દાંત સિવાય ચહેરાની પણ ચમક વધારે છે ટૂથપેસ્ટ, આવી રીતે કરો ઉપયોગ.

ટૂથપેસ્ટનાં બ્યૂટી બેનિફિટ્સ

સુંદર ચમકતા સફેદ દાંત તો બધાને સારા લાગે છે એટલે લોકો ટૂથપેસ્ટ ખરીદતા સમયે ખૂબ સાવધાની વર્તે છે જેનાથી કે એ મના દાંતોની ચમક જળવાઈ રહે છે.આ સમય માર્કેટમાં ઘણા પ્રકારની ટૂથપેસ્ટ જેમ કે મીઠાવાળી ટૂથપેસ્ટ,વગર મીઠાવાળી ટૂથપેસ્ટ,વાઈટનિંગ જેલ્સ વગેરા.

પરંતુ શું તમે જાણો છો કે ટૂથપેસ્ટ સ્કીન માટે પણ ખૂબ ફાયદાકારક અને અસરદાર છે? અહી અમે તમને વાઇટ ટૂથપેસ્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે આ કઈ રીતે તમારી સુંદરતાને નિખારી શકે છે.

ફેસપેક તરીકે

તમે ટૂથપેસ્ટને ફેસપેક તરીકે લગાવી શકો છો.તેના માટે સૌથી પહેલા ચહેરાને પાણીથી ધોઈને સુકાવી લો અને ટૂથપેસ્ટની એક પરત આખા ચહેરા અને ગળા પર બરાબર પ્રમાણમાં લગાવી લો.આ પેસ્ટને આજ રીતે ૧૫ મિનિટ સુધી રહેવા દો.તેનાથી ચહેરા પર થોડી બળતરા થઈ શકે છે પરંતુ તેનાથી પરેશાન ન થવું.

આ પેસ્ટને ચહેરા પર લગાવવાથી ચહેરાનાં પોર્સ બંધ થઇ જશે,સ્કીન ટાઇટ થશે અને ચહેરાની ચમક વધશે.ટૂથપેસ્ટમાં રહેલી હર્બલ ચીજો જેમ કે મધ અને લવિંગ તેને વધુ સારું બનાવે છે.

Mouth Nose Eyes Lips Woman Eyelashes Face Pupil

બ્લેકહેડ્સમાં ફાયદાકારક

બ્લેકહેડ્સથી છૂટકારો મેળવવા માટે તેની એક જાડી પરત નાક પર લગાવો.તેને સુકાવા માટે છોડી દો.એક સોફ્ટ ટૂથબ્રશને થોડું ભીનું કરીને પેસ્ટને આરામથી ક્લોકવાઈસ રબ કરો.થોડીવાર રબ કર્યા બાદ પાણીથી ધોઇ લો,તમને પોતાને અનુભવ થશે કે બ્લેકહેડ્સ ગાયબ થઇ ગયા છે.સ્કિનનાં પોર્સ પણ સાફ અને ક્લિયર થઈ જશે.

સનટૈનને દૂર કરવામાં ફાયદાકારક

વાઈટનીંગ પ્રોપર્ટી વાળા ટૂથપેસ્ટ સનટૈનને દૂર કરવામાં ફાયદાકારક છે અને તેના સાથે સાથે સ્કિન પર ચમક આવે છે.સનટૈન રિમૂવ કરવા માટે એ ક કાંચનાં કપમાં થોડી ટૂથપેસ્ટઅ,એક લીંબુનો રસ ઉમેરીને ભેગા મિક્સ કરી લો. આ પેસ્ટને શરીરનાં ખુલ્લા ભાગ ચહેરો,ગળુ,હાથ,બાજુ અને પગ પર લગાવો.

અડધી કલાક માટે પેસ્ટને તેમજ છોડી દો પછી પાણીથી ધોઈને સાફ કરી લો.સારું પરિણામ મેળવવા માટે ત્રણ દિવસ સુધી દરરોજ આ પ્રકિયાને કરતા રહો.

નખની ચોખ્ખા અને ચમકદાર બનાવે છે

નખને ચમકદાર બનાવવા માટે ટૂથપેસ્ટને નખ અને ક્યુટિકલની ઉપર સારી રીતે લગાવો.તેને લગાવીને ૧૫ મિનિટ સુધી છોડી દો.બ્રશ વડે ઘસીને ક્યુટિકલ અને નખને સાફ કરી લો.સાફ કરતા જ જેમ જ ટૂથપેસ્ટ નખ પર થી હટશે નખ સુંદર,ચમકદાર દેખાવા લાગશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ