દરરોજના ૪૧૬ રૂપિયા બચાવીને તમે પણ બની શકો છો તમે પણ માલામાલ, જાણો કેવી રીતે?

એવું કહેવામાં આવે છે કે ટીપે ટીપે સરોવર ભરાય તે જ રીતે, થોડા પૈસા બચાવવાથી તમે કરોડોની કમાણી કરી શકો છો. એટલે કે, જો તમે કરોડપતિ બનવાનું સપનું જોતા હો, તો તમારું આ સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે.આ સ્વપ્ન પૂરું કરવા માટે , તમારે રોકાણની ટેવ હોવી જોઈએ.

image soucre

આજે અમે તમને આવી એક નાની બચત યોજના વિશે જણાવી રહ્યા છીએ જેમાં તમે ઓછી રકમ જમા કરીને કરોડોનું ભંડોળ બનાવી શકો છો. અમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ વિશે વાત કરી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે આ સરકાર દ્વારા ચલાવવામાં આવતી નાની બચત યોજના છે, જેના વિશે રોકાણકારોને કોઈ જોખમ નથી.

સરકારે વ્યાજના દરમાં ના કર્યો કોઈ ફેરફાર :

image soucre

કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર ક્વાર્ટર માટે નાની બચત યોજનાના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે કહ્યું કે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ ના બીજા ક્વાર્ટરમાં એટલે કે ૧ જુલાઇથી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન વિવિધ નાની બચત યોજનાઓના વ્યાજના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અત્યારે પીપીએફ ખાતા પર ૭.૧ ટકાના વ્યાજ દર આપવામાં આવી રહ્યા છે. આ પીપીએફ એકાઉન્ટ ૧૫ વર્ષમાં પરિપક્વ થાય છે. તમે તેને દર પાંચ વર્ષે વધારી શકો છો. લાંબા ગાળા માટે આ શ્રેષ્ઠ રોકાણ યોજના છે.

૧ કરોડનું ફંડ કેવી રીતે બનાવવુ ?

image soucre

જો તમે એક વર્ષમાં માત્ર દોઢ લાખ રૂપિયાનું રોકાણ કરો છો, જે લાંબા ગાળા માટે દર મહિને ૧૨,૫૦૦ રૂપિયા છે તો તમે તમારા રોકાણને એક કરોડમાં ફેરવી શકો છો. હાલમાં સરકાર પીપીએફ ખાતા પર ૭.૧ ટકા વાર્ષિક વ્યાજ આપે છે. આ યોજનામાં રોકાણ ઓછામાં ઓછા ૧૫ વર્ષ માટે કરવામાં આવે છે. તેથી, જો તમે ૧૫ વર્ષ માટે દર મહિને ૧૨,૫૦૦ રૂપિયાનું રોકાણ કરો છો તો તે પાકતી મુદતે ૪૦,૬૮,૨૦૯ રૂપિયા થઈ જશે. કુલ રોકાણ રૂ. ૨૨.૫ લાખ અને વ્યાજ ૧૮,૧૮,૨૦૯ થશે.

૨૫ વર્ષમાં કરોડપતિ બનશે :

image soucre

કરોડપતિ બનવા માટે, પીપીએફ યોજનામાં પૈસા ઉપાડવાને બદલે, તમે બીજા દસ વર્ષ સુધી રોકાણ ચાલુ રાખી શકો છો. આગળ જણાવ્યા મુજબ ૧૫ વર્ષ પછી તમે ૫-૫ વર્ષ કરીને તમારા રોકાણમાં વધારો કરી શકો છો. પરિપક્વતા પછી, તમારું રોકાણ આગામી પાંચ વર્ષમાં ૬૬,૫૮,૨૮૮ રૂપિયા થઈ જશે. આવતા પાંચ વર્ષમાં આ આંકડો ખુબજ ઉપર સુધી જય શકે છે.

image soucre

જો તમે સતત ૨૫ વર્ષ માટે દર મહિને ૧૨,૫૦૦ રૂપિયાનું રોકાણ કરો છો તો પછી તમે ૧,૦૩,૦૮,૦૧૫ રૂપિયાનું ભંડોળ બનાવી શકો છો એટલે કે જો તમે દરરોજ ૪૧૬ રૂપિયાની બચત કરો છો તો પછી પીપીએફ દ્વારા તમે ૨૫ વર્ષમાં કરોડપતિ બની શકો છો. આમ આ યોજના દ્વારા આપણે કરોડપતિ બનવાનું સવ્પ્ન સાકાર થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong