દાડમના આ ૯ ફાયદા તમે કદાચ જ જાણતા હશો, તમારા હૃદયની સાથે સ્કીનને પણ રાખશે સ્વસ્થ…

મને દાડમના ચમકતા મોતી જેવા દાણા ખૂબ સારા લાગે છે. તેનો શાનદાર રુબી જેવો રંગ, તેનું જ્યુસ ખૂબ સારો એહસાસ કરાવે છે, અને તેના સ્વાદના કારણે આ ફળને છોડવાનું મન જ ન થાય. કેટલીક સંસ્કૃતિઓમાં દાડમનું વિશેષ સ્થાન છે અને તે સંસ્કૃતિ અનુસાર કેટલાક પ્રકારના પ્રતીક તેની સાથે જોડાયેલા છે અને દાડમને દેવતાઓના ફળના રૂપે પણ જાણવામાં આવે છે.
દાડમના સ્વાદ સિવાય તેમાં ફાઇબર અને ફોલેટ, પોટેશિયમ, પ્રોટીન, આયર્ન, અને વિટામિન એ, સી, ઇ જેવા પોષક તત્વો મળે છે. દાડમમાં ભરપૂર એન્ટી ઓક્સિડન્ટ હોય છે. આ ફળથી થનાર લાભ નીચે લખેલ છે.

હૃદયનું સ્વાસ્થ્ય:
દાડમ શરીરમાં એલડીએલ(ખરાબ કોલેસ્ટ્રોલ) ને ઘટાડે છે અને એચડીએલ( સારું કોલેસ્ટ્રોલ) નું સ્તર વધારે છે. આ એથરોસ્કલેરોસીસને રોકવામાં મદદ કરે છે ધમનીઓને લચીલી રાખે છે, રક્ત વહીનિઓમાં સોજો અને બળતરા ઓછી કરે છે, ટ્રાયગ્લિશરાઇડનું સ્તર ઓછું કરે છે, હૃદયમાં રક્ત પ્રવાહ બનાવી રાખે છે અને ધમનીઓમાં બ્લોકેજનું જોખમ ઘટાડે છે.

સોજો અને બળતરા ઓછી કરે છે:
દાડમ સોજો અને બળતરાને નિયંત્રણ કરે છે જેમકે ગઠિયા, સાંધાનો દુખાવો, અલ્ઝાઇમર, ડાયાબિટીસ, કેન્સર અને હૃદય રોગ સહિતની બીમારીઓને રોકવામાં મદદ મળે છે.

કેન્સરનું જોખમ ઓછું કરે છે.:
અધ્ધયનમાં જાણવા મળે છે કે દાડમમાં હાજર એન્ટિઓક્સિડન્ટ પ્રોસ્ટેટ, ફેફસા, ત્વચા અને સ્તનના કેન્સરનું જોખમ ઓછું કરી શકે છે અને તેની વૃદ્ધિ રોકી શકે છે.

રક્તચાપ ઓછું કરે છે.:
દાડમથી બ્લડ પ્રેશર એટલે કે રક્ત ચાપ ઓછું કરવામાં મદદ કરે છે જેનાથી હૃદયને સ્વાસ્થ્ય બનાવી રાખવામાં મદદ મળી રહે છે. દાડમ લોહીને પાતળુ કરે છે અને તેને જામી જવાથી અને ગાંઠ બનવાથી રોકે છે.

પાચન સ્વાસ્થ્ય:
દાડમ થોડાક એન્જાઇમોના સ્રાવમાં મદદ કરે છે, જે પાચનમાં મદદ કરે છે. આ દસ્ત, પેચિશ, અને અહીંયા સુધી કે હૈજાના ઈલાજમાં પણ મદદ કરે છે. તેનું ફાઇબર કબજ રોકવામાં મદદ કરે છે.

ત્વચા સ્વાસ્થ્ય:
દાડમમાં ભરપૂર એન્ટિઓક્સિડન્ટ મળે છે. આ એન્ટિઓક્સિડન્ટ ત્વચામાં નિખાર લાવે છે અને ઘડપણની અસરને રોકે છે. આ ખીલના ઉપચારમાં પણ મદદરૂપ થાય છે, કોલેજન અને ઇલાસ્ટિંન ના ઉત્પાદનને પ્રોત્સાહિત કરે છે અને ત્વચાના પડ ની કોશિકાઓના પુનઃનિર્માણ કરે છે.

એનિમિયા ને રોકવામાં:
દાડમમાં હાજર આયર્ન લાલ રક્ત કોશિકાઓની સંખ્યા વધારે છે અને એનિમિયાને રોકવામાં મદદ કરે છે.

રોગ પ્રતિરોધક ક્ષમતામાં વધારો:
દાડમમાં એન્ટીમાઇક્રોબિયલ ગુણ હોય છે, જે રોગપ્રતિરોધક શક્તિના નિર્માણ કરવામાં મદદ કરે છે. આ આપણા મુખમાં હાજર જીવાણુઓને દૂર કરવામાં મદદરૂપ છે, મુખનું સ્વાસ્થ્ય ટકાવી રાખે છે. જીવાણું, વાયરલ અને કવકથી થનાર સંક્રમણને દૂર કરે છે; અને એચઆઇવી થવાથી બચાવે છે.

ગર્ભાવસ્થામાં સ્વાસ્થ્ય માટે:
દાડમમાં ફોલેટ કે ફોલિક એસિડ મળી આવે છે, જે ગર્ભાવસ્થા દરમિયાન જરૂરી છે. આમાં સોજો અને બળતરા દૂર કરવાની ક્ષમતા છે અને આ ગર્ભવતી માતાની સાથે સાથે ભૃણનું સ્વાસ્થ્ય પણ બનાવી રાખવામાં મદદ કરે છે. આ બાળકને જન્મ સમયે ઓછા વજનના જોખમને પણ ઘટાડે છે, અને જન્મ દરમિયાન મસ્તિષ્કને થનાર નુકસાનથી પણ બાળકની રક્ષા કરે છે.

ઉપરોક્ત લાભ સિવાય દાડમ કામેચ્છા વધારવા, ઇરેકટાઇલ ડિફંક્શનને ઠીક કરવા, પ્લાક રોકવા અને કાર્ટિસોલ(તણાવ ઉતપન્ન કરતા હોર્મોન્સ)ને ઓછા કરવામાં પ્રભાવી હોય છે.
જો આપને અસ્થમા, કફની સમસ્યા, ઓછું રક્તચાપ કે તણાવની ફરિયાદ હોય તો દાડમનો દૈનિક આહારમાં સામેલ કરતા પહેલા પોતાના ડોકટરને મળવું.