કિચન ટિપ્સ – દરેક કિચન ક્વીન અને કિંગ ને પણ મદદ કરશે આ ટીપ્સ, લિંક સેવ કરીને જરૂર રાખજો…

રસોઈ બનાવતી વખતે જો આપણે નાની મોટી વાતો નું ધ્યાન રાખીએ તો આપણો સમય પણ બચી જાય અને રસોઈ સ્વાદિષ્ટ પણ બને. અહીં મેં અમુક ટિપ્સ શેર કરી છે જે હું પણ મારા રસોડા માં ઉપયોગ કરું છુ, કદાચ તમને પણ કામ આવી જાય.

image source

1. સાબુદાણા ની ખીચડી બનાવતી વખતે જયારે તમે પલાળો તો પેહલા તેને પાણી થી બરાબર ધોઈ લેવા જેથી તેમાં થી વધારા નો સ્ટાર્ચ નીકળી જશે જેથી સાબુદાણા એકદમ છુટ્ટા થશે અને ખીચડી સરસ બનશે.

image source

2. રીંગણ કે કોઈ પણ ભરેલું શાક બનાવો ત્યારે ભરવાનો મસાલો બનાવો તેમાં થોડું તીખું ચવાણું ખાંડી ને નાખવું તેના થી શાક એકદમ સ્વાદિષ્ટ બનશે અને ગ્રેવી પણ એકદમ ઘટ્ટ બનશે.

image source

3. કોઈ પણ તળવાની વસ્તુ બનાવો ત્યારે તેલ માં થોડું મીઠું નાખી ને તળવું જેથી તેલ ઓછું પીસે.

image source

4. દહીં જમાવો ત્યારે મેળવણ નાખ્યા પછી ચમચી થી થોડી વાર ઘડિયાળ ની દિશા માં હલાવો જે થી દહીં માં જે ઉપર પાણી આવી જાય તે નહિ આવે દહીં એકદમ સરસ પાણી વગર નું બનશે , અને દહીં મેળવવા હંમેશા હૂંફાળા દૂધ નો જ ઉપયોગ કરવો.

image source

5. દાળ ના વઘાર માં સૂકી મેથી નો પાવડર અથવા થોડા મેથી ના કુરિયા નાખવા તેના થી દાળ નો સ્વાદ સરસ આવશે.

image source

6. દાળ બાફવા મુકો ત્યારે તેમાં ટામેટા પણ જોડે બાફવા નાખવા અને દાળ ની સાથે પીસી લેવા તેના થી દળ નો કલર ખૂબ જ સરસ આવશે

image source

7. કોઈ પણ કઠોળ પલાળો ત્યારે પલાળવા ની સાથે ૧ ચમચી જેટલું મીઠું નાખી ને પલાળવા દેવું, દાણાં માં મીઠું ચડી જવા થી શાક નો સ્વાદ સારો આવશે.

image source

8. છોલે ચણા બાફતી વખતે તેમાં થોડા સોડા નાખી દેવા જેથી ચણા સરસ બફાઈ જશે.

image source

9. જયારે પણ ખીચડી બનાવો ત્યારે પાણી નાખ્યા પછી ૫ મિનિટ જેવું ઢાંકણ ઢાંક્યા વગર ઉકાળવા દો અને પછી ઢાંકણ બંધ કરો જેથી સિટી થતી વખતે ઘણી વાર પાણી ઉભરાય છે તેવું નહિ થાય.

image source

10. ઢોસા નું ખીરું ઘરે બનવો ત્યારે તેમાં અડધી ચમચી જેટલા મેથી ના દાણાં નાખવા ઢોસા ક્રિસ્પી બનશે.

image source

11. મીઠા લીમડા ના પાન ને લાંબા સમય સુધી સાચવવા માટે પાન ને ડાળખી થી અલગ કરી ધોઈ પંખા નીચે પાણી સુકાય ત્યાં સુધી સુકાવવા અને પછી એર ટાઈટ ડબ્બા માં ભરી ફ્રિજ માં રાખવા લાંબા સમય સુધી લીમડો વાપરી શકો.

image source

12. ઘી બનાવતી વખતે તેમાં છેલ્લે ઘી બની જાય પછી નાગરવેલ નું પાન નાખી ૧ મિનિટ જેટલું રહેવા દેવું તેના થી ઘી માં સરસ સુગંધ નાખવું.

image source

13. જયારે માખણ માં થી ઘી બનાવો ત્યારે મલાઈ માં બ્લેન્ડર ચલાવતી વખતે બરફ નાખો અથવા તો બરફ નું પાણી નાખી બ્લેન્ડ કરો માખણ ખૂબ જ ઝડપ થી છુટ્ટુ પડશે.

image source

14. વટાણા ને લાંબા સમય સુધી રાખવા માટે વટાણા ને ફોલી અને ઝીપ લોક બેગ માં ભરી ફ્રિજર માં રાખવા તમે આખું વર્ષ વટાણા વાપરી શકો.

image source

15. આઈસક્રીમ કે કેક ઘરે બનાવો પછી તેને ગાર્નિશ કરવા બીજું કઈ નથી તો થોડી જેમ્સ લઇ તેનો ભુક્કો કરી લો અને ઉપર સ્પ્રિન્કલ કરી દો દેખાવ માં પણ સરસ લાગશે અને ખાવા માં પણ જેમ્સ ના ક્રંચ આવશે જે ખુબજ સરસ લાગશે આઈસક્રીમ કે કેક ખાતી વખતે.

image source

આશા છે કે તમને પણ આ ટિપ્સ ઉપયોગી થાય અને બીજા સુધી પણ આ માહીતી પોંહચાડો

સૌજન્ય : નિરાલી કોરાટ

તમારા બીજા મિત્રોને પણ આ માહિતી જરૂર મોકલજો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ