રસોડામાં વપરાતા તજના છે અનેક ફાયદા અને સાથે નુકસાન પણ, જાણી લો પહેલા તમે પણ

તજના ફાયદા, ઉપયોગ અને નુકસાન:

તજ એવો મસાલો છે જે લગભગ દરેક ભારતીય કિચનમાં સરળતાથી મળી જાય છે. તજ ફક્ત એક મસાલો જ નથી, પરંતુ તે એક ઔષધિ પણ છે,જેમાં રહેલ એંટીઓક્સિડેંટ ગુણ કેટલીક બીમારીઓ જેવી કે આર્થરાઈટિસ, ડાયાબિટીસ અહિયાં સુધી કે કેન્સર જેવી જીવલેણ બીમારી થી આપને સુરક્ષિત રાખે છે. હવે આ લેખમાં અમે આપને તજના ફાયદા વિષે જણાવીશું. આપ પણ જાણો કે તજ આપના સ્વાસ્થ્ય અને શરીર માટે કેવીરીતે લાભકારક છે.

તજના ફાયદા :

અહિયાં જાણીશું કે આપના સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે તજ અને તેને કઈ કઈ બિમારીઓમાં ઉપયોગ કરી શકાય છે.

૧. વજન ઘટાડવા માટે:

image source

આજકાલ વધતું વજન કે જાડાપણું લગભગ દરેક બીજા ત્રીજા વ્યક્તિ માટે ચિંતાનો વિષય બની ગયો છે. ખાવાપીવા પર ધ્યાન ના આપવાથી અને યોગ્ય રીતે શારીરિક શ્રમ કે વ્યાયામ અને યોગ ના કરવાથી થાય છે. એવામાં જો તજનું સેવન કરવામાં આવે તો કેટલીક હદ સુધી એક આ સમસ્યા ઓછી થઈ શકે છે. તજમાં રહેલા પોલિફેનોલ્સ, એક પ્રકારનું એંટીઓક્સિડેંટ છે, જે શરીરમાં ઇન્સ્યુલિનની સંવેદનશીલતાને યોગ્ય કરે છે. ઇન્સ્યુલીન લોહીમાં ગ્લુકોઝના સ્તરને નિયંત્રણ કરે છે, પરંતુ જ્યારે આપનું શરીર યોગ્ય પ્રમાણમાં ઇન્સ્યુલીન નથી બનાવી શકતું, તો બ્લડસુગર લેવલ વધી જાય છે. એના પરિણામ સ્વરૂપ જાડાપણું, ડાયાબિટીસને અન્ય કેટલીક બીમારીઓનો ખતરો વધી જાય છે. એક શોધ મુજબ જે મહિલાઓમાં પોલિસિસ્ટિક ડીબ્મગ્રંથિ રોગ છે, તેમના માટે તજ ઇન્સ્યુલીન પ્રતિરોધને ઓછું કરીને વજનને નિયંત્રિત કરે છે. આ સિવાય તજના એંટી ઓબેસિટી પ્રભાવ અને એમ રહેલા કેટલાક અન્ય તત્વો જાડાપણાને ઘટાડે છે.

કેવીરીતે સેવન કરવું?

સામગ્રી:

  • -એક કપ પાણી.
  • -એક ચમચી તજ પાવડર.
  • – એક ચમચી મધ.
  • -એક ચમચી લીંબુનો રસ.

બનાવવાની વિધિ:

  • -પહેલા પાણી ઉકાળી લેવું.
  • -હવે એક કપમાં તજ પાવડર, મધ, અને લીંબુનો રસ ભેળવીને એક મિશ્રણ તૈયાર કરી લો અને આ મિશ્રણને ઉકળતા પાણીમાં નાખીને સારી રીતે મિક્સ કરી લેવું.
  • -ત્યારપછી આ પાણીનું સેવન કરવું.

નોટ: આપ સારા પરિણામ માટે રોજ સવારે આ મિશ્રણનું સેવન કરી શકો છો.

image source

૨. આર્થરાઈટિસમ તજ: વધતી ઉમરની સાથે સાથે આપના હાડકાં પણ નબળા થવા લાગે છે અને કેટલાક લોકોને સંધિવા જેવી બીમારી ઘેરી લે છે. એવામાં તજ એક ઔષધિના રૂપમાં મદદ કરે છે. તજમાં આયર્ન, કેલ્શિયમ અને મેંગેનીઝ જેવા પોષકતત્વો રહેલા હોય છે જે સંધિવાની બીમારીમાં રાહત આપે છે. એક શોધ મુજબ રૂમેટોઇડ આર્થરાઈટિસમાં થતાં દુખાવા અને સોજામાં ઘણી હદ સુધી ઓછું કરવામાં અસરદાર સાબિત થાય છે.

કેવીરીતે ઉપયોગ કરવો?

તજના તેલની ત્રણથી ચાર ટીપા, નારિયેળ કે સરસો તેલમાં ભેળવીને હુંફાળું ગરમ કરી લો. હવે આ તેલથી હાડકાંની માલિશ કરો. આમ કરવાથી દુખાવામાં ઘણી રાહત મળે છે.

૩. ડાયાબિટીસમાં તજ:

ખરાબ જીવનશૈલી અને ખાવાપીવા ના કારણે કેટલાક લોકો ડાયાબિટીસનો શિકાર થઈ રહ્યા છે. જો સમયસર આની પર ધ્યાન ના આપ્યું તો આગળ જતાં ભારે નુકસાન થઈ શકે છે. સમયની સાથે સાથે ડાયાબિટીસ અન્ય કેટલીક બિમારીઓને જન્મ આપવા લાગે છે. એવામાં જો ડાયાબિટીસના દર્દીએ પોતાના ભોજનમાં તજને સામેલ કરે છે તો ડાયાબિટીસ પર ઘણો ખરો કંટ્રોલ મેળવી શકાય છે. તજમાં રહેલા એંટીઓક્સિડેંટ ડાયાબિટીસ હોવાના એક મહત્વપૂર્ણ કારક ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઘટાડે છે.

આ મસાલામાં ફેનોલીક યૌગિક અને ફલેવેનોઈડ રહેલ હોય છે, જે એંટી ઇન્ફ્લેમેટરી, એંટીડાઈબીટીક, એંટીકેન્સર અને કાર્ડિયોપ્રોટેક્ટિવ ગુણ પ્રદાન કરે છે. આ સિવાય એક શોધમાં જણાવાયું છે કે તજ બ્લડસુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તજમાં રહેલ પોલિફેનોલ્સ શરીરમાં ઇન્સ્યુલિનને સારું કરે છે, જેનાથી ડાયાબિટીસનો ખતરો ઓછો થઈ જાય છે.

કેવીરીતે સેવન કરવું?

image source

સામગ્રી:

  • -નાનો આદુનો ટુકડો.
  • -બે ચમચી લીંબુનો તાજો રસ.
  • -એક ટુકડો તજનો
  • -એક ચમચી કાચું ઓર્ગેનિક મધ કે સામાન્ય મધ.
  • -અડધો કે એક કપ ફિલ્ટર કે ગાળેલું હોય તે પાણી

બનાવવાની વિધિ

  • -પાણીને માધ્યમથી થોડી વધારે આંચ પર ગરમ કરો.
  • આદુના નાના કે બારીક ટુકડા કરો.
  • જેવું પાણી ઉકળવા લાગે, તેમાં આદુ નાખવું.
  • પછી ગેસને થોડો ઓછો કરી દો અને તેમાં તજ નાખો.
  • પાંચ મિનિટ સુધી તજને પાણીમાં પલાળી દો, પછી પાણીને ગાળીને એક કપમાં લઈ લેવું.
  • હવે તેમાં લીંબુનો રસ અને મધ ભેળવી પી જવું.

નોટ:આપ આ રસને આખા દિવસમાં કોઈપણ સમયે પી શકો છો.

૪. દિમાગ માટે તજ:

તજ મસ્તિષ્ક માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. તજની સુગંધ મસ્તિષ્કની ગતિવિધિને વધારે છે. આ મસ્તિષ્ક માટે સારું ટોનિક છે. આનાથી ના ફક્ત મસ્તિષ્ક તેજીથી કામ કરે છે, પરંતુ તણાવ અને ચિંતા જેવી હેરાનગતિઓમાં પણ આરામ મળે છે. જે લોકો તજના તેલને સૂંઘે છે, તેમની સ્મરણશક્તિ વધવા લાગે છે. આ સિવાય તજમાં રહેલ એંટીઓક્સિડેંટ ગુણ મનુષ્યને અલ્ઝાઇમર અને પાર્કિન્સ જેવા મસ્તિષ્ક વિકારથી પણ બચાવે છે. જયાં અલ્ઝાઇમરમાં યાદશક્તિ નબળી થવા લાગે છે, ત્યાંજ પાર્કિન્સમાં શરીરના અંગોમાં કંપન શરૂ થઈ જાય છે.

આવી રીતે કરો તજનો પ્રયોગ

સામગ્રી

  • અડધો કે કપ પાણી
  • તજની નાની લાકડી
  • એક ચમચી મધ

બનાવવાની રીત

  • -પાણીને ઉકાળી લો.
  • -હવે વાસણમાં તજ નાખીને તેમાં ગરમ પાણી નાખો.
  • -પાણીમાં લગભગ ૧૦ મિનિટ સુધી તજને પલાળી દો, જેથી તેના બધા ગુણ પાણીમાં આવી જાય.
  • -પછી પાણીને ગાળીને તેમાં મધ ભેળવીને પી જવું.

૫. શરદી અને ખાંસીમાં તજ:

image source

તજમાં એંટી માઇક્રોબાયલ અને એંટી ઇન્ફ્લેમેટરી ગુણ હાજર હોય છે. આ ગુણ શરદી-ખાંસીથી બચાવ કરે છે. એટલા માટે તજનો પ્રયોગ સારો ઉપાય છે.

કેવીરીતે કરશો ઉપયોગ ?

સામગ્રી

  • -એક ચમચી તજ પાવડર
  • -બે લવિંગના ટુકડા
  • -એક ગ્લાસ ગરમ પાણી

બનાવવાની વિધિ:

  • -આપ તજના પાવડર અને લવિંગને પાણીમાં નાખીને પાંચ થી દસ મિનિટ સુધી ઉકાળવા.
  • -પછી તેને ગાળી લો અને આને ચમચીથી પીવો.

નોટ:આપ આ સિરપની રીતે એક કે બે ચમચી દિવસમાં બે થી ત્રણવાર પી શકો છો.

૬. રક્ત પરિસંચરણ માટે તજ:

તજ રક્ત પરિસંચરણમાં સુધારવામાં મદદ કરે છે. તજમાં એવા યૌગિક રહેલા હોય છે જે લોહીને પાતળું કરીને રક્ત પરિસંચરણને વધારે છે. તજમાં રહેલ આ ગુણ ધમનિયોને લગતી બીમારી અને હાર્ટએટેક થી પણ બચાવે છે. સારું રક્ત પરિસંચરણ એટલે કે ઓછો દુખાવો અને વધારે ઓકસીઝન છે.

૭. તજ આપના હાનિકારક કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને સારા કોલેસ્ટ્રોલના સ્તરને સ્થિર કરે છે. આનાથી હાર્ટએટેકનો ખતરો પણ ઘટી જાય છે. આ ખાસ કરીને ટાઈપ-૨ ડાયાબિટીસ વાળા દર્દીઓમાં વધારે કારગત સાબિત થાય છે.

કેવીરીતે સેવન કરશો?

  • -આપ તજની ચા પી શકો છો.
  • -શાકભાજીમાં તજનો ઉપયોગ કરી શકો છો. એનાથી ના ફક્ત ખાવાનો સ્વાદ વધશે, પરંતુ આપના સ્વાસ્થ્ય માટે પણ સારું છે.

૮. શ્વાસની દુર્ગંધ:

image source

તજ ના ફક્ત દાંતના દુખાવામાં રાહત આપે છે, પરંતુ કેટલીક શોધ મુજબ આ મૌખિક સંક્રમણ અને શ્વાસની દુર્ગંધને પણ દૂર કરે છે.

કેવીરીતે પ્રયોગ કરવો?

આપ ઈચ્છો તો તજની લકડીને ચાવી શકો છો કે તજના પાણીથી (પાણીમાં તજની લાકડી પલાળવી) કોગળા કરી શકો છો.

૯. પાચન ક્રિયા માટે તજ:

તજ પાચનતંત્ર માટે પણ ખૂબ ફાયદાકારક છે. એમાં એંટી માઇક્રોબાયલ ગુણ હોય છે, જે પાંચનતંત્રના સંક્રમણના કારણે બનતા બેક્ટેરિયાથી લડે છે અને કેન્ડીડા નામની બીમારીથી બચાવે છે.

૧૦. બ્લડપ્રેશરની સમસ્યામાં તજ:

આજકાલ હાઈ અને લો બ્લડપ્રેશર એટલે કે ઉચ્ચ અને નિમ્ન રક્તચાપની સમસ્યા કેટલાક લોકો થાય છે. એવામાં તજના સેવનથી આ સમસ્યામાં ઘણી હદ સુધી દૂર કરી શકાય છે. ખાસ કરીને ટાઈપ-૨ ડાયાબિટીસવાળા દર્દીઓ માટે આ વધારે ફાયદાકારક છે. જો કે જાનવરો પર કરાયેલ એક અધ્યયન થી ખબર પડી છે કે તજ, પરિધીય વાહિકા પ્રસરણ દ્વારા, રક્તચાપના સ્તરને નિયંત્રણ કરે છે.

૧૧. ઇનફર્ટિલિટીમાં તજ:

image source

તજ એક એંટીઓક્સિડેંટ છે, જે પોલિફેનોલીસ યૌગિકનો એક સમૃધ્ધ સ્ત્રોત છે. આ જાડાપણાથી ગ્રસ્ત લોકોમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઓછો કરે છે. સાથે જ આ ઇનફર્ટિલિટીના ખતરાને પણ ઓછો કરે છે.

૧૨. માસિક ધર્મના સમયે તજ:

સામાન્ય રીતે દરેક મહિલા માટે માસિક ધર્મના સમયે કેટલીક તકલીફો જેવી કે પેટમાં દુખાવો, ઊબકા વગેરેથી ભરેલ હોય છે. આ સ્થિતિમાં કેટલીક મહિલાઓ દવાઓનું સેવન કરે છે, પરંતુ દર વખતે દવાઓનું સેવન ખતરનાક થઈ શકે છે. એટલે જ માસિક ધર્મના સમયે તજનો ઘરેલુ ઉપાય ઘણા મદદગાર સાબિત થઈ શકે છે. તજના સેવનથી માસિક ધર્મના સમયે વધારે રક્ત સ્ત્રાવની તકલીફ, દુખાવો અને ઊબકા જેવી સમસ્યાઓ થોડી ઘણી ઓછી થઈ જાય છે. આ ડિસમેનોરીયા એટલે કે માસિક ધર્મના સમયે કે પહેલા થતી મરોડની સમસ્યાને પણ ઓછી કરે છે. અહિયાં સુધી કે તજ પાવદરનું સેવન કરવાથી મહિલાઓને પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમમાં પણ રાહત મળે છે.

કેવીરીતે સેવન કરવું?

  • -એક થી બે ગ્લાસ પાણી
  • – એક નાની ચમચી તજ પાવડર
  • – થોડું મધ

બનાવવાની વિધિ:

  • -એક થી બે ગ્લાસ પાણીમાં તજ પાવડર નાખીને ઉકાળી લો.
  • – પછી એમાં મધ ભેળવીને પાણી ને પી લેવું.
  • – આમ કરવાથી માસિકધર્મ સમયની મરોડ ઘણી ઓછી થઈ જાય છે.

૧૩. કેન્સર માટે તજ :

image source

તજ, કેન્સરની કોશિકાઓના વિકાસને ઘટાડે છે અને તેને ફેલાવાથી રોકે છે. ઉંદર પર કરાયેલ અધ્યયનથી એક રસપ્રદ પરિણામ સામે આવ્યા છે કે તજ પેટમાં એન્ઝાઈમને સક્રિય કરે છે, જે ઇંદ્રિયોને ડિટોક્સિફાઈ કરીને કોલન કેન્સર (એક પ્રકારના પેટનું કેન્સર) ને ફેલાવાથી રોકે છે. તજમાં એંટીકેન્સર ગુણ રહેલ છે, જે કેટલાક પ્રકારના કેન્સરથી આપણાં શરીરને બચાવે છે. સાથે જ તજમાં રહેલ પોલિફેનોલ્સ, મેલેનોમાં કેન્સર(ત્વચાનું કેન્સર) ની સામે સુરક્ષા પ્રદાન કરે છે.

૧૪. દસ્તમાં તજ:

અયોગ્ય ખાનપાન કે ક્યારેક ક્યારેક ઋતુના કારણથી દસ્ત એટલે કે ડાયરીયાની સમસ્યા થઈ જાય છે. એવામાં વારંવાર દવાઓનું સેવન કરતાં પહેલા જો ઘરેલુ ઉપાય અપનાવવામાં આવે, તો ફાયદેમંદ સાબિત થઈ શકે છે. કેટલીક શોધથી એ ખબર પડી છે કે તજ ડાયરીયાની તકલીફને ઘણી હદ સુધી ઘટાડી શકે છે. તજના એંટી બેક્ટેરિયલ અને ઔષધીય ગુણ ડાયરીયામાં ઘણા ફાયદેમંદ સાબિત થઈ શકે છે.

કેવીરીતે સેવન કરશો?

સામગ્રી

  • -એક ચમચી તજ પાવડર
  • -એક ચમચી જીરા પાવડર
  • -એક ચમચી સૂંઠ(સૂકા આદુનો પાવડર)
  • -એક ચમચી મધ
  • -એક ગ્લાસ પાણી

બનાવવાની વિધિ:

આ બધી સામગ્રીઓને એક ગ્લાસ પાણીમાં ભેળવવી અને પીવું. આપ આને આખાદિવસમાં બે થી ત્રણવાર પીવું.

૧૫. ગર્ભાવસ્થામાં તજ:

image source

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાએ પોતાના ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો ગર્ભવતી મહિલા ભોજનમાં તજનું સેવન કરે છે, તો આ તેના માટે ઘણું ફાયદાકારક સાબિત થશે. તજમાં રહેલ એંટીઓક્સિડેંટ ગુણ કોઈપણ પ્રકારના સંક્રમણ થી મહિલાને બચાવે છે. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે જો કોઈ ગર્ભવતીને ગર્ભાવધી ડાયાબિટીસ કે ડાયાબીટીસની દવા લઈ રહી છે, તો તજનું સેવન ડોક્ટરની સલાહ મુજબ કરવું. જરૂરિયાતથી વધારે તજનું સેવન લોહીને પાતળું કરી શકે છે, જેની અસર ગર્ભાવસ્થા પછી થતાં રક્ત સ્ત્રાવ પર પડી શકે છે. આ સિવાય, ગર્ભાવસ્થા દરમિયાન વધારે તજનું સેવન કરવાથી સમયથી પહેલા પ્રસવનું કારણ બની શકે છે.

ગર્ભવતી મહિલાએ ફક્ત ભોજનમાં તજ નો પ્રયોગ કરે અને મર્યાદિત પ્રમાણમાં તેનું સેવન કરે.

૧૬. લાંબી ઉમર માટે તજ:

આપ જાણીને હેરાન થઈ જશો કે તજથી આપની આયુ પર પણ સકારાત્મક પ્રભાવ પાડે છે. સતત તજ પાવડરનું સેવન કરવાથી આપ ઘડપણમાં થતી સ્વાસ્થ્ય સંબંધી તકલીફોમાં ઘણી હદ સુધી ઓછી થઈ જાય છે. એનાથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે અને ઉમરની સાથે થતાં હાડકાના દુખવાની તકલીફ પણ દૂર થઈ જાય છે.

કેવીરીતે સેવન કરશો?

સામગ્રી

  • -બે કપ પાણી
  • -એક ચમચી તજ પાવડર
  • -બે થી ત્રણ ચમચી મધ

બનાવવાની વિધિ:

  • -આપ તજના પાવડરને પાણીમાં ઉકાળો અને પછી હળવું ઠંડુ થયા પછી તેમાં મધ ભેળવીને પીવું.
  • -આપ આને દિવસભરમાં એક થી બે વાર પી શકો છો.

૧૭. તજ કબ્જ અને ગેસ માટે:

આજકાલ અયોગ્ય ખાનપાનના કારણે આપણા પેટની હાલત ખૂબ જ ખરાબ થઈ જાય છે. ક્યારેક કબ્જ, તો ક્યારેક ગેસની ફરિયાદ સતત રહ્યા કરે છે. કેટલાક લોકોને કબ્જ અને ગેસની દવા લેવાની આદત થઈ જાય છે. આ દવા વારંવાર લેવી, સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. એવામાં તજ જેવી ઘરેલુ ઔષધિને આપના આહારમાં સામેલ કરશો તો પેટની સમસ્યા ઘણી હદ સુધી ઠીક થઈ શકે છે.

આપે રાતે સૂતા પહેલા દૂધમાં તજનો પાવડર ભેળવીને પી શકો છો. એનાથી આપને ગેસ, કબ્જ અને પેટ સંબંધિત અન્ય તકલીફોથી રાહત મળી શકે છે. જો આપને દૂધની સાથે પીવાનું પસંદ ના હોય તો ભોજનમાં જરૂરથી તજનું સેવન કરો. આપે આ વાત પણ ભૂલવી જોઈએ નહિ કે તજનું જરૂરિયાત કરતાં વધારે સેવન, પાચન ક્રિયા પર ખરાબ અસર પાડી શકે છે, એટલે જ તજને યોગ્ય પ્રમાણમાં સેવન કરવું.

૧૮. દુખાવાથી રાહત:

image source

આપણે મોટાભાગે કોઈપણ પ્રકારના દુખાવો થવા પર દર્દ નિવારક દવા લઈએ છીએ, જે હાનિકારક સાબિત થઈ શકે છે. ત્યાં જ તજ શરીરમાં થતાં કેટલાક પ્રકારના દુખાવા, જેવા કે દાંતનો દુખાવો, હાડકાનો દુખાવો અને પેટનો દુખાવોમાં રાહત આપે છે.

કેવીરીતે ઉપયોગ કરશો?

  • -દાંતમાં દુખાવો થાય તો તજને ચાવીને ખાવું કે પછી તજના પાણીના કોગળા કરવા. આ સિવાય તજના પાનનું તેલ પણ રૂમાં લગાવીને દાંતોની વચ્ચે દબાવી શકો છો.
  • -પેટમાં દુખાવો હોય તો તજની ચા કે દૂધ સાથે તજનું સેવન કરી શકો છો.
  • -સાંધાના દુખાવા માં તજના તેલને આપ નારિયેળ કે સરસોના તેલની સાથે ગરમ કરીને લગાવી શકો છો. આ સિવાય આપ તજના પાવડરને હુંફાળા પાણીમાં પેસ્ટ બનાવીને દુખાવાવાળા ભાગ પર માલિશ કરો. આનાથી દુખાવો ઓછો થવાની સંભાવના હોય છે.

નોટ: જો આમાંથી કોઈપણ દુખાવો તજના ઉપયોગ પછી પણ વધારે દિવસો સુધી રહે છે તો આપે ડૉક્ટરને જરૂરથી સંપર્ક કરવો.

હવે આગળ વાત કરીશું કે ત્વચાને નિખારવા માટે તજનો ઉપયોગ કેવીરીતે કરી શકાય છે?

-ત્વચા માટે તજના ફાયદા:

તજના ફાયદા ફક્ત સ્વાસ્થ્ય માટે જ નથી, પરંતુ આપની ત્વચા માટે પણ છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમની ત્વચામાં હમેશા ચમક અને નમી બરકરાર રહે, કેમકે બાહરની સુંદરતા પણ ખૂબ મહત્વ રાખે છે. અલગ અલગ પ્રકારની ક્રીમ અને દવાઓનો ઉપયોગ કરવાથી બસ થોડાક સમય માટે ત્વચા પર ચમક આવી જશે. નીચે અમે તજના કેટલાક ફાયદા જણાવી રહ્યા છીએ, જે આપની ત્વચાને જવાન અને ખૂબસૂરત રાખશે.

-ખીલ અને દાગ-ધબ્બા માટે:

ધૂળ માટી, પ્રદૂષણ, બદલાતી ઋતુ કે અયોગ્ય ખાનપાનના કારણે ચેહરા પર ખીલ કે પીંપલ થવા લાગે છે. કરત;ઇકવાર તો આ પીંપલ ચેહરા પર દાગ પણ છોડી દે છે. આફત તો ત્યારે થઈ જાય, જ્યારે કોઈ પાર્ટીમાં જવાનું હોય, ત્યારે આ પીંપલ અને તેના દાગ ધબ્બા ખૂબ ખરાબ લાગે છે, પરંતુ હવે તજ જેવા સામાન્ય ઘરેલુ મસાલા, આપની આ તકલીફને દૂર કરી શકે છે. તજમાં એંટીમાઇક્રોબાયલ અને એંટીઇન્ફ્લેમેટરી ગુણ પીંપલ અને દાગ ધબ્બાને ઓછા કરે છે. આ સિવાય તજ અને મધના મિશ્રણ પીંપલવાળા બેક્ટેરિયાને મારે છે.

કેવીરીતે ઉપયોગ કરશો?

સામગ્રી

  • -ચપટીભર તજનો પાવડર
  • -લગભગ એક ચમચી મધ

બનાવવાની વિધિ :

  • -પોતાની હથેળી પર મધ અને તેમ તજનો પાવડર ભેળવીને પેસ્ટ તૈયાર કરી લો.
  • -હવે સૂતા પહેલા ચેહરાને સારી રીતે સાફ કરો, આ પેસ્ટને દાગ ધબ્બાઓ પર લગાવીને આખીરાત માટે ચેહરા પર રેહવા દો.
  • -સવારે ચોખ્ખા પાણીથી ચેહરો ધોઈ લેવો.
  • -ધ્યાન રાખવું કે આપે પેસ્ટ તૈયાર કરતાં પહેલા હાથને સારી રીતે ધોઈ લો, જેથી આપના હાથમાં રહેલા બેક્ટેરિયા અને ગંદગી આપના ચેહરા સુધી ના પહોંચે.
  • -આ પેસ્ટની અસર ભલે ધીરે ધીરે થાય, પરંતુ તેનાથી આપના દાગ ધબ્બા ઓછા થવા લાગશે.
image source

૨. હોઠોને આકર્ષક દેખાડવા માટે તજ: હોઠોનું આકર્ષક દેખાવું પણ જરૂરી છે. કેટલીક મહિલાઓ ઈચ્છે છે કે તેમના હોઠ પ્રિયંકા ચોપડા, જેક્લીન ફર્નાન્ડીસ જેવા બૉલીવુડ અભિનેત્રીઓની જેમ દેખાય. તજ એવા જ એક ઘરેલુ મસાલો છે, જેનાથી આપના હોઠ આ અભિનેત્રીઓની જેમ આકર્ષક દેખાય શકે છે.

કેવીરીતે ઉપયોગ કરશો?

સામગ્રી

  • -તજની ત્રણથી ચાર નાની લાકડી
  • -એક કપ ઓલિવ ઓઇલ
  • -એક નાની શીશી કે જાર

બનાવવાની વિધિ:

  • -જારમાં તજની લાકડીઓ નાખો અને તેમાં ઓલિવ ઓઇલ ભેળવવું.
  • -એટલું તેલ નાખવું કે તજ તેમાં સારી રીતે પલળી જાય.
  • – હવે આ મીશ્રણને એક થી બે અઠવાડિયા સુધી ઢાંકણું બંધ કરીને એમ જ રહવા દેવું.
  • -હવે એના રંગમાં બદલાવ જોવા મળે, તો સમજવું કે તજના ગુણ તેલમાં આવવા લાગ્યા છે અને હવે આ ઉપયોગ માટે તૈયાર છે.
  • -હવે આ તેલથી આપના હોઠોની માલિશ કરો.

નોટ: તજમાં રહેલા ગુણ હોઠોને નિખારે છે, જ્યારે ઓલિવ ઓઇલ હોઠોને મોઈશ્ચરાજ રાખે છે.

૩. રૂખી ત્વચા માટે તજ: બદલાતી ઋતુની સાથે રૂખી ત્વચાની તકલીફ લગભગ દરેકને ઝેલવી પડે છે. ક્યારેક ક્યારેક તો જેટલી પણ ક્રીમ લગાવી લો, પરંતુ રૂખી ત્વચાની સમસ્યા ખતમ થતી નથી. એવામાં જો તજ જેવા ઘરેલુ ઉપાયનો ઉપયોગ કરવામાં આવે, તો રૂખી ત્વચાથી કેટલીક હદ સુધી છુટકારો મેળવી શકાય છે. તજ, ત્વચાની મૃત કોશિકાઓને હટાવીને તેને કોમળ બનાવે છે. આપ તજનો સ્ક્રબની જેમ પણ ઉપયોગ કરી શકો છો.

સામગ્રી

  • – પીસીલા તજ કે તજનો પાવડર
  • -મીઠું
  • – ઓલિવઓઇલ
  • -બદામનું તેલ
  • – મધ

બનાવવાની વિધિ :

તજ, મીઠું, ઓલિવઓઇલ, બદામનું તેલ અને મધ ભેળવીને એક સ્ક્રબ તૈયાર કરી લો અને આ સ્ક્રબ અઠવાડિયામાં એક કે બે વાર લગાવો. નોટ: ધ્યાન રાખવું કે જો આ સ્ક્રબ લગાવ્યા પછી આપને બળતરા કે ખંજવાળ મેહસૂસ થાય, તો આપે તરત જ આને ધોઈ લેવું. આની પરખ કરવા માટે આ પેસ્ટને પહેલા પોતાના હાથ પર લગાવીને ટેસ્ટ કરી શકાય છે.

૪. તજ ત્વચાની રંગતને નિખારે છે. : તજ ચેહરાની રંગતને પણ નિખારે છે. પ્રદૂષણ કે તાપના કારણે મોટાભાગે ત્વચાની રંગત ઉડવા લાગે છે, જેનાથી સુંદરતા ગાયબ થઈ શકે છે. એટલે જો તજનો ઘરેલુ પેક લગાવવામાં આવે, તો ત્વચાની રંગતમાં ઘણી હદ સુધી સુધારો આવી શકે છે.

ફેસ પેક બનાવવા માટેની સામગ્રી

  • -એક ચમચી તજનો પાવડર
  • -બે ચમચી દહી
  • -એક નાનું કેળું
  • -અડધું લીંબુ

ફેસ પેક બનાવવાની વિધિ:

  • -તજ પાવડર, દહી, કેળાં અને લીંબુનો રસ ભેળવીને એક ઘાટી પેસ્ટ તૈયાર કરી લો.
  • -પછી આ પેસ્ટને પોતાના ચેહરા પર લગાવીને દસથી પંદર મિનિટ માટે રેહવા દેવી. આ પેસ્ટ સુકાઈ જાય એટલે ચેહરાને પાણીથી ધોઈ લો.
image source

નોટ: આપ આ પેકને અઠવાડિયામાં એક કે બે વાર લગાવી શકો છો. જો આપની ત્વચા સંવેદનશીલ છે, તો પહેલા આ પેકને હાથ પર લગાવીને જોય લેવું કે ક્યાંક આપને બળતરા, ખંજવાળ કે કોઈ પ્રકારની એલર્જી તો નથી થઈ રહી.

૫. ચેહરાને બનાવો જવાન:

વધતી ઉમરની સાથે ચેહરો પણ પોતાની ચમક ખોવા લાગે છે. ચેહરા પર ઝુરિયો પડવા લાગે છે અને નિખાર ખતમ થવા લાગે છે. એવામાં જરૂરી છે કે આપ સમય રહેતા આ વસ્તુઓ પર ધ્યાન આપવું. આપને જાણીને નવાઈ લાગશે કે એક નાનકડુ તજ આપના ચેહરાને જવાન બનાવી શકે છે. આ ત્વચાને જવાન બનાવી રાખે છે, કેમકે આ કોલેજનને નષ્ટ થવાથી બચાવે છે અને ત્વચાના લચીલાપણાને બરકરાર રાખે છે. એક અધ્યયન મુજબ, તજ કોલેજન જૈવ સંશ્લેષણને વધારે છે, જેનાથી એંટી એજિંગની સમસ્યા કેટલીક હદ સુધી ઓછી થાય છે. આમ કરો તજનો ઉપયોગ

સામગ્રી

  • -એક ચમચી તજનો પાવડર
  • -એક ચમચી કાચું મધ

લગાવવાની વિધિ

  • – તજ અને મધને ભેળવીને પેસ્ટ બનાવી લો.
  • -હવે આ પેસ્ટને ચેહરા પર લગાવો.
  • -આને દસ થી પંદર મિનિટ માટે રહેવા દો.
  • -પછી હુંફાળા પાણીથી ધોઈ લો.

આ સિવાય એક અન્ય ઉપાયથી પણ તજનો ઉપયોગ કરી શકો છો. આપ વેસેલીનમાં તજના તેલના બે-ત્રણ ટીપા નાખીને, તેનાથી પોતાના ચેહરાની માલિશ કરી શકો છો. પછી થોડાક સમય પછી આપે સાફ ભીના ટુવાલથી પોતાના ચેહરાને લૂછી લો.

નોટ:ધ્યાન રહે કે આપ તજના કોઈપણ મિશ્રણને આંખોની આસપાસ ઉપયોગ ના કરવો.

૬. ત્વચાનું સંક્રમણ કે જખમમાં તજનો ઉપયોગ : તજમાં રહેલ એંટીબેક્ટેરિયલ અને એંટી ફન્ગલ ગુણ ત્વચાને સંક્રમણથી બચાવે છે. સાથે જ આ કોઈપણ જખમને સરળતાથી ભરી શકે છે.

નોટ: આપ ત્વચાને સંક્રમણ થવા પર તજના પાવડર અને મધને ભેળવીને લગાવી શકો છો, પરંતુ પહેલા થોડા પ્રમાણમાં લગાવો. આપ લગાવવાથી પહેલા એકવાર ડૉક્ટર સાથે પણ વાત કરી લેવી, કેમકે આ આપના ઘાવ કે જખમ પર નિર્ભર કરે છે કે તે કેટલા ઊંડા છે અને તેનો ઘરેલુ ઈલાજ હોય શકે છે કે ડૉક્ટરની પાસે જવાની જરૂર છે.

હવે આગળ વાત કરીશું તજ કઈ રીતે વાળ માટે ફાયદાકારક છે.

વાળ માટે તજના ફાયદા:

લાંબા અને ઘાટા વાળની ઈચ્છા દરેક મહિલાની હોય છે. આપના વાળની ચમક અને ખૂબસૂરતીને વધારવા માટે લોકો અનેક પ્રકારના શેમ્પૂનો ઉપયોગ કરે છે, પરંતુ આની જગ્યાએ આપ એકવાર તજનો ઉપયોગ કરી જોવો.

૧. વાળને લાંબા કરવા માટે તજ:

તજ શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને વધારીને વાળના મૂળ સુધી ઑક્સીજનને પહોંચાડે છે, જેનાથી વાળ સ્વસ્થ રહે છે. તજની પેસ્ટ આપના વાળને વધારવામાં મદદ કરી શકે છે.

પેસ્ટ કેવીરીતે બનાવવી?

સામગ્રી

  • -એક કપ ઓલિવ ઓઇલ
  • -એક ચમચી તજ
  • -એક ચમચી મધ

પેસ્ટ બનાવવાની વિધિ

  • -ઓલિવ ઓઇલને હુંફાળુ ગરમ કરી કોઈ વાટકીમાં કાઢી લો.
  • -હવે એમાં તજ અને મધ ભેળવો.
  • -ત્યારપછી કોઈ બ્રશથી આ પેસ્ટને આપના વાળ અને તેના મૂળમાં લગાવો.
  • -આને દસથી પંદર મિનિટ સુધી રહેવા દો, ત્યાર પછી વાળને શેમ્પૂ અને કન્ડિશનરથી ધોઈ લો.

નોટ: આ પેસ્ટને આપ અઠવાડિયામાં એકવાર લગાવી શકો છો.

૨. વાળને કલર કરવા માટે તજ:

જો આપ વાળને કલર કરવા ઈચ્છો છો, પરંતુ બજારમાં ઉપલબ્ધ રાસાયણિક હર કલર ઉપયોગ કરવાથી ડરો છો, તો એવામાં તજ સારો પ્રાકૃતિક વિકલ્પ છે. આપે બસ એટલું જ કરવાનું છે કે આપના વાળને સારી રીતે ધોઈ લો અને પછી કોરા કરીને વ્યવસ્થિત ઓળી લો, જેથી આપના વાળ ફસાઈ કે તૂટે નહિ, ત્યારપછી તજ અને કન્ડિશનરને ભેળવીને પેસ્ટ તૈયાર કરી લો. તેને વાળ પર લગાવીને આખીરાત માટે છોડી દો. આગલી સવારે વાળ ધોઈ લો, એનાથી વાળમાં હલકો કલર આવી જશે.

નોટ: જો આપને આ પેસ્ટ લગાવ્યા પછી ખંજવાળ આવે છે તો વાળને તરત ધોઈ લો, કેમકે દરેકના વાળની જરૂરિયાત અલગ હોય છે.

૩.તજ વાળના મૂળને સાફ કરે છે. : દરરોજની ધૂળ-માટી અને પ્રદૂષણના કારણે વાળ ગંદા,સૂકા, બેજાન અને નમી ખોવા લાગે છે. એવામાં ઓછામાં ઓછું અઠવાડિયામાં એકવાર આપના વાળની કેર કરવાની જરૂર હોય છે, જેથી વાળમાં ફરીથી તાજગી આવી જાય. જો આપ કેમિકલ પ્રોડ્કટનો ઉપયોગ ના કરીને પ્રાકૃતિક અને ઘરેલુ ઉપાય અપનવશો તો આપના વાળમાં હજી વધારે ચમક આવી જશે. એટલે અમે આપને તજનો એક ઉપાય આપની સાથે શેર કરી રહ્યા છીએ. એમાં રહેલ પોષકતત્વો, વાળમાં એક નવી જાન નાખી દે છે.

આ છે ઉપાય

સામગ્રી

  • -અડધી ચમચી તજ કે તજ પાવડર
  • – એક ચમચી બેકિંગ સોડા
  • – બે ચમચી ઓલિવ ઓઇલ

નોટ: સામગ્રીઓનું પ્રમાણ આપના વાળની લંબાઈ અને ધનત્વ મુજબ લેવા.

image source

પેસ્ટ બનાવવાની વિધિ

  • -એક વાટકીમાં આ બધી સામગ્રીઓને ભેળવીને પેસ્ટ તૈયાર કરી લો.
  • – હવે આ મિશ્રણથી આપના વાળમાં હળવી હળવી માલિશ કરો અને પંદર થી વીસ મિનિટ સુધી લગાવી રાખો.
  • -પછી આપના વાળને ધોઈ લો.

તજમાં રહેલ એંટીઓક્સિડન્ટ ગુણ આપના વાળની ગંદગીને કાઢીને વાળને સાફ કરી દે છે. સારા પરિણામ માટે આને અઠવાડિયામાં એકવાર લગાવી શકો છો. નોટ: જો આપ આ પેસ્ટ લગાવવાથી બળતરા કે ખંજવાળ મહેસુસ થાય તો આપે આ પેસ્ટને તરત ધોઈ લેવી.

દરેક વસ્તુના ફાયદા હોય છે, તો નુકસાન પણ હોય છે. અહિયાં અમે આપને તજના એવા જ કેટલાક નુકસાન વિષે જણાવી રહ્યા છીએ.

તજના નુકસાન:

-તજના કેટલાક નુકસાન પણ છે, જેના વિષે જાણવું જરૂરી છે, જેથી તેનું સેવન કરતાં સમયે થોડું ધ્યાન રાખવું.

  • ૧. લિવરની તકલીફ થઈ શકે છે.
  • ૨. લોહી પાતળું કરી શકે છે.
  • ૩. ત્વચાની સમસ્યા.
  • ૪. ગર્ભવતી મહિલાને સમય થી પહેલા પ્રસવ થઈ શકે છે.
  • ૫. નિમ્ન બ્લડ સુગર અને બ્લડ પ્રેશર.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ