ડબ્બુ રતનાનીના કેલેન્ડરમાં સુપર એટ્રેક્ટિવ દેખાઈને ઐશ્વર્યાએ મારી બાજી
એ જગજાહેર છે કે ભૂતપૂર્વ મિસ વર્લ્ડ , જાણીતી બોલીવૂડ અભિનેત્રી અને બોલીવૂડના દીગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનની વહુ વિશ્વની સૌથી સુંદર સ્ત્રીઓમાંની એક છે. તેણી જ્યારે ક્યારેય કોઈ પણ ઇવેન્ટમાં જોવા મળે તેની સુંદરતાથી લોકોની આંખો આંજી દે છે.

તાજેતરમાં જાણીતા બોલીવૂડ ફોટોગ્રાફર ડબ્બુ રતનાનીએ પોતાનું 2020નું કેલેન્ડર લોન્ચ કર્યું છે જેમાં બોલીવૂડની જાણીતી હસ્તીઓની સુંદર આકર્ષક તસ્વીરો ખેંચવામાં આવી છે. આ તસ્વીરોમાં ઐશ્વર્યાની તસ્વીર જોનારાઓના મનમાં તરત જ વસી જાય તેટલી આકર્ષક છે.
ઐશ્વર્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ડબ્બુ રત્નાનીના કેલેન્ડર 2020ની આ તસ્વીર શેર કરી છે. તેણે ડબ્બુના વખાણ કરતાં કેપ્શન લખ્યું છે. ઇન્ડસ્ટ્રીમાં તમારા શાનદાર 25 વર્ષ પૂરા થવા પર તમને ખૂબ બધી શુભેચ્છાઓ. છેલ્લા 21 વર્ષથી હું તમારા કેલેન્ડર અને તમારા કુટુંબ સાથે જોડાયેલી છું. તમને ખૂબ બધો પ્રેમ.
View this post on Instagram
કેલેન્ડરની તસ્વીરમાં ઐશ્વર્યાએ વ્હાઇટ કલરનું ટેંક ટોપ પહેર્યું છે. તેમાં તેણી સિંપલ છતાં આકર્ષક લાગી રહી છે. આ તસ્વીરમાં ઐશ્વર્યાએ વધારે મેકઅપ પણ નથી કર્યો પણ કેમરા સામે તાકી રહેલી તેની નજરોએ જ ફેન્સને આકર્ષી લીધા છે.

ડબ્બુ રતનાનીના કેલેન્ડર શૂટની વાત કરીએ તો 2020ના કેલેન્ડરમાં તેણે કિયારા અડવાણી, અનન્યા પાંડે, વિકી કૌશળ, વિદ્યાબાલન, ભૂમિ પેડનેકર, કાર્તિક આર્યાન સહીત બીજા ઘણા બધા સેલેબ્રીટે શૂટ કર્યા છે.

ઐશ્વર્યાની બોલીવૂડ કેરિયેરની વાત કરીએ તો તેણી ફરી એકવાર અનુરાગ કશ્યપની ફિલ્મ ગુલાબ જામુનમાં પતિ અભિષેક બચ્ચન સાથે જોવા મળશે. આ ઉપરાંત તે મણી રત્નમની મહાત્વાકાંક્ષી ફિલ્મ પોન્નિયિન સેલવન પણ કરી રહી છે. જેમાં તેણી સાથે સાઉથ સુપર સ્ટાર વિક્રમ મૂખ્ય ભુમિકામાં જોવા મળશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ