જલ્સા કરોને જેંતીલાલ

દહીં સાથે ભૂલથી પણ ન કરવું જોઈએ આ ૬ ચીજોનું સેવન, સ્વાસ્થયને થઈ શકે છે ભારે નુક્સાન…

દહીં સાથે અમુક ચીજો બિલકુલ ન ખાવી જોઈએ. આ તમારા સ્વાસ્થય માટે જીવલેણ સાબિત થઈ શકે છે. માટે જ દહી સાથે અમુક વસ્તુ ખાતા પહેલા વિચારવું જોઈએ.

દહીંને સ્વાસ્થય માટે ખૂબ લાભદાયક માનવામાં આવે છે. કહેવાય છે કે જો વ્યકિત રોજ એક વાટકી દહીં ખાશે તો તેની પાચનક્રિયા બરાબર રહેશે. દહીંમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ, પ્રોટીન અને વિટામીન મળી આવે છે. ભારતમાં પ્રાચિનકાળથી જ લોકો દહીંનો ઉપયોગ કરતા આવી રહ્યા છે. દહીંની સૌથી ખાસ વાત એ છે જે આ સસ્તુ હોવાની સાથે-સાથે આસાનીથી દરેક જગ્યાએ ઉપલબ્ધ પણ હોઈ છે. ઉનાળાની મોસમમાં લોકો દહીંનુ સેવન વધારે કરે છે.


આ આપણી ડાઈજેસ્ટિવ સિસ્ટમને બરાબર જાળવી રાખે છે. પેટની બિમારીથી પિડીત લોકો એ દહીંનુ સેવન ચોક્કસથી કરવું જોઈએ. મોટાભાગના ઘરોમાં રાયના સ્વરૂપમાં તેનો ઉપયોગ સૌથી વધુ થાય છે. પરંતુ અમુક લોકો એવા પણ છે જે દહીંનું સેવન કોઈપણ ચીજ સાથે કરી લે છે પરંતુ તેમને એ નથી ખબર હોતી કે એવું કરવું તેમના સ્વાસ્થય માટે જીવલેણ સાબિત થઈ શકે છે. અમુક ચીજો એવી હોઈ છે જેનું સેવન દહીં સાથે બિલકુલ ન કરવું જોઈએ. આજની આ પોસ્ટમાં અમે એ જ ચીજો બાબતે વાત કરીશું.

કેરી અને દહીં

કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. ઉનાળાની મોસમમાં કરી ખાવાની પોતાની જ અલગ મજા હોઈ છે. પરંતુ આ જ મજા તમારા માટે સજા બની શકે છે જો તમે કેરી અને દહીં એકસાથે ખાઈ લેશો. ખરેખર, બન્ને સાથે ખાવાથી શરીરમાં ટોક્સિન બની જાય છે કારણ કે બન્નેની તાસિર એકબીજાથી વિપરિત હોઈ છે. દહીંની તાસિર ઠંડી હોઈ છે ત્યાંજ કેરીની તાસિર ગરમ હોઈ છે.

ચીઝ અને દહીં

ઘણા લોકો સેન્ડવીચ બનાવતા સમયે દહીં અને ચીઝને મિક્સ કરી લે છે. ભલે એ તમને ખાવામાં સ્વાદ લાગે પરંતુ શરીર પર તેનો પ્રભાવ ખૂબ ખરાબ પડે છે. જણાવી દઈએ, આયુર્વેદમાં દહીં અને ચીઝ સાથે ખાવાની બિલકુલ મનાઈ કરવામાં આવી છે. જો તમે પણ આવું કરો છો તો આજથી જ આ આદત છોડી દો.

કેળા અને દહીં

કેળા સાથે દહીં લેવા પર પણ ભયાવહ પરિણામ જોવા મળી શકે છે. કેળા સાથે દહીંનુ સેવન કરવાથી શરીર પર તેની ઉલ્ટી અસર પડે છે. જો તમે કેળા કે પછી દહીં ખાવા ઈચ્છો છો તો અોછામાં અોછી બે કલાક બાદ ખાવ. તેના સિવાય, ખાટ્ટા ફળો સાથે પણ દહીંનો ઉપયોગ ન કરવો જોઈએ.

પરોઠા/પુરી/તળેલી ચીજો અને દહીં

અવારનવાર લોકો પરોઠા અને પુરી સાથે દહીંનુ સેવન કરે છે. પરંતુ પરોઠા, પુરી અને તળેલી ચીજો સાથે દહીં ખાવાની મનાઈ કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે દહીંમાં રહેલ એંજાઈમ ફૈટ્સને પચાવવામાં તકલીફ ઉભી કરે છે. એટલે તેને પણ દહીં સાથે ખાવાથી બચવું જોઇએ.

અડદની દાળ અને દહીં

એટલું જ નહિ, અડદની દાળ સાથે પણ દહીં ખાવાની મનાઈ કરવામાં આવે છે. કહેવાય છે કે અડદની દાળ સાથે દહીં ખાવાથી આ ઝેર બની જાય છે. એટલે ભૂલથી પણ સાથે જ ખાવું જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version