શું તમે પણ આ પ્રશ્નના જવાબથી કન્ફ્યુઝ છો કે વાળમાં તેલ નાખવુ જોઇએ કે નહિં? તો જાણી લો હકીકત વિશે.

રોજ વાળમાં તેલ લગાવવા અંગેની મૂંઝવણ નો ઉપાય

લાંબા કાળા ચમકતા અને સ્વસ્થ વાળ સૌને ગમે છે.સ્ત્રીઓ માટે તો વાળ સુંદરતા ની વ્યાખ્યામાં સૌથી પહેલા આવે છે.વાળની વિવિધ સ્ટાઇલ દ્વારા સ્ત્રી પોતાના સૌંદર્યને વધુ નિખાર આપી શકે છેવાણી યોગ્ય માવજત માટે આપણે સૌ વર્ષોથી માથામાં તેલનું મસાજ કરતા આવ્યા પરંતુ માથામાં તેલ માલિશ માટેની યોગ્ય રીત ઘણા લોકો અજાણ છે.વાળને સ્વસ્થ રાખવા માટે ઈન્ટરનેટ ઉપર પણ લોકો અવનવા ઉપાયો શોધતા રહ્યા છેવાળની ઉપરી ત્વચાને સ્વસ્થ અને hydrate રાખવા માટે વાળને પોષણ મળવું જરૂરી છે.વાળમાં યોગ્ય રીતે તેલનું માલિશ કરવાથી વાળને પોષણ મળી રહે છે. તેલ માલિશ કરવાથી માથા માં ફોડલી કે ખોડાની સમસ્યા થતી નથી.વાળની ત્વચા પોષણયુક્ત રહે છે જેને કારણે વાળ અકાળે સફેદ થતાં નથી અને લિસ્સા, ભરાવદાર અને ચમકીલા રહે છે.

જોકે માથામાં તેલ નાખવાથી વાળમાં ચીકાશ ઊભી થાય છે . વાળ ચપટા અને બેસેલા રહે છે. જેને કારણે આકર્ષક વ્યક્તિત્વ પર અસર જરૂર પડે છે પણ વાળમાં નિયમિત તેલ નાખવાથી વાળને લગતી ઘણી બધી સમસ્યાઓનું નિવારણ થાય છે.

image source

માથામાં તેલ ક્યારે ,કેટલું અને કેવી રીતે લગાડાય તે અંગે થોડી જાણકારી મેળવીએ.

મોટેભાગે લોકોના મનમાં એવો પ્રશ્ન રહે છે કે વાળમાં તેલ લગાવવું જોઈએ ? શું વાળમાં તેલ લગાવવું જરૂરી છે?

એનો જવાબ છે કે હા, વાળમાં નિયમિત રીતે તેલ લગાવવું જરૂરી છે. વાળમાં નિયમિત તેલ મસાજ કરવાથી વાળ મજબૂત બને છે અને લાંબો સમય સુધી આરોગ્યપ્રદ રહે છે. ઉપરાંત વાળની યોગ્ય માવજત કરવામાં આવે તો લાંબા સમય સુધી વાળ કાળા રહે છે .તેમજ જાનદાર પણ રહે છે. વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ અઠવાડિયામાં વાળમાં બેથી ત્રણ વાર તેલ માલિશ કરવી જોઈએ જેનાથી વાળ અને વાળની ત્વચા સાથે જોડાયેલી સમસ્યાઓ થી બચી શકાય છે.

વાળમાં તેલ ક્યારે લગાવવું જોઈએ?

image source

આ પણ એક મહત્વનો પ્રશ્ન છે.સામાન્ય રીતે તો જ્યારે પણ ઇચ્છા થાય ત્યારે માથા માં તેલ નાખવામાં આવે છે પરંતુ ખાસ જણાવીએ કે સ્નાન કર્યા પહેલાં અને સ્નાન કર્યા પછી વાળમાં કરેલી તેલમાલિશ ઉત્તમ પરિણામ આપે છે. વાળમાં તેલ મસાજ કર્યા બાદ તેને માથામાં ઉતરવા દેવું જોઈએ. તેલ માલિશ કર્યા પછી ઓછામાં ઓછા અડધો કલાક બાદ વાળમાં શેમ્પૂ કરી શકાય. વાળ ધોયા બાદ કન્ડીશનર લગાવવું જોઈએ.

વાળ શેમ્પુથી એક વાર જોયા બાદ તેની પર કન્ડીશનર લગાવી થોડી વાર રહેવા દેવું ત્યાર બાદ વાળને પાણીથી ધોઈ નાખવા .કન્ડીશનર લગાવવાથી વાળ સારી રીતે હાઈડ્રેટ થાય છે.

વાળમાં કન્ડિશનર કરી આપવા બાદ પણ વાળમાં તેલ માલિશ કરી શકાય છે ત્યારબાદ વાળને 15 મિનિટ સુધી ઢાંકીને માથામાં તેલ ને ઉતારવા જેવું. માથામાં તેલ મસાજ કરવાથી વાળને પોષણ મળે છે વાળ મુલાયમ અને મજબૂત બને છે.

વાળમાં ઓઇલ મસાજ કરવાની રીત.

image source

વાળમાં ઓઇલ મસાજ કરવા અંગે વિવિધ રીતો પ્રવર્તે છે અને લોકોમાં આ અંગે ઘણી દ્વિધા પણ છે. બારમાં હોય મસાજ કર્યા પહેલા વાળને કાંસકાથી વ્યવસ્થિત રીતે ઓળી લેવા જોઈએ. ખાસ કરીને લાકડાનું કાંસકો વાપરવો તેનાથી વાળના ફોલિકલ stimulate થાય છે. ઉપરાંત વાળ માં રહેલું કુદરતી તેલ યોગ્ય રીતે કાંસકો ફેરવવાથી વાળના મૂળ થી વાળના છેડા સુધી ફેલાય છે.

ત્યારબાદ તેલ મસાજ નું તેલ નવશેકુ ગરમ કરવું. ગુજરાતી વાળની જેથી માં આંગળીના ટેરવાથી તેલ ભરતા જાવું. ધીરે ધીરે વાળમાં ટેરવાથી મસાજ કરવું જોઈએ.સધી માં તેલ લગાવ્યા બાદ વાળને છેડા સુધી ના વાળ પર તેલ લગાવવું તેમજ હળવા હાથે મસાજ કરવો. ટેરવાથી ગોળાકાર મસાજ કરતાં જવું. મસાજ કરવાથી વાળની અંદર ની ગ્રંથિઓ ઉત્તેજિત થાય છે. બ્લડ સર્ક્યુલેશન વધે છે. વાળ મૂળમાંથી મજબૂત બને છે.

image source

હેર મસાજ બાદ વાળને સ્ટિમ આપવાથી વધુ સારું પરિણામ મેળવી શકાય છે. વાળની સ્ટિમ આપવા માટે એક તપેલામાં ગરમ પાણી કરી તેમાં ટોવેલ પલાળી તેને નીચોવી માથા ઉપર લપેટી લેવો. દસ મિનિટ સુધી આ રીતે ટ્રીટમેન્ટ આપવી. વાળને વરાળ મળવાથી માથાના છિદ્રો ખૂલી જાય છે અને તેમાં વધુ સારી રીતે તેલ ઉતરી શકે છે. વાળને વરાળ આપવાથી પણ બ્લડ સર્ક્યુલેશન વધે છે.

વાળની સ્ટિમ આપ્યા બાદ અડધો કલાક પછી વાળમાં શેમ્પૂ કરી શકાય.

વાળમાં ઓઇલ મસાજ અને સ્ટીમ થેરાપી અઠવાડિયામાં બેથી ત્રણવાર કરી શકાય છે..

વાળ માટે સરસિયાનું તેલ ઉત્તમ માનવામાં આવે છે. સરસિયાના તેલથી વાળને પોષણ મળે છે ગરમી મળે છે ઉપરાંત અને ખોડાની સમસ્યામાં પણ રાહત મળે છે.

image source

વાળ માટે કોપરેલ તેલનો ઉપયોગ વિશેષ જોવા મળે છે. કોપરેલ વાળની ઉત્તમ ઔષધી માનવામાં આવે છે ્્ કોપરેલમાં રહેલા વિટામીન અને કાર્બોહાઈડ્રેટ્સ વાળનો ઉત્તમ ટોનિક છે.

બદામનું તેલ પણ વાળ માટે ગુણકારી છે. તેમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ તત્વો ઉપરાંત વિટામિન ઈ ફેટી એસિડ અને પ્રોટીન વાળને તૂટતા અને ખરતા બચાવે છે.

વાળમાં તરબૂચના બી માંથી બનાવેલું તેલ પણ ફાયદાકારક છે. તરબૂચના બી માંથી બનેલા તેલમાં ઓમેગા ૬ ફેટી એસિડ, વિટામીન બી જેવા પોષક તત્વો મોજુદ હોય છે જે સોરાયસિસ જેવી સમસ્યાઓની સામે વાળને રક્ષણ આપે છે.

image source

વાળમાં નિયમિત તેલ મસાજ કરવાથી ઘરમાં થતાં ખોડાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. વાળ ભરાવદાર અને ચમકીલા બને છે. વાળ મજબૂત બને છે તેને કારણે તે તૂટતા અને ખરતાં અટકે છે જે વાળનો જથ્થો વધારે છે. વાળને માતા પોષણથી વાળ લાંબા પણ થાય છે.

વાળમાં નિયમિત રીતે તેલ મસાજ કરવામાં ન આવે તો ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતાઓ રહેલી છે .એટલું જ નહીં વાળ બેજાન બને છે. માથાની ચામડી સૂકી બને છે. જેને કારણે માથામાં ખોડો અને ફોતરી ની સમસ્યા વકરે છે.નિયમિત રીતે માથામાં તેલ રાખવામાં ન આવે તો અનિદ્રાનો ભોગ પણ બની શકાય છે.

નિષ્ણાતોના મત મુજબ ભીના વાળમાં તેલ નાખવું નહીં .ભીના વાળમાં કાંસકો પણ ફેરવવો જોઇએ નહીં.

image source

તેલવાળા વાળ ને ચોખા જોવા પણ એટલા જ જરૂરી છે. માથામાં નાખેલું વધુ પડતું તે ચામડીના છીદ્રો બંધ કરે છે .જેને કારણે વાળના મૂળમાં યોગ્ય માત્રામાં ઓક્સિજન મળતો નથી અને વાળ નબળા પડી ને તૂટવાના શરૂ થાય છે.માટે માથામાં તેલ પણ યોગ્ય માત્રામાં જ નાખવું જોઈએ, તેમજ તેલ નાંખ્યા બાદ માથું સારા શેમ્પુથી વ્યવસ્થિત રીતે સાફ કરવું જોઈએ.

અતિશય ખોડાની સમસ્યા ધરાવતા વ્યક્તિ એ માથામાં તેલ નાખવું ટાળવું તેને બદલે એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ થી વાળ ધોવા . વાળને વ્યવસ્થિત સાફ સફાઈ કરીને પહેલા ખોડો દૂર કરવાનો ઉપાય કરવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ