જલ્સા કરોને જેંતીલાલ

દાંપત્ય જીવનમાં સુખ-શાંતિ માટે આ રીતે કરો તુલસી વિવાહ, અનેક મુશ્કેલીઓ થઇ જશે દૂર…

તુલસી વિવાહ: તુલસીમાં છે અનેક સદગુણો.. જાણો તુલસી વિવાહની પરંપરા, ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ સહિત જાણો કઈરીતે છે દાંપત્ય જીવન માટે લાભદાયી…

કાર્તિક મહિનાના શુક્લ પક્ષની એકાદશીને દેવઊઠી એકાદશી કહેવામાં આવે છે. દિવાળી પછીના સાત દિવસ પછી દેવઊઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ વિશ્રામમાંથી ઊઠે છે અને સૃષ્ટિના તમામ કાર્યનું ભારણ ફરીથી સંભાળે છે. આ એકાદશીથી ચાર માસથી સ્થગિત થયેલા સંસારના તમામ મંગળ કાર્યો શરૂ કરવામાં આવે છે. આ એકાદશીમાં તુલસી વિવાહનું પણ મહત્વ છે, આ દિવસે ભગવાન શાલિગ્રામ સાથે તેમને પરણાવવાની વિધિ કરીને ઉત્સવ પણ ઉજવવામાં આવે છે. આ વર્ષે ૮મી નવેમ્બરના રોજ દેવઊઠી એકાદશીનું વ્રત કરવામાં આવશે.

image source

જાણો કોણ છે એ શાલિગ્રામ જેમની સાથે થાય છે તુલસીજીના વિવાહ…

ધાર્મિક શાસ્ત્રોમાં ભગવાન શાલિગ્રામને શ્રી નારાયણનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે માતા તુલસી વિના ભગવાન શાલિગ્રામની ઉપાસના અધૂરી છે અને ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના આશીર્વાદથી લગ્ન જીવનના તમામ વિરોધાભાસ, તકલીફો, દુઃખ અને રોગ વગેરેને દૂર કરે છે. તુલસી શાલિગ્રામ લગ્ન કરીને કન્યાદાન જેવા પુણ્ય મેળવે છે. એવી માન્યતા છે કે શ્રી શાલિગ્રામ જીને ચડાવેલ તુલસી ઉમેરેલ ચરણામૃત પીવાથી ભયાનક ઝેરની અસર પણ દૂર થાય છે અને વધુમાં, જે વ્યક્તિ ચરણામૃત પીવે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને તેમને વૈંકુંઠમાં વાસ થાય છે.

image source

જાણો તુલસી વિવાહ કરવાની ખરી વિધિ, આ રીતે કરશો ઉત્સવ તો રહેશે દાંપત્ય જીવન સુખી –સંપન્ન!

હિંદુ ધર્મમાં તુલસીના છોડ કરતાં અન્ય કોઈ છોડ જેટલો ભાગ્યે જ મહત્વપૂર્ણ હશે. તુલસીનું મહત્વ ફક્ત ધાર્મિક શાસ્ત્રોમાં જ નથી, પરંતુ તે વૈજ્ઞાનિક અને ઔષધિય દ્રષ્ટિકોણથી પણ વિશેષ છે. વ્રત – તપ, મંત્ર – જાપ, ઉપવાસ, કથા, ધાર્મિક કાર્યક્રમો અને ભગવાનના અનેક કિર્તનોમાં તુલસીનું ખાસ મહત્વ આપણે જોઈએ છીએ.

તુલસી પૂજા

image source

હિન્દુ ધર્મમાં આસ્થા રાખનારાઓના ઘરે આપણને ચોક્કસપણે તુલસીનો છોડ જોવા મળશે. તુલસીની પૂજા સવારે અને સાંજે બંને સમયે કરવામાં આવે છે. તુલસી કયારે સવારે સૂર્ય અર્ઘ્ય આપવાનું અને સાંજે દીવો અગરબત્તી કરીને પૂજા કરવાનું મહત્વ છે.

ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના તમામ અવતારોની ઉપાસનામાં તુલસીનો સમાવેશ કર્યા વિના અધૂરો માનવામાં આવે છે. હનુમાન જીને પણ તુલસીની પ્રસાદી ધરાવવામાં આવે છે. પદ્મપુરાણ, બ્રહ્મવૈવર્ત, સ્કંદ અને ભાવિષ્ય પુરાણમાં પણ તુલસીના છોડનું ખૂબ જ મહત્વ આલેખાયેલું છે.

તુલસી વિવાહ

image source

કાર્તિક મહિનાના શુક્લ પક્ષની તિથિ દેવઊઠી એકાદશીના પવિત્ર દિવસે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગનિંદ્રાથી જાગે છે અને બ્રહ્માંડની સમસ્ત સૃષ્ટિનો કાર્યભાર સંભાળે છે. આ દિવસે તુલસીના વિવાહ ભગવાન વિષ્ણુની સાથે તેમના પ્રતીક રૂપે શાલિગ્રામ સ્વરૂપે કરવામાં આવે છે. તે પછી ચાર માસ સુધી સ્થગિત થયેલા તમામ શુભ કાર્યો શરૂ કરવામાં આવે છે. તુલસી વિવાહમાં જે યજમાન હોય તેમને કન્યાદાન કર્યા સમાન પુણ્ય મળે છે અને ઘર, ધન અને સંપત્તિમાં સુખ શાંતિ રહે છે. કહેવાય છે જેમને દીકરીના જન્મથી વંચિત રહ્યા હોય તેમણે આ વિવાહમાં જરૂર ભાગ લેવો જોઈએ. જેમને દાંપત્યજીવનમાં સુખ સમૃદ્ધિની કામના હોય તેમણે પણ તુલસી વિવાહ જરૂર કરાવવા જોઈએ.

તુલસીનું ધાર્મિક મહત્વ

image source

ભગવાનને ભોગ ધરાવતી વખતે તુલસીદળ ઉમેરીને પ્રસાદ રૂપે અર્પણ કરવાથી શુભ ફળ મળે છે. ભગવાન જે પ્રસાદીના ભોગની સાથે તુલસી પત્ર ન રાખેલું હોય તો તેને સ્વીકારતા નથી. પદ્મ પુરાણમાં એવું કહેવામાં આવે છે કે જ્યાં તુલસીનો એક છોડ છે. ત્રિદેવોના આશીર્વાદ રહે છે તે ઘર પરિવારમાં અને ત્યાં બ્રહ્મા, વિષ્ણુ અને શંકર એમ ત્રણેય દેવોનો વાસ રહે છે. ખાસ કરીને મહિલાઓ દ્વારા તુલસીની પૂજા કરવામાં આવે છે. આનાથી તેમને સદનસીબ અને સમૃદ્ધિના શુભ આશીર્વાદ મળે છે.

ગરુડ પુરાણ મુજબ મૃત્યુનો સમય નજીક આવે છે ત્યારે તુલસીના પાન સાથે પાણી પીવડાવનાર વ્યક્તિ તમામ પ્રકારના પાપોથી મુક્તિ મેળવે છે. અને તેને મૃત્યુ બાદ મોંમાં તુલસીદળ મૂકવાથી અગ્નીસંસ્કાર બાદ તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

image source

એક રીતે જોઈએ તો પૂજા વિધિમાં જ્યાં વાસી ફૂલોનો ઉપયોગ અને અને વાસી પાણીને ભગવાનની ઉપાસનામાં પ્રતિબંધિત કરવામાં આવે છે, પરંતુ તુલસીદલ વાસી હોવા છતાં પણ વર્જિત માનવામાં આવતી નથી. તુલસી પત્રને કોઈ પણ સંજોગોમાં અપવિત્ર માનવામાં આવતું નથી. તેને ધોઈને ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. અથવા દસ દિવસ સુધી તેને પૂજામાં ચડાવી શકાય છે.

વહેલી સવારે તુલસીના દર્શન કરવાથી મન અને વિચારોમાં સકારાત્મક ઉર્જા આવે છે. એવું કહેવામાં આવે છે કે દેવ અને રાક્ષસો દ્વારા સમુદ્ર મંથન દરમિયાન પૃથ્વી પર મળેલા અમૃતની અસરને કારણે તુલસીની ઉત્પત્તિ થઈ છે.

તુલસી વિવાહની પૂજામાં આ સામગ્રીઓનો થશે ઉપયોગ…

image source

શેરડીના લાંબા સાંઠા, લગ્ન મંડપની સામગ્રી, સૌભાગ્ય શણગારની તમામ સામગ્રી જેમાં બંગડી, કાજળ, ચાંદલા, કંકુ, સિંદૂર જેવી વસ્તુઓ અને સાડી – ઘરેણાં વગેરે લઈ શકાય, ઘી, દીવા, ધૂપ, સિંદૂર, ચંદન, નૈવેદ્ય અને શણગાર માટે ફૂલો વગેરેનો સમાવેશ કરી શકાય છે.

તુલસી પૂજનનો શ્રેષ્ઠ મુહૂર્ત

તુલસી વિવાહને આપણાં પરિવારમાં થતાં હોય એવો જ લગ્નનો માહોલ બનાવીને ઉજવવામાં આવે છે. જેમાં જાન પ્રસ્થાન, હસ્તમેળાપ અને ફેરા જેવી બધી જ વિધિઓ થાય છે. જે સામાન્ય રીતે ગૌધુલિક સમયે થતી હોય છે. જેનું આ વખતે શુભ મુહૂર્ત સાંજે ૭:૫૦થી ૯:૨૦ સુધીના શુભ ચોઘડિયામાં તુલસીની પૂજા કરવી જોઈએ.

તુલસી પૂજા કરવાની રીત

 

image source

તુલસીની આજુબાજુ શેરડીના સાંઠાંથી થાંભલા બનાવો અને તેના ઉપર સુંદર ફૂલો સજ્જ કરો અને રંગોલીથી અષ્ટદળ કમળ બનાવો. જેમાં શંખ, ચક્ર અને ગાયના પગ બનાવો. તુલસી સાથે આમળાનું કુંડું પણ રાખવું જોઈએ. દસાક્ષરી મંત્રથી તુલસીજીનું આહવાન કરો અને ચારેકોર ઘીના દીવડાઓ પ્રગટાવો. તુલસીની આજુબાજુ દીવા કરો અને મંડપને સુંદર રીતે સજાઓ.

તુલસીના છોડ ઉપર લાલ ચુંદડી ઓઢાડો. તુલસીને બંગડી અને શણગારની અન્ય સામગ્રી અર્પણ કરો. ત્યારબાદ શ્રી ગણેશ જી અને શાલીગ્રામની પૂજા કરો. હાથમાં ભગવાન શાલિગ્રામની મૂર્તિને આસન આપીને સ્થાપના કરો. તેને તુલસીના છોડ સાથે સાત ફેરા ફરાવો. મંગળ ફેરા કરીને પછી યજમાને વિવાહ મંડપની આરતી કરવી જોઈએ. આમ કર્યા બાદ લગ્ન પ્રસંગોમાં ગવાતા હોય તેવા મંગલગીત સાથે લગ્ન સમારોહ પૂર્ણ થાય છે.

image source

તુલસી જીને ઓછામાં ઓછી વીસ વાર પ્રદક્ષિણા કરો. દેવઊઠી એકાદશીના દિવસે શ્રીહરિને તુલસી અર્પણ કરવાની વિધિ કરવી તે દસ હજાર ગોદાન સમાન પૂણ્યનું કાર્ય છે. જે યુગલોનાં સંતાન નથી, સંતાન ઇચ્છુંક દંપતીએ તુલસી પાઠ જરૂર કરવું જોઈએ.

તુલસીની પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ કરો. તેમજ તુલસી નામાષ્ટક બોલવું જોઈએ…

image source

તુલસી વિશેનું વૈજ્ઞાનિક મહત્વ અને સંશોધન જાણો…

તુલસીનો છોડ પણ કુદરતી હવાનું શુદ્ધિકરણ કરે છે જે હવાનું પ્રદૂષણ ઘટાડવામાં ખૂબ અસરકારક છે. તુલસીના છોડમાં યુજેનોલ નામના એક ઓર્ગેનિક એડિટિવ છે જે મચ્છર, માખી અને વિવિધ જંતુઓને દૂર કરનાર તરીકે પણ કામ કરે છે. સંશોધનમાંથી જાણવા મળ્યું છે કે તુલસી એ ટીબી-મેલેરિયા અને અન્ય ચેપી રોગો સાથેના વ્યવહારમાં અસરકારક છે.

image source

તુલસીમાં ખાસ પ્રકારનું એન્ટીઓકિસડન્ટ હોય છે જે શરીરના મૃત કોષોને નિવારીને નવા કોષો બનાવવામાં મદદરૂપ છે, તેથી કેન્સર જેવા જીવલેણ બીમારી મટાડવામાં મદદગાર સાબિત થાય છે. તુલસીનું નિયમિત સેવન કરવાથી શરીરમાં ઊર્જાના પ્રવાહને નિયંત્રિત કરવામાં આવે છે અને વ્યક્તિના આયુષ્યમાં વધારો થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version