“દારિયાની ચીકી” (દાળિયાની ચીક્કી) – મારા ઘરમાં ફક્ત મારા કાકીને જ આવડતી હતી પણ હવે હું પણ બનાવી શકીશ..

“દારિયાની ચીકી”

સામગ્રી:

૨૫૦ ફોતરી ઉતારેલા ફાડા દારિયા ,
૧૪૦ ગ્રામ ગોળ જેવું ગળ્યું જોતું હોય તે પ્રમાણે વધ ઘટ,
૧ ૧/2 ઘી,

રીત:

સૌ પ્રથમ પ્લેટફોર્મ સાફ કરી, તેલ કે ઘી વાળો હાથ પ્લેટફોર્મ પર અને વેલન પર ફેરવી દેવો. કડાઈમાં ઘી મૂકી ગોળ નાખી હલાવતા રહો. ગોળનો પાયો આવી જાય એટલે કે ઉભરો આવે ત્યાં સુધી હલાવતા રહો. ગેસ બંધ કરી દરિયા ઉમેરી બરાબર મિક્ષ કરી લો.

હવે ઘી કે તેલ વડે જે પ્લેટફોર્મનો ભાગ ગ્રીસ કરેલ છે તેના પર મિશ્રણ નાખી ગ્રીસ કરેલા વેલન વડે વણી લો, બને તો બે વેલન ગ્રીસ કરીને રાખવા જેથી એક વેલનમાં ચોટે તો તરત બીજું વેલન વાપરવા થાય તરત ચપ્પા વડે આંક પાડી દેવા ઠંડી પડે પછી બધા પીસ અલગ કરી લેવા. તો તૈયાર છે દારિયાની ચીકી !

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી