“દાબેલી પારાઠા” – આજે રાત્રે ટ્રાય કરો આ ટેસ્ટી પરોઠા.. બાળકોને પણ મજા આવશે..

“દાબેલી પારાઠા”

સામગ્રી:

½ કપ બાફેલા બટાટાનો માવો,
1 કપ ઘઉનો લોટ,
2 ટેબલ સ્પૂન કેપ્સીકમ ઝીણા સમારેલા,
2 ટેબલ સ્પૂન ડુંગળી ઝીણી સમારેલી,
2 ટી સ્પૂન દાબેલીનો મસાલો,
1 ટી સ્પૂન ગરમ મસાલો,
1 ટી સ્પૂન આમચૂર મસાલો,
સેવ તથા પ્રમાણસર રૂટીન મસાલા અને તેલ,

રીત:

સૌ પ્રથમ ઘઉના લોટમા તેલ, દાબેલીનો મસાલો અને મીઠુ નાખી કણક બાંધી લેવી. ત્યારબાદ કડાઈમા તેલ મુકી ડુંગળી સાંતળી લેવી. તેમા કેપ્સીકમ, બટાટા, દાબેલીનો મસાલો, ગરમ મસાલો, આમચૂરનો મસાલો તથા રૂટીન મસાલા નાખી સ્ટફીંગ તૈયાર કરવુ. સ્ટફીંગ ઠંડુ પડે એટલે સેવ નાખી સ્ટફ્ડ પરાઠા વણી લઈ તેલમા શેકી લેવા. કેચપ સાથે સર્વ કરવા.

રસોઈની રાણી – નિમીષા મહેતા (પોરબંદર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી