દરવર્ષે માત્ર મોદીજીને રાખડી બાંધવા માટે આવતાં મહિલા છે મૂળ પાકિસ્તાની. જાણો તેની શું પાછળ છે રસપ્રદ વાત…

મોદી સાહેબને રાખડી બાંધવા આવી બહેન પડોશી દેશથી. જાણો કોણ છે આ પાકિસ્તાની બહેન કમર મોહસિન શેખ… દરવર્ષે માત્ર મોદીજીને રાખડી બાંધવા માટે આવતાં આ મહિલા છે મૂળ પાકિસ્તાની. જાણો તેની શું પાછળ છે રસપ્રદ વાત…

ભારત એ અનેક વૈવિદ્ય સભર તહેવારોનો દેશ છે. તેમાં દરેક રાજ્ય અને ધર્મ તેમજ જ્ઞાતિઓના જુદા જુદા તહેવારો હોય છે. પરંતુ આ એક એવો તહેવાર છે જે જાતિ – ધર્મ નહીં પણ સંબંધની ગરિમાને સમજે છે. જી હા. અમે રક્ષાબંધન વિશે વાત કરીએ છીએ. આ તહેવાર એવો છે કે આપણે નાના હોઈએ ત્યારે તો ખૂબ જ ખુશ હોઈએ છીએ આ તહેવારને ઉજવવા માટે પરંતુ મોટાં થઈને પણ તેનું મહત્વ ઘટતું નથી. નાનપણમાં મીઠાઈઓ મળે, ભાઈ પાસેથી પૈસા અને ભેંટ મળે તેની હોંશ હોય અને મોટાં થઈને લાંબા સમય બાદ કુટુંબ મેળો થાય સાસરેથી આવેલી બહેનને મળવાનો અવસર મળે અને સૌ એકસાથે બેસીને જમે.

આમ, આ તહેવારનું પોતાનું આગવું મહત્વ છે જે ભલેને દુનિયા ગમે તેટલી આધુનિક થઈ જાય તો પણ તેનો ઉત્સાહ ઓસરવાનો નથી. ભાઈ – બહેનના પ્રેમનું પ્રતીક, રક્ષાનું વચન અને વિશ્વાસનો અહીં સુગમ સમન્વય થાય છે. ત્યારે આપણા લોકલાડીલા નેતા દેશના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની એવી આભા છે કે કોઈપણ અજાણી સ્ત્રીઓને પણ તેઓ ભાઈ જેવા લાગે છે. દેશવાસીઓ જ નહીં, પરંતુ તે વિશ્વવ્યાપી રાજનૈતિક નેતા તરીકે લોકપ્રિય છે. તેમના ભાષણો અને તેમની સ્પીચને લોકો ખૂબ જ ધ્યાનથી સાંભળતાં હોય છે. અનેક એવાં લોકો છે કે જેઓ તેમને અનુસરે છે અને તેમની રહેણીકરણી અને વાણીને આચરણમાં લેવાના પ્રયત્નો પણ કરે છે. દેશભરની અનેક સ્કુલ – કોલેજની વિદ્યાર્થીનો અને વિવિધ સંસ્થાની બહેનો તેમને રાખડી બાંધવા જાય છે. એ અવસરે એમણે કાયમ કહ્યું છે. દિલ્હીમાં તમારો ભાઈ બેઠો છે….

આવી જ ભાઈ સમાણી લાગણી લઈને પડોશી દેશમાંથી એક અજાણી મહિલા તેમને દરવર્ષે રાખડી બાંધવા ખાસ બોર્ડર ક્રોસ કરીને આવેલા આ બહેન રક્ષાબંધનના પવિત્ર દિવસે. જાણો કોણ છે એ બહેન અને કઈરીતે શરૂ થયો હતો આ રાખડી બાંધવાનો શિરસ્તો…

મોદીજીને ૨૪ વર્ષોથી રાખડી બાંધવા આવતાં આ બહેન કમર મોહસિન શેખ ખરેખર કોણ છે, જાણો.

કમર મોહસિન શેખ, મૂળ પાકિસ્તાનના વતની છે. તેમના લગ્ન ભારતમાં થયાં છે અને લગ્ન બાદ તેઓ અહીંના જ થઈ ગયા. તેઓ ગુજરાતના અમદાવાદ શહેરમાં રહે છે અને તેમના પતિ એક પેન્ટર છે.

વર્ષો પહેલાં તેમની મુલાકાત મોદી સાહેબ સાથે થઈ હતી. આ એક એવો તબક્કો હતો જ્યારે તેઓની વિશ્વ નાયકની છબી બની નહોતી. એ સમયે નરેન્દ્ર મોદી માત્ર એક ભાજપના કાર્યકર હતા. એ સમયે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બનશે કે દેશના બે – બે વખત પ્રધાન મંત્રી બનશે તેવી કોઈને જ કલ્પના પણ નહોતી એ સમયથી આ બહેન તેમને રાખડી બાંધે છે. બન્યું એવું કે એ સમયે તેમની જ્યારે મુલાકાત થઈ ત્યારે એવો દિલ્હીમાં હતા અને કમર મોહસિન શેખ અને તેમના પતિ પણ દિલ્હી કોઈ કામથી ગયાં હતાં. એ દિવસે રક્ષાબંધન હતી. એમની મુલાકાત શુભ દિને થઈ ત્યારે મોહસિન શેખે તેમને રાખડી બાંધવાની ઇચ્છા કહી અને મોદીજીએ પણ ખુશી ખુશી એમની પાસેથી રાખડી બંધાવી લીધી. એ દિવસથી આજ સુધી તેમણે મોદીજીને રૂબરૂ મળીને જ રાખડી બાંધી છે.

ર૦૧૭માં આ સંબંધને મળ્યું નવું સ્વરૂપ…

મોદી સાહેબ ૨૦૧૪થી દેશના પ્રધામ મંત્રી બની ગયા અને દિલ્હીની ગાદીએ બેઠા ત્યારથી તેઓ ગાંધીનગર કે અહમદાવાદ આવવાનું ઓછું કરીને દીલ્હીમાં સ્થાયી થયા છે. તેમની વિદેશ યાત્રા પણ દિવસેને દિવસે વધતી ચાલી. એ સમયે ૨૦૧૭માં તેમને રક્ષાબંધના દિવસે એવું લાગ્યું કે ભાઈ હવે ખૂબ વ્યસ્ત થઈ ગયા છે કદાચ રાખડી બંધાવવા સમય નહીં ફાળવી શકે તેથી તેમનો અગાઉથી સંપર્ક જ નહોતો કર્યો. પરંતુ કરમ મોહસિન શેખના કહેવા મુજબ બે દિવસ પહેલાં જ મોદી ભાઈનો ફોન આવ્યો અને તેમને દિલ્હી તેડાવ્યાં.

રાખડી બાંધતી વખતે ભાઈ કંઈપણ માંગી લેવા કહ્યું ત્યારે જવાબ મળ્યો કંઈક એવો કે તેને સાંભળીને સૌને આ સંબંધ પર ગર્વ થશે. રાખડી બંધાવીને મોદીજીએ પૂછ્યું કે બોલો તમને ભેંટમાં શું આપું? તમે કંઈ માંગો. તે સમયે આ માહિલાએ લાગણીવશ થઈને કહ્યું કે તમે મને ફક્ત આશીર્વાદ આપો. તમારા આશીર્વાદ જ મારા માટે કિંમતી ભેંટ છે. તેમનો આ જવાબ કોઈપણ વ્યક્તિના હ્રદયને સ્પર્શી જાય તેવો છે. ભલે કોઈપણ દેશ કે ધર્મ હોય પણ જો લાગણીના ૠણાનુબંધ હોય તો તેને કોઈપણ બંધનો નડતાં નથી તે આનું નામ. સલામ છે, આવા સંબંધોને.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ