# દહીં તડકા રાઇસ # – ખુબ જ લાઈટ વાનગી છે.. તો ક્યારે બનવાના છો ??

# દહીં તડકા રાઇસ #

સામગ્રી :

3 કપ મોડુ દહીં,
3 કપ રાંધેલો ભાત,
1 નંગ કાંદો,
1 થી 2 લીલુ મરચું,
1 લાલ સૂખૂ મરચું,
1 થી 2 ટી સ્પૂન ખમણેલુ આદું,
1 ટી સ્પૂન અડદ ના દાણા,
4/5 લીમડા ના પાન,
1 ટે સ્પૂન રાઇ,
1 ટે સ્પૂન જીરુ,
1 ટી સ્પૂન ખાંડ (ઓપ્સનલ),
1 ટે સ્પૂન જીરૂ પાવડર,
2 /3 ટે સ્પૂન તેલ,
મીઠું સ્વાદ અનુસાર .,
કોથમીર,

રીત :

દહીં ને કપડા માં બાંધીને થોડી વાર મૂકવું, જેથી તેનું પાણી નીકળી જાય. એક પેન માં તેલ લો .તેમાં રાઇ,જીરૂ અને અડદ ના દાણા નાખો.તેમાં લિમડા ના પાન નાખો.કાંદા ને બારીક કાપી ઉમેરો.કાંદા ગુલાબી થાય પછી તેમાં બારીક કાપેલા લીલા મરચા ,લાલ મરચા અને ખમણેલું આદું નાખો. (ગૅસ ધીમો રાખવો જેથી અડદ વધારે શેકાય ના જાય નહીંતો કડવાશ લાગશે )

તેમાં મીઠું ,જીરૂ પાવડર ને ખાંડ ઉમેરો. પછી તેમાં દહીં નો મસ્કો નાખો અને તેમા રાંધેલો ભાત ઉમેરી બરાબર મિક્ષ કરી લો . તેનાં પર કોથમીર છાંટી ને સર્વ કરો .

# આ દહીં તડકા રાઇસ માં બાફેલા વેજીસ જેમકે વટાણા, ફણસી, ગાજર પણ એડ કરાય .

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી