દાંતના પેઢામાંથી લોહી નીકળતું હોય કે પછી હોય કોઈપણ દાંતની તકલીફ બધાથી રાહત આપશે આ એક ફ્રુટ…

આપણને નાનપણથી જ દાંતની કાળજી રાખવા માટે માતા પિતા દ્વારા વારંવાર ટોકવામાં આવતા હોય છે. તમારે જાણી લેવું જોઈએ કે દાંતને સ્વસ્થ રાખવા માટે તેની કેર બહુ પહેલાથી કરવી જોઈએ. આજે અમે તમને જણાવીશું કે દાંતને ચોખ્ખા અને સ્વચ્છ રાખવા માટે શું કરવું જોઈએ. દાંત ખરાબ થવા પાછળ તેનું મુખ્ય કારણ એ છે કે તમે કઈ ટુથપેસ્ટ વાપરો છો. વ્યવસ્થિત બ્રશ ના કરવું એ પણ એક કારણ હોઈ શકે છે. આવા તો અનેક રસ્તાઓ તમને ખબર હશે પણ શું તમે જાણો છો કે એક ફ્રુટ એવું પણ છે જેને ખાવાથી તમારા દાંતની દરેક તકલીફ દૂર થઇ જશે. આવો તમને જણાવીએ કે એ કયું ફ્રુટ છે.

દાંતના ડોક્ટર\નું પણ માનવું છે કે તો તમે ટુથપેસ્ટ અને માઉથવોશમાં બ્લ્યુબેરીનો ઉપયોગ કરશો તો તમારા દાંત મજબુત બન્યા રહેશે. વૈજ્ઞાનિકોએ પણ આ વાતનું સમર્થન કરતા જણાવ્યું છે કે બ્લ્યુબેરી ખાવાથી દાંતને ખરાબ કરતા કીટાણુંઓનો નાશ થાય છે. આનાથી મોઢામાં રહેલ બેક્ટેરિયાનો પણ નાશ થાય છે.

બ્લ્યુબેરી જેવા ફળમાં પોલીફીનોલ્સનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય છે. આ તત્ત્વ એ આપણા શરીરમાં થતા બેક્ટીરિયા સામે આપણી રક્ષા કરે છે. યુનિવર્સિટી ઓફ ક્વીન્સલેન્ડના શોધકર્તાઓનું કહેવું છે જે મોઢાના બેક્ટીરિયા પર ક્રેનબેરી, બ્લ્યુબેરી અને સ્ટ્રોબેરી વગેરે ફળોનો ઉપયોગ કર્યો છે. જનરલ ઓરલ સાઈસેંજના પ્રકાશિત થયેલ રીપોર્ટમાં જોવામાં આવ્યું છે કે બ્લ્યુબેરીના સેવન કરવાથી બેક્ટીરિયાની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે.

શોધકર્તાઓનું માનીએ તો બ્લ્યુબેરી એ કૈવીતીઝ સામે પણ રક્ષણ આપે છે. Ohfના રીપોર્ટ પ્રમાણે દિવસમાં એકવાર એક મુઠ્ઠી ભરીને બેરીઝ ખાવામાં આવે તો તમારા મોઢાને લગતી દરેક સમસ્યાનો અંત આવી જશે. બ્લ્યુબેરીને તમે સવારના નાસ્તામાં કોર્નફ્લેક્સ, દહીં વગેરે રીતે ખાઈ શકો છો. તમારા બીજા મિત્રોને પણ આ માહિતી જણાવો.