ફરસાણ કે પરાઠા સાથે ખાઈ શકાય તેવી દહીંની ચટણી ..

હેલો ફ્રેંડ્સ !!

વરસાદ ની સીઝન આવી ગઈ છે એટલે ફરસાણ અને નાસ્તા ખાવાનું તો ચાલુ થઇ જ ગયું હશે બરાબર ને? તો આજે આપડે જોઇશુ

કોઈ પણ ફરસાણ કે નાસ્તા સાથે ખવાય એવી દહીં ની ચટણી. જે બનાવવા માં ખુબજ સરળ અને સ્વાદ માં પણ ખુબજ સરસ લાગશે.

તો ચાલો ફટાફટ રેસીપી જોઈ લઈએ.

સામગ્રી

  • ૨ કપ – મોળું દહીં,
  • ૧ ચમચી – ખાંડ,
  • ૧ ચમચી – મીઠું,
  • ૭-૮ લસણ ની કળી,
  • ૨ લીલા મરચા,
  • ૧/૨ કપ કોથમીર

રીત :

સૌ પ્રથમ એક ખાયણી માં લસણ અને મરચા લઇ ખાંડી લો.
એક બાઉલ માં દહીં લો તેમાં ખાંડેલા લસણ અને મરચા નાખી દો. અને ત્યારે બાદ તેમાં મીઠું , ખાંડ અને જીણી સમારેલી કોથમીરનાખી બરાબર મિક્સ કરી લો.

તમે લસણ અને મરચા ની પેસ્ટ પણ બનાવી શકો પણ આ રીતે ખાંડી ને નાખવા થી ક્રંચ રહેશે જે ખાવા માં સારા લાગશે.

નોંધ:

દહીં બને ત્યાં સુધી મોળું લેવું. જો દહીં ખાટ્ટું હોય તો તેમાં મીઠું અને ખાંડ નું પ્રમાણ સ્વાદ પ્રમાણે વધારી દેવું
ચટણી માં સાથે તમે દાડમ ના દાણા કે જીણી સમારેલી કાકડી પણ નાખી શકો છો.
આ ચટણી કોઈ પણ ફરસાણ , નાસ્તા , આલૂ પરોઠા વગેરે જોડે સરસ લાગશે.

છે ને બનાવ માં સરળ તો આજે જ બનાવો આ દહીં ની ટેસ્ટી ચટણી અને સ્વાદ માં કેવી લાગી તે જણાવજો.

રસોઈની રાણી : નીરાલી કોરાટ (અમદાવાદ)

મિત્રો આપસોને મારી રેસીપી કેવી લાગી? કોમેન્ટમા અચૂક જણાવજો…..જેથી નવી વાનગી આપવામાં મને ઉત્સાહ રહે ..

ટીપ્પણી