પોતાના દાદીમાંનો જીવ બચાવવા આ પૌત્ર સાંઢ સામે ભીડાઈ ગયો – તેના રીએક્શનમાં શૂટર દાદીએ કંઇક આમ કર્યું

પોતાના દાદીમાંનો જીવ બચાવવા આ પૌત્ર સાંઢ સામે ભીડાઈ ગયો – તેના રીએક્શનમાં શૂટર દાદીએ કંઇક આમ કર્યું

છેલ્લા કેટલાક દિવસથી આ વડિયો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ એક સીસીટીવી ફૂટેજ છે જેમાં એક માજી શેરીમાંથી પસાર થઈ રહ્યા હતા અને તે વખતે એક આખલો આવીને તેમને ઉલાળી મુકે છે ત્યારે તેમનો પૌત્ર તેમને બચાવવા આવી જાય છે અને આખલાની સામે બાથ ભીડી લે છે. હાલ આ પૌત્રની સોશિયલ મિડિયા પર ખૂબ સરાહના કરવામા આવી રહી છે. અને નામી લોકોએ પણ આ વિડિયો પર રિએક્શન આપ્યા છે. જેમાં હરિયાણાના શૂટર દાદી એટલે કે જાણતા ચંદ્રો તોમરનો પણ સમાવેશ થાય. છે.

તમને જણાવી દઈએ કે શૂટર દાદી ચંદ્રો તોમર પણ સોશિયલ મિડિયા પર ખૂબ એક્ટીવ રહે છે. તેઓ ટ્વીટર પર પોતાનું અકાઉન્ટ ધરાવે છે અને અવારનવાર તેઓ ટ્વીટ કરતા રહે છે. તેઓ અવારનવાર વિવિધ સામાજિક મુદ્દા પર પોતાના વિચારો ટ્વીટર દ્વારા શેર કરે છે. તેમણે પણ આ વિડિયો પોતાના ટ્વીટર અકાઉન્ટ પર શેર કર્યો હતો. તમને જણાવ્યું તેમ ઇન્ટરનેટ પર પૌત્રના પરાક્રમનો આ વિડિયો ખૂબ વાયરલ થયો છે.

image source

જો તમે આ વિડિયો હજુ સુધી ન જોયો હોય તો એકવાર ધ્યાનથી જોઈ લો. આ વડિયોમાં એક ઉંમરલાયક મહિલા એક શેરીમાંથી પસાર થઈ રહ્યા છે અને અચાનક એક સાંઢ આવીને તેમને ઉલાળી મુકે છે. સાંઢે પોતાના સિંગડાથી વૃદ્ધ મહિલાને ઉછાળીને 3-4 ફૂટ દૂર ફંગોળ દીધા હતા. ત્યારે ત્યાં તેમનો પૌત્ર ત્યાં આવી પહોંચે છે અને દાદીને સાંઢથી બચાવવા તે સાંઢ સામે ભીડી જાય છે. અને ફરી તે સાંઢ તે પૌત્ર અને દાદીને ઉલાળી મુકે છે ત્યાંસુધીમાં ત્યાં આજુબાજુથી લોકો ભેગા થઈ જાય છે અને લાકડી દ્વારા સાંઢને ભગાડવાનો પ્રયાસ કરે છે અને છેવટે દાદીને જોખમમાંથી બહાર આવી જાય છે. જો કે વિડિયો જોતા લાગે છે કે તેમને ખૂબ ઇજા થઈ હશે.

image source

આ વિડિયોને પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરતાં શૂટર દાદી લખે છે, ‘પોતાના દાદી પ્રત્યેનો પ્રેમ અને પોતાના જીવની પણ ચિંતા ન કરીને અત્યંત સાહસ દેખાડતાં એક આખલાનો સામનો કરનારા આ બાળકને સમ્માન મળવું જોઈએ.’ તેમણે જણાવ્યું કે આ વિડિયો હરિયાણાના મહેન્દ્રગઢનો છે. શૂટર દાદી દ્વારા શેર કરવામાં આવેલ આ વિડિયોને લોખોએ ખૂબ લાઇક કર્યો, અને ખૂબ શેર પણ કર્યો છે. અને લોકોએ આ બાળકના ખૂબ વખાણ પણ કર્યા છે.

image source

તમને ખ્યાલ હશે કે ચંદ્રો તોમરે દુનિયામાં ભારતનું નામ રોશન કર્યું છે કારણ કે તેઓ દુનિયાના સૌથી વૃદ્ધ શૂટર છે. તેમનું જીવન એટલું પ્રેરણાત્મક છે કે તેમના પર બોલીવૂડમાં એક ફિલ્મ પણ બનાવવામાં આવી હતી. જેનું નામ સાંઢ કી આંખ છે. આ ફિલ્મમાં તાપ્સી પન્નુ અને ભૂમિ પેડનેકરે મુખ્ય ભુમિકા અદા કરી હતી અને તેમના કામના ખૂબ વખાણ કરવામા આવ્યા હતા અને ફિલ્મ પણ સુપરહીટ રહી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ