બીગ બીનો ફોટો જોઇને દોડી રેખા, જોઇ લો આ વિડીયોમાં તમે પણ

અમિતાભની તસ્વીર જોઈ રેખા બોલી – ‘ડેન્જર ઝોન’ – વાયરલ વિડિયો તમે પણ જોઈ લો

તાજેતરમાં બોલીવૂડના જાણીતા ફોટોગ્રાફર ડબ્બુ રતનાનીના કેલેન્ડર 2020ના લોન્ચ ઇવેન્ટમાં વિતેલા જમાનાની જાણીતી અભિનેત્રી રેખાએ પણ હાજરી આપી હતી. પણ આ ઇવેન્ટની જે ખાસ બાબત એ છે કે ઇવેન્ટ દરમિયાન રેખની પાપારાઝીએ એક વિડિયો ક્લીક કરી હતી જે હાલ સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. અને આ વિડિયોમાં રેખાએ અમિતાભ બચ્ચનને લઈને એક ખાસ રિએક્શન આપ્યું છે અને તે જ વાયરલ થઈ રહ્યું છે.

image source

વાયરલ થયેલા આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે રેખા ઇવેન્ટમાં ડબ્બુ રત્નાનીની દીકરી સાથે ફોટોગ્રાફર્સ સમક્ષ પહોંચી રહી છે જેમાં તેણી ડબ્બુની દીકરી સાથે મસ્તીમાં રેમ્પ વોક કરતી જોઈ શકાય છે. અને ફોટોગ્રાફર્સ તેમની તસ્વીર તેમજ વિડિયો લેવામાં વ્યસ્ત છે. જેવી ચાલતી ચાલતી રેખા અમિતાભની તસ્વીર આગળ આવે છે કે તરત જ ફોટોગ્રાફર્સ તેનું રિએક્શન માગવા લાગે છે અને રેખા મસ્તી ભર્યા અંદાજમાં અમિતાભની તસ્વીર આગળથી પસાર થતાં બોલી ઉઠે છે, ‘યહાં ડેન્ઝર ઝોન છે.’ અને તેમની આ કમેન્ટ સાંભળી ત્યાં હાજર દરેક વ્યક્તિ ખડખડાટ હસી પડે છે. અને તે પાછી રેમ્પેવોક કરતી કરતી અમિતાભની તસ્વીરથી દૂર જતી રહે છે અને ત્યાર બાદ ડબ્બુ અને તેની દીકરી સાથે ફોટોગ્રાફર્સને પોઝ આપતી જોઈ શકાય છે.

image source

આ ઇવેન્ટમાં રેખાએ વ્હાઇટ આઉટફીટ પહેર્યો હતો અને તેણી હંમેશની જેમ આકર્ષક લાગી રહી હતી. વ્હાઇટ આઉટફીટ સાથે તેણીએ બ્લેગ ગોગલ્સ પહેર્યા હતા અને તેના ટ્રેડમાર્ક સમાન રેડ લીપસ્ટીક લગાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by CineRiser (@cineriserofficial) on

તમને જણાવી દઈએ કે રેખાએ ભૂતકાળમાં કેટલાક ઇન્ટર્વ્યૂમાં સ્વિકાર્યું છે કે તેણી અમિતાભ બચ્ચનને એક જમાનામાં ચાહતી હતી અને તે વખતે અમિતાભના લગ્ન પણ થઈ ચૂક્યા હતા. એક અહેવાલ પ્રમાણે તેમણે 1976માં ફિલ્મ દો અંજાનેમાં એક સાથે કામ કર્યું હતું અને તે દરમિયાન તેઓ એકબીજાની નજીક આવી ગયા હતા તેવા સમાચારની હવા ઉડી હતી.

image source

જો કે અમિતાભે આ બાબત પર ક્યારેય પણ એક શબ્દ ઉચ્ચાર્યો નથી. અને ત્યાર બાદ તો રેખાએ પણ હંમેશા મૌન જ રહેવાનો પ્રયાસ કર્યો છે. તમને જણાવી દઈએ કે અમિતાભ અને રેખાએ એક સાથે ઘણી બધી સુપર હીટ ફિલ્મો કરી છે જેમાં મિ. નટવરલાલ, મુકદ્દર કા સિકંદર અને સિલસિલા ઉપરાંત ઘણી બધી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમના ફેન્સ તો આજે પણ તે બન્નેને સ્ક્રીન પર એક સાથે જોવા આતૂર છે, જે હવે શક્ય નથી.

image source

ડબ્બુ રત્નાનીના કેલેન્ડરની વાત કરીએ તો આ વર્ષે પણ તેના કેલેન્ડરમાં બોલીવૂડની દીગ્ગજ અને ખ્યાતનામ હસ્તીઓએ ફોટો શૂટ કરાવ્યું છે જેમાં, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય, અક્ષય કુમાર, શાહરુખ ખાન, ઋતિક રોશન, કાર્તિક આર્યાન, ટાઇગર શ્રોફ, જોહ્ન અબ્રાહમ, વરુણ ધવન, અનુષ્કા શર્મા, આલિયા ભટ્ટ, જેકલીન ફર્નાન્ડીઝ, કિયારા અડવાણી, સની લિયોની, કૃતિ સેનન, પરિણીતી ચોપડા અને વિદ્યા બાલને સુંદર તસ્વીરો આપીને ડબ્બુનું કેલેન્ડર સજાવી દીધું છે.

તમને જણાવી દઈએ કે ડબ્બુના 2020 કેલેન્ડરમાં સની લિયોની, ભૂમિ પેડનેકર અને કિયારા અડવાણીએ ટોપલેસ હોટ ફોટોશૂટ કરાવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ