ડાયાબિટીસથી લઇને અનેક રોગોથી બચવું હોય તો ખાંડની બદલે ખાઓ આ વસ્તુઓ, નહિં તો…

મિત્રો, સફેદ ખાંડ એ આપણા સ્વાસ્થ્યની શત્રુ માનવામા આવ છે. તેના નિયમિત સેવનથી તમે હાઈ બ્લડપ્રેશર, મોટાપો, હૃદય સાથે સંકળાયેલી સમસ્યાઓ, કેવિટીની સમસ્યાઓ વગેરેથી પીડાઈ શકો છો. આજે, આ લેખમા અમે તમને અમુક એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેનુ સેવન કરવાથી તમારુ સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

મધ :

image source

આ વસ્તુનો ઉપયોગ પ્રાચીન સમયથી થતો આવ્યો છે. તેનો ઉપયોગ ચિકિત્સા અને ઔષધીય કાર્યો માટે કરાય છે. તેમાં ફ્રૂક્ટોઝ હાઈ લેવલમા સમાવિષ્ટ હોય છે. મધને ચાની સાથે મિક્સ કરીને પણ તેનુ સેવન કરી શકાય છે. તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તેમા ફ્લેવોનોઈડ પણ સમાવિષ્ટ હોય છે, જેનો અર્થ છે કે આ એન્ટીઓક્સીડન્ટ્સથી ભરેલું છે અને તેમાં અનેક એન્ટીવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ છે, જે ડાયાબીટીસની સમસ્યાને નિયંત્રણમા રાખવા માટે પણ લાભદાયી સાબિત થાય છે.

ખારેક :

image source

આ વસ્તુમા પુષ્કળ માત્રામા એન્ટીઓક્સીડન્ટ્સ અને ફાઈબર સમાવિષ્ટ હોય છે. તે તમારા માટે ખાંડને બદલે એક સારો વિકલ્પ સાબિત થઇ શકે છે. જો તમે પણ ખાંડની જગ્યાએ આ વસ્તુનો નિયમિત ભોજનમા સમાવેશ કરો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

કોકોનટ સુગર :

image source

જો આ વસ્તુને ચા કે કોફીમા વાપરવામા આવે છે તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તે આર્ટિફિશિયલ શુગરનો એક ખુબ જ સારો વિકલ્પ છે. તેમા કોકોનટના પોષકતત્વો ભરપૂર માત્રામા હોય છે. આ સિવાય તેમા ઇન્સ્યુલિન ફાઈબરની હાજરી પણ હોય છે, જેના કારણે તે આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ સારુ માનવામા આવે છે.

અંજીર :

image source

આ વસ્તુમા પુષ્કળ માત્રામા કાર્બોહાઈડ્રેટ્સ મળી રહે છે જેણે સરળતાથી તોડી શકાય છે. તેનો અર્થ એ છે કે, તે ઇન્સ્યુલિનના લેવલને વધારતા નથી. તમે તેને અનેકવિધ રીતે ઉપયોગમાં લઈ શકો છો. અંજીરનો હલવો, અંજીરના લાડુ, અંજીર બિસ્કિટ અને તેને તમે તહેવાર પર પણ બનાવી શકો છો. તેને પાણીમા પલાળીને એક પ્યુરી બનાવો. આ સિવાય તેને હાડકાંને મજબૂત કરવા, બ્લડ હેલ્થ અને પાચનતંત્રને માટે સારા માનવામાં આવે છે.

ગોળ :

image source

આ વસ્તુ શેરડીમાથી બનાવવામાં આવે છે. તેમા પુષ્કળ માત્રામા વિટામિન, ખનીજ, આયર્ન, એન્ટીઓક્સીડન્ટ્સ સમાવિષ્ટ હોય છે. ભોજન બાદ ગોળનો એક નાનો ટુકડો ખાવાથી પાચન ઇન્જાઈમ સક્રિય રહે છે. આ એનીમિક રોગીઓ માટે સારુ માનવામા આવે છે. આ શરીરમા હીમોગ્લોબિનના લેવલને વધારવાનુ કામ કરે છે. ગોળ ખાસ કરીને શિયાળામા તમારા શરીરને ખુબ જ ફાયદો આપે છે. તે શરદી, ફ્લૂ અને શરદીના પ્રભાવને ઘટાડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત