જલ્સા કરોને જેંતીલાલ

દગાખોર વ્યક્તિનો આ રીતે કરી દો સામનો, ફરી ક્યારે નહિં કરે તમારી સાથે જેવુ તેવુ વર્તન

સંબંધોમાં દગાખોરીનો સામનો કેવી રીતે કરવો

માણસ જીવને રૂપિયાનું નુકસાન કે પછી કોઈ વસ્તુ ટૂટી ગયા, ખોવાઈ ગયાથી જેટલું દુખ થાય છે તેના કરાતં ક્યાંય વધારે માણસને પોતાના સંબંધમાં થયેલી દગાખોરીથી થાય છે. આજે અવારનવાર સંબંધો ટુટતા અને બંધાવાના પ્રસંગો આપણી આંખ સમક્ષ આપણે થતાં જોઈ શકીએ છે. કેટલાક પોતાની સાથે થયેલી બેવફાઈને પચાવી શકે છે તો કેટલાક નથી પચાવી શકતા અને તેના કારણે કેટલાક ગંભીર પગલા લઈ લે છે કેટલાક તો પોતાનો જીવ પણ લઈ લેતા હોય છે તો કેટલાક ઘોર નિરાશમાં ગરકાવ થઈ જતા હોય છે. પણ સંબંધોમાં મળેલા દગાથી તમારે તમારી જાતને નુકસાન નથી પહોંચાડવાનું તેમાંથી તમારે રસ્તો શોધવાનો છે અને જીવનમાં આગળ વધાવું છે. અને ફરી પાછી તેવી નોબત ન આવે તે માટે કેટલાક પગલા લેવાના છે. કેવી રીતે ? તે જાણવા માટે વાંચો પુરો લેખ.

image source

જ્યારે આપણે સંબંધોની વાત કરીએ તે પછી પતી-પત્નીનો હોય, પ્રેમી-પ્રેમિકાનો હોય માતાપિતા-બાળકોનો હોય કે કોઈ પણ સંબંધ હોય ઇવન પ્રોફેશનલ સંબંધો, આ બધા જ સંબંધોનો પાયો છેવટે તો વિશ્વાસ જ હોય છે. અને તે વિશ્વાસના આધારે જ આપણે સંબંધમાં આગળ વધીએ છે. પણ ક્યારેક ક્યારેક આ સંબંધોએ કેટલાક કપરા સમયમાંથી પસાર થવું પડે છે જ્યારે આપણો આ વિશ્વાસ કામ લાગે છે. આ કપરા સમયમાંથી કેટલાક લોકો પસાર થઈ જાય છે તો વળી કેટલાક અરધેથી જ હાંફી જાય છે અને સંબંધોનો અંત આવે છે.

image source

સંબંધોમાં બેવફાઈ ત્યારે થાય છે જ્યારે તમારો સાથી તમારા કરતાં વધારે મહત્ત્વ બીજી વ્યક્તિને આપે છે. અને એક જોડા માટે આ એક ખુબ જ ખરાબ સમય હોય છે. તેનાથી માણસ ટુટી જાય છે. અને ઘણીવાર તો મન પર એટલી ઉંડી અસર થાય છે કે તેની શરીર પર પણ માઠી અસર થાય છે.

image source

મનોવૈજ્ઞાનિકો જણાવે છે કે સંબંધોમાં એવા ઘણા બધા પરિબળો હોય છે જે વ્યક્તિને બેવફાઈ તરફ દોરે છે અને ઘણીવાર તે પર્સનાલીટી ઇશ્યુથી પણ હોઈ શકે છે. કેટલાક સંબંધોમાં એક વ્યક્તિ પંચિંગ બેગ બનીને રહી જાય છે એટલે કે બીજી વ્યક્તિ તેના પર અત્યાચાર કર કર કરે અને છેવટે સામે વાળી વ્યક્તિ થાકી જાય. અહીં અત્યાચાર કોઈ પણ હોઈ શકે, શારીરિક, માનસિક, વ્યક્તિગત કંઈપણ હોઈ શકે. પણ આવા સંજોગોમાં જ્યારે સામે વાળી વ્યક્તિ માનસિક રીતે નબળી પડે અને તેને ઇમોશનલ સપોર્ટની જરૂર પડે અને તે વખતે તેનો સાથ જો કોઈ ત્રીજી વ્યક્તિ આપે ત્યારે બેવફાઈના સંજોગો ઉભા થાય છે.

માટે જ મનોવૈજ્ઞાનિકો સંબંધોમાં વિશ્વાસને અત્યંત મહત્ત્વ આપે છે. તેઓ જણાવે છે કોઈ પણ સંબંધોમાં વિશ્વાસે જ બધી જ સ્થિતિને અંકુશમાં રાખવાની હોય છે. અને જ્યારે આ વિશ્વાસ પર પ્રહાર થાય છે ત્યારે ચોક્કસ સંબંધોને પણ નુકસાન થાય છે.

image source

એક સારા સંબંધમાં વિશ્વાસ, સહાનુભૂતિ અને સંભાળ આ મહત્ત્વના તત્ત્વો છે. આપણે સંબંધોમાં એ સમજવાનો પ્રયાસ કરવાનો હોય છે કે શું ખોટું થઈ રહ્યું છે. શું આ બેવફાઈમાં તમારો કોઈ વાંક હતો ? શું સામેવાળી વ્યક્તિની કોઈ ઇચ્છા નહોતી સંતોષાઈ ? શું સામેવાળી વ્યક્તિને ઇમોશનલ સપોર્ટ કે પછી તેની કોઈ શારીરિક જરૂરિયાત હતી જે પુરી નહોતી થઈ શકી ? શું દગો કરનાર વ્યક્તિને સંબંધમાં પુરતું સમ્માન, પુરતી મોકળાશ નહોતી મળી રહી. આપણે આ બધું જ સમજવું પડે છે. જો તમે ખરેખર તમારી સાથે થયેલી આ બેવફાઈ વિષે જાણવા માગતા હોવ અને તેનો સામનો કરવા માગતા હોવ તો તમારા માટે આ મુદ્દાઓ મદદરૂપ થઈ શકશે.

image source

આત્મનિરિક્ષણ કરોઃ સૌ પ્રથમ તો તમારે એ વિચારવાનું છે કે તમારે તમારા જીવનમાંથી શું જોઈએ છે. તે નક્કી કરો અને જુઓ કે તમારો સંબંધ તેને પામવામાં તમારી મદદ કરતો હતો. તમારા જીવનમાં જે લોકોએ પોતાની જાતને રોકી રાખી છે તેમના વિષે વિચારો અને જુઓ.

image source

વાતચીત કરવાનું રાખોઃ તમારા પાર્ટનર સાથે તમારે જે કોઈ વાતને લઈને વિવાદ હોય તે બાબતે શાંત મને વાત કરો, તેના માટે તમારે ઉત્તેજીત થવાની જરૂર નથી. તેમ થશે તો સામેની વ્યક્તિનું કંઈ જ સાંભળવામાં નથી આવતું તેવું તેને લાગશે. કેટલીકવાર બની શકે કે આપણા પાર્ટનર સાથે વાતચીત કરવાનું ટાળવાથી આપણા વિચારો આપણને નકારાત્મક, કડવી, દુઃખ પહોંચાડનારી વાતો તરફ દોરી જાય.

image source

એકબીજાનું મુલ્ય સમજો અને માનોઃ સંબંધોની શરૂઆતથી જ એક હેલ્ધી વેલ્યુ સિસ્ટમ અપનાવો. ગમે તેટલું મોડું થઈ ગયું હોય તેમ છતાં પોતાના માટે કેટલીક હદો નક્કી કરો કેટલીક નૈતિક પસંદગીઓ અપનાવો જેની તંદુરસ્ત સંબંધોમાં તાતી જરૂરિયાત છે. પ્રયોગો અને આવેગો પર અંકુશ ન રહેતો હોયઃ જો તમારા સંબંધો આ પ્રકારના ઇશ્યુથી ત્રસ્ત હોય તો તેને તમારે ઓળખવા જોઈએ અને તેના માટે યોગ્ય પગલા લેવા જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version