અજમો વાટેલો નાખવાથી વધુ સ્વાદિષ્ટ બને છે.

24. સુખડી બનાવામાં ઘઉં નો ઝીણો અને જાડો બંને લોટ મિક્સ કરવાથી સુખડી સરસ કુરકુરી બને છે.

25. રોટલી કે ભાખરી માં 1 ચમચો હુંફાળું દૂધ ઉમેરવાથી બધું પોચા અને સ્વાદિષ્ટ બનશે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

જો તમે પણ કોઈ યુનિક ટીપ્સ અજમાવતા હોવ તો કોમેન્ટમાં જણાવો અને તમારી બીજી સહેલીઓ સાથે આ માહિતી જરૂર શેર કરજો.