હેલ્થ ટીપ્સ: હાઈપરટેન્શન, જાડાપણું તેમજ ડાયાબીટીસના નિવારણ માટે ખુબજ ઉપયોગી છે દૂધ

મિત્રો, તાજેતરના સમયમા અમુક લોકો એવા આક્ષેપો કરી રહ્યા છે કે, દૂધ એ આપણા આરોગ્ય માટે લાભદાયી વસ્તુ નથી ત્યારે આજે આ લેખમા અમુક પ્રસિધ્ધ થયેલા વૈજ્ઞાનિક પૂરાવાના આધારે એવુ દર્શાવવામા આવો રહ્યુ છે કે, વાસ્તવમા દૂધ આરોગ્ય માટે કેટલુ ગુણકારી છે?

image source

એક તજજ્ઞ વ્યક્તિએ પોતાના પ્રવચનમા અમુક પૌરાણિક માન્યતાઓ અને આધુનિક વિજ્ઞાનને ધ્યાને લઈને દૂધ સાથે સંકળાયેલા તમામ પાસાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરતા સ્પષ્ટપણે જણાવ્યુ હતુ કે, હિંદુ પુરાણો મુજબ કામધેનુ ઈચ્છા પૂર્ણ કરતી ગૌમાતા હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, બાળક તરીકે પ્રભુ શ્રી કૃષ્ણને માખણ પ્રિય હોવાથી તેમને ‘માખણચોર’ તરીકે પણ ઓળખવામાં આવતા હતા.

image source

આ ઉપરાંત તેમણે દૂધની અને ડેરી પ્રોડક્ટસની સારપ વિશે વિશેષ વાતની રજૂઆત કરતા જણાવ્યું કે, સદીઓથી દૂધથી આરોગ્યને અનેકવિધ લાભ મળતા આવ્યા છે, તેમા કોઈ જ શંકા નથી. દૂધના અમુક પોષણલક્ષી લાભોનો ઉલ્લેખ કરીને તથા દૂધ અંગેની અમુક આશંકાઓ દૂર કરતા તેમણે જણાવ્યુ હતુ કે, ડાયાબિટીસ, મેટાબોલિક સિન્ડ્રોમ અને અન્ય જીવનશૈલીના રોગો અંગે કેટલાક વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનમાં ડેરી આહાર સાથેનો સંબંધ દર્શાવાયો છે.

image source

તેમણે વર્ષ ૨૦૧૮મા પ્રસિધ્ધ થયેલા “બ્રિટીશ જર્નલ ઓફ ન્યૂટ્રીશન” ને ટાંકીને જણાવ્યુ કે, ૧૦ કરતા પણ વધુ સંશોધન અભ્યાસમા એવુ જણાવવામા આવ્યુ છે કે, દૂધ, યોગર્ટ અને અન્ય ડેરી પ્રોડક્ટસ મેટાબોલિક સિન્ડ્રોમ અને હાઈપરટેન્શન, ડાયાબિટીસ અને મેદસ્વીતા જેવી સમસ્યાઓનો અંત કરે છે.

image source

આ અભ્યાસોમા એવો પણ ઉલ્લેખ કરવામા આવ્યો છે કે, જે લોકો ડેરી પ્રોડક્ટસનો વધુમા વધુ ઉપયોગ કરે છે, તેમને હાઈપરટેન્શન અને ડાયાબિટીસની સમસ્યાઓ થવાનુ જોખમ ૧૦-૨૦ ટકા જેટલુ ઓછુ રહે છે. તેમણે વધુ એક મેટા-એનાલિટીક્સ કે જેમા ૧૫ કરતા પણ વધુ અભ્યાસનો સમાવેશ થાય છે, તેનો ઉલ્લેખ કરતા જણાવ્યુ હતુ કે, લો-ફેટ ડેરી પ્રોડક્ટસ, ચીઝ અને યોગર્ટ લેવાથી ટાઈપ-૨ પ્રકારની ડાયાબિટીસનુ નિદાન કરી શકાય છે.

image source

તેમણે અન્ય અમુક અભ્યાસો પરથી એવુ પણ તારણ કાઢ્યુ હતુ કે, વધુ પ્રમાણમા યોગર્ટ લેવાથી ટાઈપ-૨ પ્રકારના ડાયાબિટીસ સાથે સંકળાયેલા અનેકવિધ જોખમો ઓછા થાય છે. ત્યારબાદ તેમણે વર્ષ ૨૦૦૯મા પ્રસિધ્ધ થયેલા તેમના પોતાના ડાયેટરી, કાર્બોહાઈડ્રેટસ, ગ્લેકેમીક લોડ, ફૂડ ગ્રુપ્સ અંગે ચેન્નાઈમા થયેલા અભ્યાસનો ઉલ્લેખ કરતા જણાવ્યુ કે, ડેરી પ્રોડક્ટસના વપરાશથી ડાયાબિટીસની સમસ્યા થવાની સંભાવના લગભગ ૫૦ ટકા જેટલી ઘટી જાય છે.

image source

આનાથી તદન વિપરીત વધારે પ્રમાણમાં રિફાઈન્ડ અનાજ એ આપણા શરીરમા ટાઈપ-૨ પ્રકારના ડાયાબિટીસ થવા માટેનુ જવાબદાર કારણ બની શકે છે. તેમના ૧૦ વર્ષના અભ્યાસના પરિણામો અંગે વિશ્લેષણ કરતા તેમણે જણાવ્યુ હતુ કે, ટાઈપ-૨ પ્રકારના ડાયાબિટીસમા ડેરી પ્રોડક્ટસ સુરક્ષાની કામગીરી કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત