જો તમારામાં હિંમત હોય તો જ આ જગંલમાં જવું, નહીં તો ક્યારે પાછા નહીં આવો

ભયકંર જંગલોની સફર- જંગલ હંમેશા ખતરનાક જ હોય છે અને રહસ્યમયી હોય છે અને બહુ ઓછા લોકો હોય છે જે ખતરનાક જંગલોમાં જવાની હિંમત રાખતા હોય છે, કેમ કે, જંગલમાં ખોવાઈ જવાનો ડર રહે છે તેમજ એક એક સેકન્ડે મુશ્કેલી અને ડરનો અહેસાસ થાય છે.

આજે અમે તમને જણાવીશું કેટલાંક એવા ખતરનાક જંગલો વિશે-

બ્લેક ફોરેસ્ટ, જર્મની-

જર્મનીના બ્લેક ફોરેસ્ટનું નામ પણ ડરાવે તેવું છે. તેના વિશે જર્મનીમાં ઘણા કિસ્સાઓ મશહૂર છે. ભૂત, પરિયો અને એવા કેટલાંક કિસ્સાની કહાની પર આધારિત છે, પરંતુ દક્ષિણ-પશ્ચિમ જર્મનીના આ હિસ્સમા હાઈકિંગ માટે જતા લોકો તેને એક સારો અનુભવ માને છે.

હેલેર્બોસ ફોરેસ્ટ, બેલ્જિયમ-

દર વર્ષે વસંતમાં આ જગંલની ધરતી ફૂલોની ચાદરથી ઢંકાઈ જાય છે. તેમજ જાંબલી-વાંદળી બેલ્જિયમ ફૂલો જમીન પર ચાદરની જેમ ફેલાયેલા હોવાથી અહીંથી પસાર થતા લોકો માટે સ્વર્ગ જેવો અનુભવ કરાવે છે.

ગોબ્લિનના જગંલ, ન્યૂઝિલેન્ડ-

આ જગંલોની ખાસિયત એ છે કે ત્યાં ઝાડ ચમકે છે. કેમ કે જમીનના આ હિસ્સામાં વર્ષમાં મોટાભાગના સમયમાં વરસાદ થાય છે. એટલા માટે બધા વૃક્ષો પર લીલી શેવાળ જામી જાય છે. તેનાથી ઝાડમાં એક અલગ પ્રકારની ચમક આવે છે.

રાટા ફોરેસ્ટ, ન્યૂઝીલેન્ડ-

આ જગંલમાં એવા વૃક્ષો છે જેની ડાળીઓ વાંકી ચૂંકી હોય છે. આ જગંલમાંથી હાઈકિંગ જવા માટેના કેટલાંક રસ્તા પણ નીકળે છે.

ક્રુકેડ ફોરેસ્ટ, પોલેન્ડ-

હજું સુધી એ જાણી નથી શકાયું કે આ જગંલના બધા ઝાડના નીચેનો ભાગ એક તરફ કેમ વળેલો છે. અહીં 1930ની આસપાસ પાઈન ઝાડ ઉગાડવાનું શરૂ કરવામાં આવ્યું હતું. માનવામાં આવે છે કે પ્રકૃતિક રૂપથી વળેલા ઝાડ પ્રાપ્ત કરવા માટે અહીં ઝાડ લગાવામાં આવ્યા છે. પરંતુ તેના વિશેનું રહસ્ય કોઈ નથી જાણતું.

મોસ સ્વોમ્પ ફોરેસ્ટ, રોમાનિયા-

રોમાનિયા સુંદર પહાડો અને જગંલોનો દેશ છે. પરંતુ અહીંના જગંલોમાં બોગ મોસથી ઢાકેલા હિસ્સામાં જવા માટે કદાચ પહેલાથી થોડી જાણકારી પ્રાપ્ત કરલી જરૂરી છે.

આઓકીગહોરો, જાપાન-

આ જગંલ જાપાનમાં માઉન્ટ ફિજીની તળેટીમાં આવેલું છે. તેને ઝાડનો સમુદ્ર પણ કહેવામાં આવે છે કેમ કે તે બહુ મોટું જગંલ છે. જો તમે સાવધાની ન રાખો તો, કોઈ પણ વ્યક્તિ અહીં ગૂમ થઈ શકે છે. ચાલીને જતા લોકો માટે અહીં ઝાડ પર નિશાન બનાવીને ચાલવાની સલાહ આપવામાં આવે છે.

હોઈયા ફોરેસ્ટ, રોમાનિયા-

હોઈયા-બાસિઉ જગંલ દુનિયાનું સૌથી પાપી જગંલ કેહવામાં આવે છે. તેના વિશે એવી ધારણા છે કે તે બરમૂટા ટ્રાઈંગલ છે. તેને ટ્રાંસિલ્વેનિયાનું બરમૂડા ટ્રાઈંગલ પણ કહેવામાં આવે છે. ઘણા લોકોએ આ જગંલમાં બીજા ગ્રહોના પ્રાણી હોવાની વાત કરી છે તો કોઈ એવી વાત કરે છે કે આ જગંલમાં ભૂત દેખાય છે. જગંલની વચ્ચે એક એવા ગોળાની કહાનિયા પણ પ્રખ્યાત છે, જ્યાં ઘણી અજીબો-ગરીબ વસ્તુ હોય છે.

ઓજારેટા ફોરેસ્ટ, સ્પેન-

સ્પેનના આ જંગલમાં ખૂબસૂરત ગોર્બિયા નેચરલ પાર્ક પણ છે. અહીં કેટલાંક પ્રાચીન ઝાડ જોવા મળે છે અને વાતાવરણ મોટા ભાગે ધુમ્મસ વાળું હોય છે. તેના કારણે આ જગંલ એક રહસ્મય આવરણથી ઘેરાયેલું છે તેવું જણાય છે.

સિંગી જગંલ, મેડાગાસ્કર-

તેને અણીદાર જગંલ પણ કહેવામાં આવે છે કેમ કે જંગલના આ હિસ્સામાં ધાર વાળા ઝાડ છે. તે 70 મીટરની ઉંચાઈ સુધી હોય છે અને આ જગંલનું ભૂગોળ જ તેને દુનિયાના સૌથી ખતરનાક રાષ્ટ્રીય જંગલમાંથી એક બનાવે છે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ 

જો તમને પણ રોમાંચ પસંદ હોય તો આ જગંલમાં તમે ફરવા માટે જરૂરથી જઈ શકો છો, પરંતુ તે પહેલાં પોતાની જાતને મજબૂત કરવી પડશે.

ટીપ્પણી