જલ્સા કરોને જેંતીલાલ

દાલ મખની – બહાર હોટલમાં મળે છે તેનાથી પણ વધુ ટેસ્ટી અને મજેદાર બનશે એ પણ તમારા રસોડે…

દાલ મખની – બહાર હોટલમાં મળે છે તેનાથી પણ વધુ ટેસ્ટી દાલ મખની એકવાર જરૂર ટ્રાય કરજો..

• બાળકોને અને વડીલો ને ઘરમાં બધાને અવનવી વાનગીઓ ખાવી ખુબ જ પસંદ હોય છે તો આજે હું લાવી છું એવી રેસિપી કે જે હવે તમે પણ પરફેક્ટ બનાવી શકશો. તો આ વિડિયો રેસીપી દ્રારા પૂરો જોવાનું ચુકતા નહિ. આજે આપણે બનાવીશું દાલ મખની.

સામગ્રી:-

• રીત:-

• સ્ટેપ 1:-સૌપ્રથમ આખા અડદ ને આખી રાત સુધી ગરમ પાણી માં પલાળી લો. પછી ચોખ્ખા પાણી થી ધોઈ નાખવાં. અને 3 ગ્લાસ પાણી ઉમેરી 7 થી 8 સીટી વગાડીને બાફી લો. ગેસ બંધ કરી લો.

• સ્ટેપ 2:- હવે એક કડાઈમાં 3 ચમચી તેલ ઉમેરી ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થાય ત્યારે તેમાં જીરું, હિંગ, તમાલપત્ર, લવિંગ, તજ, લીલા મરચાં, આદું અને લસણની પેસ્ટ, છીણેલી ડુંગળી, છીણેલા ટામેટાં ઉમેરી બરાબર મિક્ષ કરી લો. અને ઠોડુ મીઠું ઉમેરી ઢાંકી ને ગ્રેવી ને કુક થવા દો.

• સ્ટેપ 3:-ગ્રેવી કુક થાય ત્યારે તેમાં હળદર, મરચું, ધાણાજીરું, ગરમ મસાલો ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી કુક થવા દો.

• સ્ટેપ 4:-હવે એમાં બાફેલા અડદ ઉમેરી મિક્સ કરી લો. અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી લો. અને કુક થવા દો. ત્યારબાદ તેમાં બટર અને ક્રિમ અથવા ઘરની મલાઈ ઉમેરી લો. તો ખૂબ જ ટેસ્ટી દાલમખની રેડી છે. સવૅ કરી લો.

મિત્રો આઈહોપ તમને મારી આ રેસીપી પસંદ આવી હશે અને બજી નવી નવી રેસીપી જોવા માટે Prisha Tube ચેનલ ને જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી નવી નવી રેસીપી ની નોટીફીકેશન મળતી રહે.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version