દક્ષિણ ભારતના લોકોનું હેલ્ધી સ્વાસ્થ્યનું રહસ્ય છે આ દહીભાત, તમે પણ અપનાવો આ પ્રાદેશિક વાનગી…

દહીં-ભાત

ગરમી ના દિવસો માં રોજ રોટલી શાક ક્યાં ભાવે છે ! પણ આ ઉનાળા માં જો હેલ્ધી ,પૌષ્ટિક અને સ્વાદિષ્ટ પાછા એકદમ ઠંડા દહીંભાત મળી જાય તો પૂછવું જ શુ.

વૈજ્ઞાનિકો એ સાબિત કર્યું છે કે મિક્સ કરેલા દહીં ભાત ખાવાથી શરીર માં ઠંડક થવાની સાથે વિટામિન B12 પણ મળે છે. આજે એ જ મસ્ત મજાના દહીં ભાત આપણે એકદમ interesting બનાવીએ.

સામગ્રી :

 • 3 વાડકા રાંધેલો ભાત,
 • 2 વાડકા તાજું મોળું દહીં,
 •  1/2 વાડકો દૂધ,
 • મીઠું,
 • 3 ચમચી કોથમીર , બારીક સમારેલી ,
 • 1 નાનું ગાજર , ખમણેલું,
 • 1/2 ચમચી ખમણેલું આદુ,
 • વઘાર માટે,
 • 1/2 ચમચી તેલ ,
 • 1/6 ચમચી રાઈ,
 • 1/6 ચમચી જીરું
 • થોડા લીમડા ના પાન,
 •  1/6 ચમચી અડદ ની દાળ,
 •  2 લાલ સૂકા મરચા,
 •  2 લીલા મરચા,
 •  2 ચપટી હિંગ

રીત :

દહીંભાત બનવવા માટે રાંધેલો વધેલો ભાત પણ ચાલે. પણ જો ખાસ બનાવતા હો તો ધ્યાન રાખવું ભાત છૂટો નહીં પણ ગળેલો હોય એ ઉત્તમ છે.ભાત એકદમ ઠરી જાય એટલે એને તપેલી માં લઇ ચમચા થી થોડું હલાવો એટલે ભાત સરસ મેશ થઈ જશે. હવે આ ભાત માં દૂધ ઉમેરી હલાવો.

ઘણા ને મનમાં સવાલ થશે કે અરે ! દૂધ અને દહીં જોડે ના ખવાય પણ મિત્રો, આ ભાત માં દૂધ અને દહીં મિક્સ કરી 2 થી 3 કલાક પછી પીરસવાનું છે .

ત્યારબાદ , હવે ભાત માં ખમણેલું ગાજર , સમારેલી કોથમીર અને ખમણેલું આદુ ઉમેરો. સાથે મોળું દહીં પણ ઉમેરો. દહીં એકદમ મોળું જ ઉમેરવું.

સરસ મિક્સ કરો. નાની કડાય માં તેલ ગરમ કરો. ગરમ તેલ માં રાઈ , જીરું , અડદ ની દાળ ઉમેરો. બધું બરાબર શેકાય જાય એટલે લીમડો , મરચા અને હિંગ ઉમેરો. આ વઘાર દહીં ભાત માં ઉમેરો.

પીરસવા સુધી ફ્રીઝ માં મૂકી રાખો. પીરસતી વખતે જ મીઠું ઉમેરવું જેથી ખાટું નહીં થાય. તૈયાર છે આપણા સ્વાદિષ્ટ , પૌષ્ટિક દહીં ભાત. આપ ચાહો તો દાડમ ના દાણા પણ ઉમેરી શકાય.

નોંધ :

• દહીં ભાત માટે નો ભાત ગળેલો હોય એ ઉત્તમ છે. ગળેલો ના હોય તો પણ છૂટો તો ના જ હોવો જોઈએ. મજા નહીં આવે.
• દહીં એકદમ તાજું અને મોળું વાપરવું.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી