દાદાની આરતી શરૂ થતા જ રોજ શીશ નમાવવા આવતો હતો આ ઘોડો, મૃત્યુ થતા ભક્તોમાં પણ શોકની લાગણી

ભારતના લોકોનો સદીઓથી પશુઓ અને પ્રાણીઓ સાથે સબંધ રહ્યો છે. તેની પુજા પણ કરવામાં આવે છે. એવા અનેક દાખલા ઈતિહાસમાં હાજર છે જ્યાં કોઈ પાળતુ પશુ કે પ્રાણીએ તેના માલિકનો જીવ બચાવ્યો હોય અને આ ઉપરાંત ભારતના ઘણા રાજાઓએ પણ પશુધન માટે પોતાનું બલિદાન આપી દીધુ હોય. કચ્છની ધરતી હંમેશા તેના વિર પૂરૂષોની વિરતા માટે યાદ કરવામાં આવે છે.

image soucre

તમને જણાવી દઈએ કે અહી વીર વચ્છરાજ દાદાની જગ્યામાં એક ગૌશાળા આવેલી છે જેમા 4500 જેટલી ગાયોને રાખવામા આવી છે. આજે આપણે આ સ્થાન પર બનેલી એક ઐતિહાસિક ઘટનાની વાત કરવી છે. તમને જણાવી દઈએ કે, ઝીંઝુવાડા રણની વચ્ચે વચ્છરાજદાદાની જગ્યા આવેલી છે જ્યાં એકઘોડાના નિધન બાદ દાદાની જગ્યાએ જ તેની સમાધિ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ ઘોડો મોસાળ પક્ષ લોલાડા ગામના ગઢવી તરફથી આપવામાં આવ્યો હતો જે રોજ દાદાની આરતીના સમયે દાદાને શીશ જુકાવવા હાજરી આપતો હતો. જેને લઈને ઘોડાના મોત બાદ તેને અહીં સમાધી આપવામાં આવી છે.

image source

તમને જણાવી દઈએ કે આ વેરાન રણમાં બધી જગ્યાએ તમને ખારૂ પાણી જોવા મળશે જો કે નવાઈની વાત એ છે કે, આ વચ્છરાજદાદાની ઐતિહાસિક જગ્યાએ મીઠા પાણીની ગંગા વર્ષોથી વહે છે. નોંધનિય છે કે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગામડે ગામડે ગાયોના રક્ષણ માટે જેમણે પોતાના જીવનું બલિદાન આપ્યુ હતુ એવા વિર પુરૂષ વચ્છરાજ સોલંકીની યાદમાં આ રણના મધ્ય ભાગમાં તેમનું આ મંદિર આવેલુ છે. જેને વાછડા દાદાની જગ્યા કહેવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અહીંઓથી હિન્દુ-મુસ્લિમ ભક્તો મોટી સંખ્યામાં દર્શને આવે છે.

image soucre

તમને જણાવી દઈએ કે અહીં આવેલી ગૌશાળામાં હજારો ગાયો અને વાછરડાને ક્યારેય બંધનમાં રાખવામા આવતા નથી. તેમને હંમેશા બધે છૂટથી ફરવા દેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, આ ઐતિહાસિક જગ્યાએ ચૈત્ર માસની એકમથી પૂનમ સુધી મેળો ભરાય છે અને આ મેળામાં દૂર દૂરથી ભક્તો અને શ્રદ્ધાળુઓ દાદાને દર્શને આવે છે. તમને જણાવી દઈએ કે વીર વચ્છરાજ દાદાએ ગાયોને બચાવવા માટે પોતાના જીવનું બલિદાન આપી દીધુ હતું. તેઓ તેમના લગ્નના મંડપમાંથી ઉભા થઈને ગાયોની રક્ષા માટે દોડી ગયા હતા જ્યા તેઓ વિરગતિને પામ્યા હતા. આજે પણ તેમની વિરતાના ગુણ ગવાય છે. લોકો તેમના મંદિરે માનતા પણ માને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong