દર મહીને ૩૦૦૦ પેન્શન મળશે સરકાર તરફથી, વાંચો કોણ લઇ શકશે આ યોજનાનો લાભ અને બીજી મહત્વની વિગતો…

મોદી સરકારે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાની અમુક શરતો જાહેર કરી છે. આ યોજના ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૯થી લાગુ થશે. આ યોજના અંતર્ગત અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહેલા લોકોને ૬૦ વર્ષની ઉમર પછી ૩૦૦૦ રૂપિયા દર મહીને પેન્શન આપવામાં આવશે. સરકારે આ યોજનાની ઘોષણા ૧ ફેબ્રુઆરીના અંતિમ બજેટમાં કરી હતી. સરકારે આ યોજનાનું અધિસુચન જાહેર કરી દીધું છે.

યોજનામાં જોડવા માટે ઉમર,

આ યોજનામાં ૧૮ વર્ષથી ૪૦ વર્ષના લોકો જોડાઈ શકશે. જે પણ વ્યક્તિ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેમણે પહેલા કોઈપણ સરકારી પેન્શન સ્કીમના સદસ્ય ના હોવા જોઈએ, જો એવું જણાશે તો તેમને આ માનધન યોજનાનો લાભ મળશે નહિ.

કોણ કોણ ભાગ લઇ શકશે,

આ યોજનામાં લારી ચલાવતા લોકો, રિક્ષા ચાલક, નિર્માણનું કામ કરવાવાળા મજુર, કચરો ઉઠવવાવાળા, બીડી બનાવવાવાળા, વણકર, મોચી, ધોબી, ચામડાનું કામ કરનાર અને આવા બીજા કામ કરતા લોકો કે જેવો અસંગઠિત કાર્યક્ષેત્રમાં કામગીરી કરી રહ્યા છે તેમને કવર મળશે.

કેટલી હોવી જોઈએ આવક,

મેગા પેન્શન યોજનામાં જોડાવવા માટે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરવાવાળા કારીગરની ઇન્કમ ૧૫૦૦૦થી વધુ હોવી જોઈએ નહિ. જે વ્યક્તિ આનો લાભ લેવા માંગતા હોય તેમનું બેંકમાં એકાઉન્ટ હોવું જોઈએ અને આધાર કાર્ડ હોવું જરૂરી છે.

કેટલું કરવાનું પેમેન્ટ,

યોજના સાથે જોડાવા માંગતા મિત્રોએ દર મહીને ૫૫ રૂપિયા જમા કરવવાના રહેશે. આટલી રકમ સરકાર પણ જમા કરાવશે. વધારે ઉંમર ધરાવતા લોકો જોડાશે તો તેમની ઉંમર પ્રમાણે મહીને ભરવાપાત્ર રકમ બદલાતી રહેશે. આ યોજનામાં ૨૯ વર્ષ સુધીના વ્યક્તિને મહીને ૧૦૦ રૂપિયા ચૂકવવાના રહેશે. અને ૪૦ વર્ષના વ્યક્તિએ મહીને ૨૦૦ રૂપિયા ભરવાના રહેશે. આ યોજનામાં વ્યક્તિની ઉંમર ૬૦ વર્ષની થાય ત્યાં સુધી તેમણે દર મહીને એ રકમ ચુકવવાની રહેશે.

મૃત્યુ થવા પર શું મળશે,

આ યોજનામાં વ્યક્તિ નિયમિત દર મહીને પૈસા ભારે છે અને કોઈ કારણસર તેમનું મૃત્યુ થઇ જાય છે તો તેમની પત્ની અથવા તો પતિ એ યોજના આગળ ચલાવી શકશે પણ જો તેઓ યોજનામાંથી બહાર નીકળવા માંગે છે તો જેટલી પણ રકમ તેમણે ભરી હશે તે વ્યાજ સાથે તેમને પરત મળશે અને આ યોજનામાંથી તે બહાર નીકળી શકશે.

વિકલાંગ થવા પર શું મળશે,

યોજનાના લાભાર્થીને સ્થાયી સ્વરૂપે જો અપંગતા આવે છે તો આ પરીસ્થિતિમાં પતિ અથવા પત્ની યોજનાને આગળ વધારી શકે છે અથવા બહાર નીકળી શકે છે. અધિસુચનમાં જણાવેલ છે કે પેશન શરુ થયા પછી મૃત્યુ થાય તો તે પેન્શન એ તેમની પત્ની અથવા પતિને મળવાપાત્ર છે, અને એ પેન્શનની રકમમાંથી તેમને ૫૦ ટકા રકમ મળશે.