દાળ ઢોકળી – ગુજરાતી હોય કે નોન ગુજરાતી દરેકને ખૂબ જ ભાવતી આ વાનગી આજે નોંધી લો.

આજે આપણે બનાવીશું બધાની મનપસંદ દાળ ઢોકળી ,આ રેસીપી ગુજરાતી હોય કે નોન ગુજરાતી દરેક ને ખૂબ જ ભાવતી હોય છે અને આજે હું તમને એને એકદમ સરળ રીતે કૂકર માં કઈ રીતે બનાવવી એ શીખવાડવાની છું જેથી તમે ઓછા સમયમાં ખૂબ જ સરસ દાળ ઢોકળી બનાવી શકો.

સામગ્રી

 • ૨ કપ ઘઉં નો ઝીણો લોટ,
 • ૧/૨ ચમચી અજમો,
 • ૧ ચમચી હળદર,
 • ૨ ચમચી લાલ મરચું,
 • ૨ ચમચી તેલ,
 • મીઠું સ્વાદ પ્રમાણે,
 • પાણી (આશરે ૩/૪ કપ).

દાળ બનાવવા :

 • ૧/૨ કપ તુવેર દાળ
 • ૧ – ૧/૨ કપ + ૫૦૦મિલિ પાણી
 • મીઠું સ્વાદ પ્રમાણે
 • ૧ ચમચી હળદર,
 • ૨ ચમચી લાલ મરચું,
 • ૧ ચમચી ધાણાજીરું,
 • ૩ ચમચી જેટલો ગોળ,
 • સીંગદાણા,
 • મીઠી લીંબડો.

વઘાર માટે :

 • ૧-૧/૨ ચમચી તેલ
 • ૧/૨ ચમચી રાઈ
 • ચપટી જીરું
 • ૧ સુકું મરચું
 • હિંગ
 • અન્ય સામગ્રી
 • લીંબુ
 • કોથમીર

રીત : 

 • લોટ માં બધા મસાલા અને તેલ એડ કરી મિક્ષ કરી લો હવે એમાં થોડું થોડું પાણી એડ કરતાં જાવ અને પરોઠા જેવો લોટ બાંધી લો
 • દાળ ને બાફીને તેમાં બધા મસાલા કરી દો અને એને ઉકળવા મુકો
 • જે લોટ બાંધ્યો છે એમાં થી મોટી પાતળી રોટલી વણી લો (૬-૭ જેટલી મેં વણીને લીધી છે
 • હવે એક એક રોટલી લઈ એમાં થી ઢોકળી કટ કરો અને દાળ ઉકળે એટલે કુકર માં ઉમેરતા જાવ દર વખતે ઢોકળીને હલાવતા રહેવું જેથી તે એકબીજા સાથે ચોટી ના જાય ,હવે આ જ રીતે ઢોકળીને ૫ મિનીટ ઉકળવા દો (આ રીતે ચઢવા દેવાથી ઢોકળી ૫૦ % જેવી ચઢી જશે અને જયારે કુકરની વ્હીસલ વગાડી તો પણ એ સરસ છૂટી બનશે એકબીજા સાથે ચોટી નહી જાય )
 • વઘાર માટે તેલ ગરમ કરવા મુકો અને એમાં રાઈ ,જીરું ,સુકું મરચું અને હિંગ એડ કરી વઘાર તૈયાર કર
 • હવે આ વઘાર દાળ ઢોકળી માં ઉમેરી દો અને મિક્ષ કરી મીડીયમ ગેસ પર એની ફક્ત ૧ વ્હીસલ કરી લો
 • ૧ વ્હીસલ પછી ઢોકળી બનીને તૈયાર છે એમાં થોડો લીંબુ નો રસ અને સમારેલી કોથમીર એડ કરી મિક્ષ કરી લો
 • હવે આ દાળ ઢોકળી સર્વિંગ માટે તૈયાર છે.

સૌજન્ય :  શ્રીજી ફૂડ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી