દાન કરવાથી પુણ્ય મળે પણ ભૂલથી પણ આ વસ્તુઓનું દાન કરવું જોઈએ નહિ…

હિંદુ ધર્મમાં પૂજા, ધ્યાન, સ્નાન અને દાનનું વિશેષ મહત્વ હોય છે. કોઈપણ તહેવાર હોય, પ્રસંગ હોય કે પછી કોઈનો જન્મદિવસ કેમ ના હોય લોકો ગરીબોની સેવા કરવી, તેમને અમુક વસ્તુઓનું દાન કરવું એવું માનતા હોય છે. દાન કરીને ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થતી હોય છે. પણ ઘણીવાર વ્યક્તિ એ ભૂલથી અમુક એવી વસ્તુઓ જરૂરિયાત લોકોને દાનમાં આપી દેતા હોય છે જે ક્યારેય દાનમાં આપવી જોઈએ નહિ. આજે અમે તમને જણાવીશું કે એવી કઈ વસ્તુઓ છે જે દાનમાં ક્યારેય ના આપવી જોઈએ નહિ તો એ દાનની થશે ઉંધી અસર. આવો જાણીએ કઈ એવી વસ્તુઓ છે જે દાનમાં ના આપવી જોઈએ.

સાવરણી : હા, આપણે ઘણીવાર જયારે સાવરણી વપરાઈ જાય કે પછી થોડી ઘસાઈ જાય ત્યારે કોઈને આપી દેતા હોઈએ છીએ, તો તમને જણાવી દઈએ કે તમારે સાવરણી ક્યારેય કોઈને આપવી જોઈએ નહિ, આમ કરવાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઇ જાય છે. માતા લક્ષ્મી નારાજ થઇ જવાથી વેપારમાં અને કામમાં નુકશાન થાય છે, ઘરમાં ઘણા પ્રયત્ન કરવા છતાં પણ પૈસા ટકતા નથી.

વાસણ : આપણા હિંદુ શાસ્ત્રોમાં વાસણને દાન કરવા પર પ્રતિબંધ છે. આનો અર્થ સમજવો રહ્યો. જયારે કોઈ પ્રસંગ દરમિયાન ઘરના વડીલ તરફથી કે યજમાન તરફથી બહેન, દિકરીઓ અને વહુઓને જે વાસણ આપવામાં આવે છે તે દાન નહિ પણ લ્હાણી કહેવાય છે. અને દાન એટલે કે તમે કોઈ ગરીબને ઘરના વધારાના વાસણ તેમને આપી દો તેને દાન ગણાય. એટલે હવે ભૂલથી પણ કોઈને વાસણ દાનમાં આપવા નહિ.

તેલ : તેલનું દાન કરવાથી શનિદેવની કૃપા મળે છે એ વાત સાચી પણ ખરાબ તેલ કે પછી ઉપયોગ કરેલ તેલ કોઈને દાન કરવાથી શનિદેવ તમારાથી નારાજ થઇ જશે. શનિદેવને નારાજ કરવા એ કોઈની પણ માટે હિતાવહ નથી.

ભોજન : ભૂખ્યાને ભોજન આપવું એ સૌથી મોટું પુણ્ય છે એ વાત સાચી પણ કોઈને ક્યારેય વાસી ખાવાનું આપવું નહિ, આ એક અશુભ સંકેત છે. આમ કરવાથી ઘરમાં વાદ-વિવાદ વધી જાય છે. માટે જયારે પણ કોઈને ભોજન આપો તો ખાસ તકેદારી રાખજો કે તે ભોજન બગડેલું કે પછી વાસી ભોજન આપવું નહિ.

પ્લાસ્ટિક : આજકાલ બધા ઘરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ વધુને વધુ થતો જોવા મળે છે. પણ શું તમે જાણો છો કે પ્લાસ્ટિકને ક્યારેય દાન કરવું જોઈએ નહિ. પ્લાસ્ટિકને દાન કરવાથી વ્યક્તિની તરક્કી અટકી જાય છે અને તેને સફળતા મેળવવામાં અનેક બાધાઓ આવે છે.