દરરોજ આ રીતે કરો એક આઇસ ક્યૂબનો ઉપયોગ, ચહેરા પર લાગી જશે ચાર ચાંદ

માત્ર એક આઈસ ક્યૂબ તમારા ચહેરાની રોનક પાછી લાવી દેશે ! નિયમિત કરો એક આઇસ ક્યૂબનો પ્રયોગ અને મેળવો ચમકદાર સુંદર ત્વચા

સામાન્ય રીતે આપણે આઇસ ક્યૂબનો ઉપોયગ ક્યાંક વાગ્યું હોય અને સોજો આવે તેવા સમયે સોજાને દૂર કરવા કરતા હોય છે અને આપણે જાણીએ છે કે તેના માટે તે એક ખુબ જ હાથવગો, સરળ અને અકસિર ઉપાય છે. પણ તે સિવાય પણ તમે તેનો ઉપયોગ તમારી ત્વચાને સુંદર સુંવાળી બનાવવા માટે કરી શકો છો.

image source

આજે તો પાર્લરમાં ફેશિયલ કરતી વખતે આઇસ ક્યૂબનો ઉપયોગ ભાગ્યે જ કરવામા આવે છે પણ થોડા વર્ષો પહેલાં જ્યારે ઘરે કે પાર્લરમાં ફેશિયલ કરવામાં આવતું ત્યારે મસાજર ક્રીમની સાથે સાથે તેઓ હાથમાં આઇસક્યૂબ પણ લેતા અને તેનો ઉપયોગ પણ મસાજર તરીકે કરતાં હતા. અને તેની અસર ચેહરા પર ખુબ જ સારી પડતી.

સામાન્ય રીયે આઇસ ક્યૂબનો ઉપયોગ ગરમીમાં ચહેરા પરની બળતરા કે પછી સનબર્ન દૂર કરવા માટે કરવામા આવે છે પણ તમે તેનો નિયમિત ઉપયોગ પણ કરી શકો છો. કારણ કે તેનાથી ચહેરા પરના કાળા ધબ્બા, ખીલ, ફોલ્લીઓ, ચહેરા પરની ઝાંખપ વિગેરે દૂર કરવા માટે પણ કરી શકાય છે.

image source

નિષ્ણાત બ્યૂટિશિયનનું કેહવું છે કે ચહેરા પર આઇસ ક્યૂબથી મસાજ કરવાથી ત્વચા તણાય છે અને તે ઢીલી નથી પડતી આ ઉપરાંત ચહેરા પરના સૂક્ષ્મ છીદ્રોમાં બેસી ગયેલી ગંદકી પણ દૂર થાય છે અને ત્વચાના કોશોને ઓક્સિજન મળી રહે છે. જો કે તમને એ પણ સલાહ આપવામાં આવે છે કે આઇસ ક્યૂબનો સીધો જ ઉપયોગ ચહેરા પર ક્યારેય ન કરવો તેનાથી ત્વચાના કોશોને નુકસાન પહોંચે છે. તેને તમે કોટનના કપડામાં લપેટીને અથવા તો કોઈ મસાજર ક્રીમ સાથે કરી શકો છો. આ ઉપરાંત તમારે તેને હળવેથી ચહેરા પર ઘસવાનો હોય છે. અને સર્ક્યુલર મોશનમાં જમણીથી ડાબી તરફ મસાજ કરવાનું હોય છે. તેના નિયમિત પ્રયોગથી તમે તમારા ચહેરા પર આવેલા તફાવતને અનુભવી શકશો.

મેકઅપને ટકાવી રાખવા મદદ કરે છે આઇસ ક્યૂબ

image source

ઉનાળામાં વહેતી ગરમ હવા તેમજ વારંવાર આપવા પરસેવાના કારણે તમે જો મેકઅપ કરતા હોવ તો તેના માટે તમે જે ફાઉન્ડેશન લગાવો છો તેને ટકાવી રાખવા માટે તમને આઇસ ક્યૂબ મદદ કરે છે. તેના માટે તમારે સૌ પ્રથમ તમારો ચહેરો તેમજ ડોક સાફ કરી લેવા. ત્યાર બાદ તેના પર એસ્ટ્રીજન્ટ ટોનરને કોટનના પુમડાથી એપ્લાઇ કરી લેવું. ત્યાર બાદ થોડી મિનિટો બાદ સ્વચ્છ કપડામાં તમારે એક આઇસ ક્યૂબ લપેટી લેવો અને તેને ચહેરા પર હળવા હાથે ઘસવો. તેનાથી ત્વચાના છિદ્રો બંધ થશે. તેનાથી તમારી ત્વચાનો રંગ પણ નિખરશે અને ખુલ્લા છિદ્રો પણ બંધ થશે.

ત્વચા પર આવેલો સોજો આઇસ પેક કરે છે દૂર

image source

ઘણા બધા નિષ્ણાત બ્યુટિશિયનોનું એવું કહેવું છે કે જ્યારે તમારી ત્વચા પર કંઈ વાગ્યું હોય અને તમને તેનાથી સોજો આવી ગયો હોય તો આઇસ પેકનો પ્રયોગ કરવાથી ત્વચાની બળતરા અને સાથે સાથે સોજા પણ દૂર થાય છે.

આંખની આજુબાજુના સોજા દૂર કરે છે આઇસ ક્યૂબ

જો તમારી આંખોની આસપાસ ઉંઘમાંથી ઉઠ્યા બાદ કે સામાન્ય રીતે સોજા રહેતા હોય તો તેને પણ તમે આઇસ ક્યૂબની ટ્રીટમેન્ટથી દૂર કરી શકો છો. તેના માટે તમારે એક કોટનનાં કપડામાં આઇસ ક્યૂબ લેવો અને તેને થોડી સેકન્ડ માટે આંખ પર રાખવું. જોકે તેને વધારે સમય ન રાખવું તેનાથી તમારી આંખ નીચેની પાતળી ત્વચાને નુકસાન થશે.

image source

આ સિવાય જ્યારે તમે થ્રેડિંગ કરાવો ત્યારે પણ આઇબ્રોની આસપાસની તેમજ હોઠઉપરની ત્વચા સુજી જતી હોય છે તો તેવા સમયે પણ તમે આઇસ-ક્યૂબનો ઠંડો શેક લઈ શકો છો. તેનાથી તમને ઘણી રાહત થશે.

ચેહરા પરની કરચલી દૂર કરે છે આઇસ ક્યૂબ

image source

ચહેરા પરની કરચલી દૂર કરવા માટે તમારે આઇસ ક્યૂબમાં લવન્ડર અને જેસ્મિનના એસેન્શિયલ ઓઇલના કેટલાક ટીપાં નાખવા અને તેવા આઇસ ક્યૂબને તમારે કપડાંમાં લપેટીને ચહેરા પર મસાજ કરવાથી ચેહરા પરની કરચલીઓ દૂર થાય છે. આ સિવાય તમે આઇસ ક્યૂબમાં સંતરાનો જ્યૂસ ભેળવી શકો છો અને સંતરાના જ્યૂસનો પણ આઇસ ક્યૂબ બનાવીને તેનાથી ચહેરા પર મસાજ કરી શકો છો.

ત્વચા પરની ફોલ્લી, ખીલમાં મદદરૂપ રહે છે આઇસ ક્યૂબ

image source

જ્યારે તમારી ચહેરાની ત્વચા પર લાલ ચકામા પડી જાય અથવા તો ફોલ્લી કે ખીલ થઈ જાય તો તે વખતે પણ આઇસ ક્યૂબ ટ્રીટમેન્ટ તમારી મદદ કરે છે. અને ખીલ, ફોલ્લી તેમજ સનબર્નના કારણે તમારી ત્વચામાં જે બળતરા થાય છે તેનાથી તમને રાહત મળશે. તેમજ તેનાથી ચહેરાની ત્વચાના છિદ્રો બંધ થઈ જવાથી તમને ખીલ થવાની સમસ્યા પણ ધીમે ધીમે બંધ થઈ જશે.

મેકઅપ વગર મેકઅપ જેવો લૂક આપશે આઇસ ક્યૂબ

image source

જો તમારે કોઈ પાર્ટીમાં જવું હોય અથવાતો બહાર ફ્રેન્ડ્સ સાથે જવું હોય અને તમારી પાસે મેકઅપ કરવાનો સમય ન હોય તો તમે તે વખતે પણ તમારા ચહેરાને આઇસ ક્યૂબનો મસાજ આપીને તેનો નિખાર વધારી શકો છો. તેમજ ચેહરાને ચમકીલો બનાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ