દાળવડા – જો તમે પણ મણિનગર મળે છે એવા જ દાળવડા બનાવવા માંગો છો તો નોંધી લો રેસીપી…

દાળ વડા

સામગ્રી

  • ચણા દાળ : ૧/૨ કપ (૩૦૦ગ્રામ),
  • મૂંગ દાળ : ૧ ચમચી,
  • ચોખા : ૧ ચમચી,
  • અડદ દાળ : ૧ ચમચી,
  • લીલા મરચા : ૪થી ૫,
  • લસણ : ૮ થી ૧૦,
  • આદુ : ૧/૪ નાનો ટુકડો,
  • પાણી : ૨ કપ,
  • મીઠું : સ્વાદ મુજબ,
  • તેલ : તળવા માટે,

રીત-

• સૌપ્રથમ ચણા ની મૂંગ ની અડદ ની દાળ અને ચોખા ને એક વાસણ માં મિક્સ કરી ને અને પાણી થી બરોબર ધોઈ નાખો


• પછી એને ૬ થી ૭ કલાક પલાળી દો

• પછી અને મિક્સર માં પીસી લો અને પીસતી વખતે એમાં લીલા મરચા લસણ અને આદુ નાખી દો વધારે તીખું પસંદ હોઈ તો વધારે મરચા નાખી શકો છો


• પીસતી વખતે પાણી જરૂર પડે તો એડ કરવું અને દાળ થોડી અચકચરી રહી જાય તો પણ ચાલે
• પીસાય જાય એટલે દાળ વડા ના ખીરા ને ૧ કલાક રેસ્ટ માટે મૂકી દો


• પછી એમાં મીઠું એડ કરી ને અને એક વાર બરોબર મિક્સ કરી દો
• પછી તળવા માટે ગેસ પર એક કઢાય માં તેલ ગરમ કરવા મુકો


• પછી દાળવડા તળી લો અને દાળવડા તળતી વખતે એને હલાવતા રો જેથી બધી બાજુ થી સરખી રીતે તળાય જાય


• થોડા ક્રિસ્પય તળવા ના તો ખાવા માં સારા લાગે


• તળાય જાય એટલે એને ડુંગળી અને તળેલા લીલા મરચા સાથે સર્વ કરો
• તો તૈયાર છે ગરમ ગરમ દાળવડા

નોંધ :
દાળવડા ના ખીરા માં ખાવા નો સોડા નાખવાની જરૂર નથી

રસોઈની રાણી : બીનલ પ્રજાપતિ

મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

ટીપ્પણી