દરેક આંગળી પર વિવિધ વીંટીઓ પહેરવાનો ખરો અર્થ શું છે?

દરેક આંગળી પર વિવિધ વીંટીઓ પહેરવાનો ખરો અર્થ શું છે ?


એક એવો સમય હતો કે વીંટી માત્ર મેરિડ કે એન્ગેજ્ડ વ્યક્તિ જ પહેરી શકતી. બહુ બહુ તો એવી વ્યક્તિઓ વીંટી પહેરતી હતી જેમને જ્યોતિષ દ્વારા કોઈ ચોક્કસ નંગ ધારાવતી રીંગ કોઈ ચોક્કસ આંગળી પર પહેરવાની સલાહ આપવામાં આવી હોય જે તમારા નસીબમાં તમને મદદ કરી શકે. આ બધું તમને ભલે હાસ્યાસ્પદ લાગતું હોય, પણ ચોક્કસ આંગળીઓ પર ચોક્કસ વીટીંઓ પહેરવી તેની પાછળ ખરેખ ગંભીર આશય સમાયેલો છે.

અહીં અમે એક નાનકડી માર્ગદર્શીકા સૂચવી રહ્યા છીએ !

અંગૂઠો


જો તમે ક્યારેય ધ્યાન આપ્યું હોય તો, જે લોકો હાથની રેખાઓ વાંચતા હોય તેઓ તમારી ઇચ્છાશક્તિ અને સામર્થ્ય માટે જે લક્ષણો તેઓ તપાસતા હોય છે તે માટે તે તમારા અંગૂઠા તેમજ તેની લવચીકતા તપાસતા હોય છે. માટે જ તમને અંગૂઠા પર વીંટી પહેરવાની સલાહ આપવામાં આવે છે. જો કે અંગૂઠામાં વીંટી પહેરવી તે એક અલગ જ વાત છે કારણ કે સામાન્ય રીતે વીંટી હંમેશા અંગૂઠા સિવાયની આંગળીઓમાં જ પહેરવામાં આવતી હોય છે.

કેટલાક જ્યોતિષ તમારી સંકલ્પશક્તિને પ્રબળ બનાવવા માટે અંગૂઠા પર રીંગ પહેરવાની સલાહ આપે છે. તે એટલા માટે કારણ કે અંગૂઠો તમારા અંતર સાથે જોડાયેલો હોય છે. જો તમે તમારા અંગૂઠા પર વીંટી પહેરવાનું શરૂ કરશો, તો એ વાત પર ધ્યાન આપજો કે વીંટી પહેર્યા બાદ તમારા દીવસો કેવા બદલાય છે. તમને આશ્ચર્ય થશે કે તમારી સંકલ્પ શક્તિમાં કેટલું મોટું પરિવર્તન આવ્યું છે.

સૂંચવેલા નંગઃ રૂબી અને ગાર્નેટ (માણેક)

તર્જની (અંગૂઠા પાસેની આંગળી)


તમે ક્યારેક મ્યુઝિયમની મુલાકાત લીધી હશે અને જો ના લીધી હોય તો લેવામાં કંઈ ખોટું નથી તમારા જ્ઞાનની વૃદ્ધિ થશે. મ્યુઝિયમમાં રાજવી લોકો હોય તેમના ફોટોગ્રાફ કે તૈલ ચિત્રો મુકવામાં આવ્યા હોય છે તેમાં તમે જોઈ શકશો કે ખાસ કરીને રાજાઓએ તેમની પહેલી આંગળીમાં વીંટી પહેરેલી હોય છે. તે એટલા માટે કારણ કે આ આંગળી સત્તા, નેતૃત્ત્વ અને મહત્ત્વાકાંક્ષાનું પ્રતિક છે. કોઈ વ્યક્તિને ક્યારેક જ્યોતિષ દ્વારા એવી પણ સલાહ આપવામાં આવે છે કે કોઈ ચોક્કસ નંગવાળી વીંટી તમારી તર્જની આંગળી પર પહેરવાથી તમારું આત્મ-સમ્માન વધે છે અને તે દ્વારા તમે તમારી મહત્ત્વાકાંક્ષા પ્રાપ્ત કરી શકો છો. તર્જની આંગળી સ્પિરિચ્યુઆલીટી તરફ પણ દોરી જાય છે.

સૂચવેલા નંગઃ બ્લૂ ટોપાઝ અને એમેથિસ્ટ (ભૂરો પોખરાજ અને નિલમ)

મધ્ય આંગળી


આ આંગળી તમારી વ્યક્તિગતતાને દર્શાવે છે, અને એવું પણ કહેવાય છે કે આ આંગળીમાં જો વીંટી પહેરવામાં આવે તો તમારા જીવનનો જે અનોખો ઉદ્દેશ છે તે તિવ્ર બને છે. બની શકે કે કોઈ વ્યક્તિ પોતાના ઉદ્દેશને એટલા માટે અનુસરી ન શકતો હોય કારણ કે તેના પર કુટુંબ તેમજ સમાજનું પ્રેશર હોય અને તે સામે તે ઉભો થવા માગતો હોય અને પોતાનું લક્ષ પુરું કરવા માગતો હોય. જે લોકો પોતાના જીવનમાં સંતુલન જાળવવા માગતા હોય તેમને વચ્ચેની આંગળીમાં વીંટી પહેરવાની સલાહ આપવામાં આવે છે. આ આંગળી જ્ઞાન તેમજ શીક્ષણનું પણ પ્રતિનિધિત્વ કરે છે માટે જે વ્યક્તિ શિક્ષણમાં આગળ વધવા માગતું હોય અથવા કોઈ કારણ સર તે પોતાના અભ્યાસમાં આગળ વધી ન શકતું હોય તો તેવા લોકોને પણ આ આંગળી પર વીંટી પહેરવાની સલાહ આપવામાં આવે છે.

સૂચવેલા નંગઃ ક્વાર્ટ્સ અને કોરલ (સ્ફટિક અને પરવાળાનો લાલ નંગ)

રીંગ ફીંગર


રીંગ પહેરવા માટેની સૌથી સામાન્ય આંગળી એટલે રીંગ ફીંગર. મોટા ભાગના લગ્નોમાં આ આંગળીમાં રીંગ પહેરવી આવશ્ક હોય છે કારણ કે તે હૃદય સાથે જોડાયેલી હોય છે તેવું કહેવાય છે. કહેવાય છે કે આ આંગળીની નસ સીધી હૃદય સાથે જોડાયેલી હોય છે, માટે તે સર્જનશીલતા અને લાગણીઓનું પ્રતિનિધિત્વ કરે છે. માટે જે પોતાની સર્જનશીલતાને વધુ તિવ્ર બનાવવા માગતા હોય અથવા જે પોતાનામાં દબાયેલી લાગણીઓને છતી કરવા માગતા હોય તેમને આ આંગળી પર વીંટી પહેરવાની સલાહ આપવામાં આવે છે.

એક રસપ્રદ બાબત એ છે કે, રીંગ ફીંગર ચોથી આંગળી તરીકે ખૂબજ વિસ્તૃત રીતે સાહસવૃત્તિને પ્રોત્સાહન આપે છે. માટે જે વ્યક્તિ વધારે સાહસુ લાઈફ જીવવા માગતી હોય તેને પણ આ આંગળીમાં રીંગ પહેરવાની સલાહ આપવામાં આવે છે. તેમાં કોઈ જ આશ્ચર્ય નથી કે તે લોકો લગ્નને જ એક મોટું સાહસ ગણતા હોય !

સૂચવેલા નંગઃ મૂનસ્ટોન (ચંદ્ર મણિ) અને જેડ (ઘેરા લીલા રંગનો રત્ન)

નાની આંગળી (ટચલી આંગળી)


શું તમને પેલી નાનપણની એક રમત યાદ છે જેમાં જ્યારે તમારા મિત્ર સાથે તમારે સંબંધ તોડવો હોય ત્યારે તમે ટચલી આંગળીથી કીટ્ટા કરતા હતા, તમે એકબીજા સાથે ટચલી આંગળી લડાવીને કીટ્ટા કરતા હતા ?

તમારા હાથની આ સૌથી નાની આંગળી એ કોમ્યુનિકેશન માટે છે. અંગૂઠાથી તદ્દ્ન વિરુદ્ધ આ આંગળી દર્શાવે છે કે તમે બાહ્ય જગત સાથે કેવી રીતે જોડાયેલા છો. તે તમારા જાહેર જીવન, તમારા સામાજિક સંબંધો અને તમે અન્ય સાથે કેવી રીતે વ્યવહાર કરો છો તેનું પ્રતિનિધિત્વ કરે છે.

જે લોકોને પોતાના લગ્નજીવનમાં સમસ્યાઓ આવતી હોય તેમને હંમેશા સલાહ આપવામાં આવે છે કે તેમણે તેમની ટચલી આંગળીમાં વીંટી ધારણ કરવી. જે લોકો પોતાના વ્યવસાય તેમજ ધંધામાં સફળતા મેળવવા માગતા હોય તેમને પણ આ આંગળીમાં વીંટી પહેરવાની સલાહ આપવામાં આવે છે. જે લોકોને પોતાની સેક્સ લાઇફ સાથે સમસ્યા હોય તેમને પણ ટચલી આંગળી પર વીંટી પહેરવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત જ્યોતિષ તમને તમારું મન-મીજાજ ઠંડો રાખવા માટે પણ ટચલી આંગળી પર ચંદ્રના નંગવાળી વીંટી પહેરવાની સલાહ આપે છે.

સૂચવેલા નંગઃ એમ્બર (તૃણમણિ/પીળા રંગનો નંગ) અને સીટ્રાઇન


દરેક આંગળીઓ વિવિધ ગ્રહોનું પણ પ્રતિનિધિત્વ કરે છે તેમજ ચોક્કસ ગ્રહની ચોક્કસ નંગ પર અથવા વ્યક્તિના જીવનની સ્થિતિ પરના પ્રભાવને પણ દર્શાવે છે. ટચલી આંગળીથી ચાલુ કરીએ તો, તે શુક્રનું પ્રતિનિધિત્વ કરે છે, રીંગ ફિંગર તે સૂર્ય, વચ્ચેની આંગળી શનિ, અને તર્જની આંગળી ગુરુ ગ્રહને દર્શાવે છે. જો કે અંગૂઠા માટે કોઈ જ ચોક્કસ ગ્રહ હોય તે જાણમાં નથી.


માટે આ બધા એ દાર્શનિક કારણો છે કે શા માટે લોકો પોતાની ચોક્કસ આંગળીઓ પર ચોક્કસ નંગની વીંટીઓ પહેરે છે. કોઈ વ્યક્તિ જ્યારે વિંટી પહેરે ત્યારે તેણે તે પણ ધ્યાનમાં રાખવાનું હોય છે કે કયા હાથમાં વિંટી પહેરવાની. સામાન્ય રીતે ડાબો હાથ તે તમારા અંગત જીવન સાથે જોડાયેલો છે જેમાં લગ્ન, કુટુંબ, રોમેન્ટીક રીલેશન્સનો સમાવેશ થાય છે. જમણો હાથ વ્યક્તિના બાહ્ય સંબંધો સાથે જોડાયેલો છે. દા.ત. ડાબા હાથની ટચલી આંગળી પર પહેરવામાં આવતી વીંટી તમારા લગ્નજીવન તેમજ તમારા સેક્સ્યુઅલ સંબંધોને સુધારવા માટે પહેરવામાં આવે છે. જ્યારે બીજી બાજુ જમણા હાથની ટચલી આંગળી પરની વીંટી તમારા આર્થિક-વ્યવસાયિક લાભોને તીવ્ર બનાવવા માટે પહેરવામાં આવે છે.


શું તમને ક્યારેય કોઈ ખાસ આંગળી પર રીંગ પહેરવાની સલાહ આપવામાં આવી છે ? તો અમને કોમેન્ટ બોક્ષમાં જણાવો !

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અનેક માહિતીસભર પોસ્ટ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ