દાદ, ખરજવું વગેરે સમસ્યામાં આ ઉપાય આપે છે કમાલની રાહત, ખર્ચ પણ નહીંવત

શું તમે પણ વારેઘડી દાદ, ખરજવું કે ખંજવાળની સમસ્યાથી પરેશાન રહો છો તો તમે અહીં આપેલા ખાસ ઘરેલૂ ઉપાયોની મદદ લઈ શકો છો. આ સસ્તા અને અસરકારક ઉપાયો તમને કમાલનું રીઝલ્ટ આપી શકે છે અને તમે તેને વારેઘડી અપનાવો તો પણ તેનાથી કોઈ સાઈડ ઈફેક્ટ થતી નથી.

આ માટે તમે ઘરમાં રહેલી ટૂથપેસ્ટ અને ડેટોલનો સરળ ઉપયોગ કરી શકો છો. જાણો કઈ રીતે કરશો આ ઉપયોગ.

image source

તમે ભાગ્યે જ જાણતાં હશો કે ઘરમાં રાખેલી ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાથી અનેક સમસ્યાઓ દૂર થાય છે તેમાંની એક આ સમસ્યા પણ છે. ટૂથપેસ્ટમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે, જે કોઈ પણ પ્રકારના ફંગસ અને બેક્ટેરિયાને મારે છે. ટૂથપેસ્ટથી દાદ, ખરજવું વગેરે સમસ્યાઓ મૂળથી સમાપ્ત થઈ શકે છે. આ માટે તમે તેનો ઉપયોગ કરી શકો છો. ટૂથપેસ્ટના ઉપયોગથી તેને કોઈ નુકસાન થશે નહીં.

image source

આ રીતે કરો ટૂથપેસ્ટ અને ડેટોલનો ઉપયોગ અને મેળવો રાહત

આ ઉપાય કરવા માટે તમે થોડી ટૂથપેસ્ટ લો અને તેમાં થોડા ટીપાં ડેટોલના મિક્સ કરો. દિવસમાં ઓછામાં ઓછું 3 વાર તમે દાદ, ખંજવાળ અને ખરજવાની જગ્યાએ તેને લગાવો. તમે તેનો ફાયદો તરત જ જોઈ શકશો. આ સાથે વારંવારના ઉપયોગથી તમારી આ સમસ્યા જડથી દૂર પણ થઈ જશે.

image source

આ સિવાય અન્ય એક રીતનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તે પણ અસરકારક અને રાહત આપનારી સાબિત થઈ શકે છે.

દાદ, ખંજવાળ અને ખરજવા માટે કરો ગેંદાના ફૂલનો ઉપયોગ

image source

હા તમને વિશ્વાસ નહીં આવે પણ ગેંદાના ફૂલ પણ આ બીમારીમાં તમને રાહત આપી શકે છે. ગેંદાના ફૂલમાં અનેક એન્ટી ફંગલ અને એન્ટી એલર્જિક ગુણ હોય છે જેનાથી દાદ, ખંજવાળ અને ખરજવાની સમસ્યાઓ જડથી દૂર થાય છે. આ માટે તમારે સંયમ રાખવાની જરૂર રહે છે. આ ઉપાય ખૂબ જ સરળ છે અને સસ્તો પણ છે. તે વર્ષો જૂની ખંજવાળમાં પણ રાહત આપનારો સાબિત થાય છે.

આ રીતે કરો ઉપયોગ

image source

સૌથી પહેલાં તમે ગેંદાના ફૂલની પાંદડીઓ લો અને તેને પાણીમાં નાંખીને ઉકાળી લો. તેને ઉકાળી લીધા બાદ તેને ઠંડું કરો અને સાથે બોડીમાં જે જગ્યાએ તમને ખંજવાળ રહેતી હોય તે જગ્યાએ તેને લગાવો અને સારી રીતે સાફ કરો. આ માટે તમારે ગેંદાના ફૂલનો રસ કાઢીને તેને પીસીને પેસ્ટ બનાવવાની રહેશે. આ પછી તેને જે જગ્યાએ તકલીફ છે ત્યાં સારી રીતે લગાવી લો. હવે તેને સૂકાવવા દો. જ્યારે તે સૂકાઈ જાય ત્યારે તેને ઠંડા પાણીથી ધોઈ લો. માત્ર 7 દિવસમાં તમને દાદ, ખંજવાળ અને ખરજવાથી રાહત મળી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ