ધાર્મિક સ્થળે સાવચેતી: કોરોનાનું સંક્રમણ વધતા ડાકોર ટેમ્પલ કમિટિએ લીધો મોટો નિર્ણય, આ દિવસોમાં ભૂલથી પણ ના જતા દર્શન કરવા, નહિં તો…

રાજ્યમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ જેટ ગતિથી વધવા લાગ્યું છે. દિવાળીના તહેવાર દરમિયાન થયેલી ભીડના કારણે કેસ વધ્યા હોવાનું તારણ સામે આવ્યું છે ત્યારે દેવ-દેવાળીના પર્વ પર પહેલાથી જ તકેદારી રાખવામાં આવી રહી છે. દેવ દિવાળી પર પણ લોકો મોટી સંખ્યામાં ધાર્મિક સ્થળોએ દર્શ કરવા જતા હોય છે તેવામાં ડાકોર મંદિર સમિતિએ મહત્વનો નિર્ણય લીધો છે.

image source

ડાકોર ટેમ્પલ કમિટિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે તુલસી વિવાહના દર્શન સમયે ભક્તોને મંદિરમાં પ્રવેશ મળશે નહીં. મંદિરમાં થતી વિધિ બંધ બારણે કરવામાં આવશે. જેથી ભક્તો મંદિરમાં મોટી સંખ્યામાં મંદિરે એકત્ર થાય નહીં અને સંક્રમણ વધવાનું જોખમ રહે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે દેવઊઠી એકાદશી એટલે કે તુલસી વિવાહ નિમિત્તે દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો ડાકોર ખાતે દર્શન કરવા જતા હોય છે. તેવામાં આ વર્ષે કોરોનાના સંક્રમણના ભય વચ્ચે મંદિર સમિતિએ આ નિર્ણય લીધો છે.

image source

તુલસી વિવાહ અને 30 નવેમ્બરે આવતી પૂનમને લઈને મંદિર સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચા બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે. પૂનમના દિવસે પણ મોટી સંખ્યા ભક્તો પૂનમ ભરવા ડાકોર આવતા હોય છે. જણાવી દઈએ કે રાજ્યભરના શહેરોની સાથે ડાકોરમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે તેવામાં જો આ બંને પર્વ પર મોટી સંખ્યામાં ભક્તો બહારથી પણ આવે તો સંક્રમણ વધી શકે છે. એટલા માટે લોકહિતને ધ્યાનમાં રાખી અને મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

image source

ડાકોરના મંદિર ખાતે તુલસી વિવાહના રોજ સાંજે ભક્તોને દર્શન માટે પ્રવેશ આપવામાં આવશે નહીં, ઉપરાંત મંદિરમાં 30 નવેમ્બર અને પૂનમની પૂજા પણ ભક્તો વિના બંધ બારણે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પૂનમનું વિશેષ મહત્વ હોવાથી ભક્તો દૂર દૂરથી આવતા હોય છે તેવામાં લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ અમદાવાદ નજીક આવેલા મહુડી ખાતે પણ જૈન મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

image source

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાનો કહેર ફરીથી વધી રહ્યો છે જેમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાઈ રહ્યા છે જેને લઈ શુક્રવારે રાત્રીથી સોમવાર સવાર સુધી સતત 60 કલાક કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું હતું ઉપરાંત આગામી 7 ડિસેમ્બર સુધી પણ રાત્રે 9થી સવારે 6 કલાક સુધી કર્ફ્યુ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ