દહીં તો દૂધથી પણ વધુ ગુણકારી છે. બપોરે જમવામાં અચૂક લેશો તો ભલભલા રોગ થશે દૂર!

દહીં તો દૂધથી પણ વધુ ગુણકારી છે. બપોરે જમવામાં અચૂક લેશો તો ભલભલા રોગ થશે દૂર!

કહેવાય છે કે દૂધ એ સંપૂર્ણ આહાર છે. જો માત્ર દૂધ પીને પણ કોઈ વ્યક્તિને જીવન વિતાવવું હોય તો એવું પણ કરી શકાય છે. દૂધમાં કેલ્શિયમ, પ્રોટિન અને દરેક પ્રકારના વિટામિન્સ જેવા કે એ, બી૬, બી૧૨, ડી, અને પોટેશિયમ જેવા મિનરલ્સ આવેલા છે. પરંતુ દૂધમાં એક એવી વસ્તુ નથી જેની પણ શરીરના વિકાસમાં ખૂબ જરૂરી છે, તે છે વિટામિન સી. જેની પૂરતી કરે છે આ દૂધમાંથી મેળવેલું દહીં.


એક વાટકી તાજું મેળવેલું દૂધ તમારા ભોજનમાં રોજ ઉમેરવાથી કેટલાય રોગો દૂર થાય છે. દહીંમાં ખાસ પ્રકારના બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે જે રોગપ્રતિકારકશક્તિ વધારવા માટે ઉપયોગી છે. દહીં એક ઉત્તમ પાચક રસ વધારનાર ઉદ્વીપક છે જેને લીધે લીવર અને આંતરડાંમાં જમા થયેલો જૂનો ખોરાક પણ પચાવવા માટે ખૂબ જ લાભદાયી છે.

ગેસની સમસ્યા


જો તમને ગેસની તકલીફ હોય તો તમારે દહીંને જમવાના લીસ્ટમાં ક્યારેય ન ભૂલવું જોઈએ. દહીંમાં રહેલ કુદરતી એસિડિક તત્વ પાચનરસને ઉત્તેજિત કરીને પેટની ઘણી તકલીફો દૂર કરે છે. દહીં એ ઉત્તમ પિત્ત શામક છે. પેટની ગરમી દૂર કરીને પાચન સરળ કરવામાં દહીં ખૂબ જ ઉપયોગી છે.

દાંત, હાડકાં અને નખની મજબૂતી


દહીંમાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ રહેલું છે. જે દાંત, હાડકાં અને નખની મજબૂતી અને ચમક વધારવા માટે બહુ જ ગુણકારી છે. કોઈપણ વસ્તુનો લાભ લાંબા ગાળે મળે છે તે હિસાબે દહીં પણ નિયમિત રીતે ખાવાથી તે વધારે ફાયદાકારક રહે છે. દરરોજ મોળું મલાઈ ઉતારેલ દૂધનું દહીં ખાવાથી ચરબી ઘટે છે અને વજન વધતું નથી.

વાળ અને ત્વચા માટે લાભદાયી


પ્રોટિનનું પ્રમાણ દહીંમાં બહુ જ સારું રહે છે. દહીંને માત્ર ખાવામાં જ નહીં જ પણ તેનું ઉબટ્ન બનાવીને ચણાના લોટ સાથે મીલાવીને ચહેરા પર તેજ આવે છે, કોમળ થાય છે અને તડકાને થતી કાળાશ પણ દૂર થાય છે. જે કુદરતી સ્કીન ટોનરનું કામ કરે છે. વાળમાં મેથીદાણાં સાથે મીક્સ કરીને લગાવવાથી તે એક ઉત્તમ હેરપેકની ગરજ સાલે છે. આનાથી ડેન્ડ્રફથી પણ છૂટકારો મળે છે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ