જલ્સા કરોને જેંતીલાલ

સાઈબર બુલીંગના કારણે બાળકમા આવી શકે છે આવા માનસિક બદલાવ, વાંચો આ લેખ અને રાખો ખાસ કાળજી

કોરોના ની મહામારીના લીધે બાળકોના સ્ક્રીન ટાઈમમાં ખૂબ મોટો વધારો થઇ ગયો છે. સંશોધન પ્રમાણે, જ્યાં પહેલાં બાળકો દિવસમાં ફક્ત બે કલાક સ્ક્રીન નો ઉપયોગ કરતા હતા તે હવે વધીને સાત કલાક થઇ ગયું છે, અને તેના લીધે ઘણી બધી તકલીફો ઊભી થઇ ગઈ છે, જેમાં સાઇબર બુલિંગ એક વૈશ્વિક સમસ્યા બની ગઈ છે.

image soucre

સામાન્ય રીતે સાઇબર બુલિંગ ડિજિટલ ટેક્નોલોજી મારફતે થતું હોય છે. ખાસ કરીને ત્યારે જ્યારે બેમાંથી એક વ્યક્તિ સગીર વયની હોય. આમાં એક વ્યક્તિને ખૂબ જ ત્રાસ આપવામાં આવતો હોય છે, અને બળજબરાઈ થી મેસેજ, ફોટો અથવા વીડિયો મોકલવા વગેરે જેવી બધી વસ્તુઓ કરાવવામાં આવતી હોય છે.

આટલું જ નહીં, તેને ધમકીઓ થકી તીવ્ર યાતના પણ આપવામાં આવે છે, અને બ્લેકમેઇલ પણ કરવામાં આવે છે. આનું સૌથી ખતરનાક સ્વરૂપ એ હોય છે, જ્યારે યાતના આપનાર પુખ્તવય ની વ્યક્તિ હોય છે અને તે પોતાની ઓળખ પણ ગુપ્ત રાખે છે. આવી પરિસ્થિતિમાં આ સાઇબર બુલિંગ નહીં પણ સાઇબર સ્ટોકિંગ (ખરાબ હેતુ થી કોઈનો પીછો કરવો) બની જાય છે.

આજે હુ આ લેખમાં તમારી જોડે સત્તર વર્ષ ની મીરાં નો બનાવ શેર કરું જેણે છેવટે તેની માતા સામે ખુલાસો કર્યો કે તે સાઇબર બુલિંગ નો ભોગ બનેલી છે. તેના એક કલાસમેટ (વર્ગમાં સાથે ભણનાર) છોકરા એ તેની સાથે મિત્રતા કરી અને ધીમે-ધીમે આ મિત્રતા એક પ્રકારના બુલિંગમાં ફેરવાઈ ગઈ, જેમાં તે છોકરો મીરાં પાસે થી ખાસ પ્રકાર ના મેસેજીસ અને ફોટો મોકલવાની અનૈતિક માગ કરવા માંડ્યો.

image soucre

તેની માગ પૂરી ના કરવાનો અર્થ હતો તેની અને કલાસના તેના ગ્રુપ ની મિત્રતા ગુમાવી દેવી. દેખીતી વસ્તુ છે કે, તે છોકરો એના કલાસમાં ખૂબ લોકપ્રિય હતો. અધૂરામાં પૂરું એ સ્માર્ટ, વાચાળ અને આત્મ વિશ્વાસી હતો અને વળી ટીચરનો પણ ફેવરિટ હતો! જો કે, મીરાં પોતે પણ ખૂબ હોંશિયાર હતી, વાંચન નો શોખ ધરાવતી હતી.

અને તેના માતા-પિતા પણ શિક્ષિત હતા પણ મીરાં શરમાળ અને અંતર્મુખી હતી. વળી, કિશોર વય ની હોવાને લીધે તે ભાવનાત્મક રીતે નબળી હતી. આ બધા કારણો ને લીધે મીરા તે છોકરાના કરીઝ્મા (ચિત્તાકર્ષક શક્તિ) ઉપર આશ્રિત હતી કારણ કે, તે છોકરો મીરાંના કલાસમાં મીરાં નું સ્ટેટસ ઊંચું કરવા માટે નો પાસપોર્ટ હતો! ઘણા બુલી થયેલાં બાળકો તો એવું પણ સ્વીકારે છે કે તેઓ પિયર-સ્વીકૃતિ ની અપેક્ષા હેઠળ પોતાના પ્રાઇવેટ ફોટા અને ડિજિટલ સાધનો ના પાસવર્ડ પણ સામેવાળા વ્યક્તિ સાથે શેર કરી દે છે.

જેમ-જેમ બાળકો મોટાં થઈ ને કિશોર વયમાં પગ મૂકે છે, તેમ-તેમ તેમની બે જરૂરિયાતો ખૂબ જ મહત્ત્વ પૂર્ણ થઇ જાય છે. પહેલી જરૂરિયાત છે – જોડાયેલા રહેવું અને બીજી છે – સ્વાયત્તતા. આ બધું ઓળખ ઊભી કરવાની પ્રક્રિયાનો એક સ્વાભાવિક ભાગ છે. સ્વતંત્ર થવું અને મા-બાપના રક્ષણાત્મક ગોળામાંથી બહાર નીકળવું.

image soucre

સ્વાયત્તતા અને જોડાયેલા રહેવાની ઈચ્છા બંને એકમેક સાથે સંકળાયેલી છે. વળી, બાળકને ડગલે ને પગલે પોતાના પિયર્સના સમર્થનની જરૂર હોય છે. કદાચ એટલે જ આપણે કેટલા બધા કિશોરવયનાં બાળકો ને સમૂહ અથવા ક્લબનો ભાગ બનતા જોઈએ છીએ કે પછી કોઈ પણ ફેડ (જમાનામાં ચાલતી લહેર) નું આંધળું અનુસરણ કરતા જોઈએ છીએ.

આ કરવાથી તેમને એક જાતની સુરક્ષા ની અનુભૂતિ થાય છે, જે તેમને સામાજિક સ્વીકૃતિ આપે છે. નાનામાં નાની ઉપેક્ષા તેમની આ નવી ઊભી થઈ રહેલી ઓળખ માટે ખતરો બની જાય છે. બુલી થઈ રહેલાં બાળકને પુખ્તવયની વ્યક્તિ પાસે મદદ લેવામાં સમય લાગે છે, કારણ કે, તેને એવી ગેરસમજ હોય છે કે જો તે આ કબૂલ કરશે તો તે ગ્રુપમાંથી બાકાત થઇ જશે. છોકરીઓ અને છોકરાઓ બંને સાઇબર બુલિંગ નો ભોગ બની શકે છે.

એટલે જ ખૂબ જરૂરી છે કે તમે તમારા બાળક ની જોડે વીતી રહેલી દરેક વસ્તુ નો ટ્રેક રેકોર્ડ રાખો. અલબત્ત, કિશોર વયના ઘણાં બાળકો મૂડ સ્વિંગ્સમાંથી પસાર થતા હોય છે. પરંતુ જો તમે તેનામાં ઉદાસીનતા, માનસિક તકલીફ, બેચેની, ખોરાકમાં ફેરફાર વગેરે જેવાં લક્ષણ જુઓ ત્યારે જરૂર છે, માટે સચેત થઈને પરિસ્થિતિ ની તપાસ કરવાની.

એક વાલી તરીકે તમે નીચે આપવામાં આવેલા પગલાં લઈ શકો છો

image soucre

તમારા બાળકો માટે વાર્તાલાપ ના બધા માર્ગ ખુલ્લા રાખો. ખોટા નિષ્કર્ષ ન કાઢો. પોતાના બાળક જોડે ખુલ્લા મને ચર્ચા કરો જેથી તમને સાચા પુરાવા મળે. બાળક ને તે આવું કેમ લખ્યું કે મોકલ્યું એમ કહીને તેને જજ ન કરો. તેને દોષ પણ ન આપો. તેના બદલે તેને હિંમત અને તમારું સમર્થન આપો અને સાથે એને એ પગલાંની પણ જાણ કરો જેનાથી એનો બચાવ થઇ શકે છે.

તમારા બાળકને એમ શીખવાડો કે તે તરત જવાબ ન આપે. સોશિયલ મીડિયામાં રહેલું મોટાભાગ નું ઝેર ઇન્સ્ટન્ટ મેસેજિંગ અને તરત લખાણ કરવાથી થાય છે, જે બહુ જલ્દી અપમાન અને ત્રાસનું સ્વરૂપ લઇ લે છે. તમારા બાળકને એ ચોક્કસ પણે શીખવાડો કે ગુસ્સા અને બદલા ની ભાવના જોડે તરત રિએક્ટ ન કરવું જોઈએ.

તેમને એ ખાસ કહો કે તેઓ પોતાના ફોટા અને પાસવર્ડ કોઈ ની જોડે શેર ન કરે. બાળકને એ ખાસ શીખવાડો કે તે બીજા ની પ્રાઇવસીનું તો માન રાખે અને જો કોઈ તેની પ્રાઇવસી ભંગ કરવાનો પ્રયત્ન કરે તો તે તેને પણ તરત જ બ્લોક કરી દે.

image soucre

તેની સાથે ચર્ચા કર્યા વગર એનું ડિજિટલ સાધન (ફોન, ટેબલેટ, લેપટોપ વેગેરે) એની પાસેથી લઈ લેવાની ભીષણ ભૂલ ન કરતા કારણ કે, બુલી થઈ રહેલાં બાળકને તે સજા જેવું લાગશે કારણ કે, તેના માટે તે સાધન એક લાઈફલાઈન જેટલી મહત્તા ધરાવે છે. બાળકનો સ્ક્રીન ટાઈમ ઓછો કરી નાખો અને કમ્પ્યૂટરને ઘરના પબ્લિક (બધાને દેખાતા) ભાગમાં રાખો. પુરાવો સાચવીને રાખો જેથી જો સામેવાળી વ્યક્તિ કોઈ ખોટી ધમકી આપે તો તમે પોલીસની મદદ લઈ શકો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version