પોતાનાં બાળકો માટે સમય આપવાનું ન ભૂલો – આજના માતાપિતા માટે ખાસ

 

મિત્રો,ખૂબ સરસ નાનકડી બોધકથા છે એકવાર જરૂરથી વાંચજો…!!!

એક ખુબ ધનિક વ્યક્તિ હતો…!!!

તેના ઘણા ધંધા હતા,

તે આખો દિવસ પોતાના જુદા જુદા ધંધા સંભાળતો અને ઘરે મોડા પહોચતો…

એક દિવસ જયારે તે ઘરે પહોચ્યો ત્યારે

તેના છોકરાએ કીધું પપ્પા મારે તમને કંઈક

પૂછવું છે,

તો તે વ્યક્તિ એ દીકરા ને કહ્યું:”બોલ બેટા શું પૂછવું છે??”

છોકરો બોલ્યો “પપ્પા તમે ૧ કલાક માં કેટલું કમાઓ છો”

પિતા એ કીધું:”૪-૫ હજાર,પણ કેમ આવું પૂછે છે?”

છોકરો બોલ્યો “કઈ નહિ પપ્પા,મને ૨૫૦૦ રૂ. અપ્સો મારે કામ છે”

એણે તરત કાઢી ને આપી દીધા અને બંને સુઈ ગયા…

બીજા દિવસે સવારે જયારે તે

વ્યક્તિ પોતાની ઓફિસે જતો હતો ત્યારે

તેના છોકરા એ કીધું એક મિનીટ

ઉભા રહો પપ્પા પછી તે પોતાના રૂમ

માં ગયો અને બહાર આવી ને

તેના પપ્પા ના હાથ માં ૪૦૦૦ રૂ મુક્યા”

એના પપ્પા એ પૂછ્યું આ શું બેટા?

છોકરો બોલ્યો “મારી પાસે ૧૫૦૦રૂ

હતા અને તમે ૨૫૦૦ આપ્યા..

આ પૈસા લઇ લો અને પ્લીઝ આજનો દિવસ ૧

કલાક વહેલા ઘરે આવજો”

યાદ રાખો મિત્રો, તમે ગમે તેટલાં ધનીક થઇ જાવ પણ ક્યારેય

પોતાનાં બાળકો માટે સમય આપવાનું ન ભૂલો. ખરેખર તો બાળકોને આપણે આપણો ક્વોલીટી ટાઈમ જ નથી આપતા, તેના જોડે બાળક બની રમતો નથી રમતા, તેને નાના નાના અને સહેલા સહેલા પ્રશ્નો પૂછી તેની જીજ્ઞાસાવૃતિ નથી વધારતા, તેના બાળ સહજ લાઈફમાં ઓતપ્રોત નથી થતા આ બધાને કારણે જ તેને ચોકોલેટ, વિડીયો ગેઈમ, મોબાઈલ કે ટેબ્લેટનું વધુ પડતું એડીક્શન થઇ જાય છે! જે તેના ભવિષ્ય માટે ૧૦૦% જોખમકારક સાબિત થશે! એટલે તેને પર્ક કે મંચ આપો એમાં વાંધો નહિ પણ સાથે સાથે તમારો ટચ (હ્યુમન ટચ) પણ અચૂક આપો!

સાભાર : દીપેન પટેલ

આવીજ રસપ્રદ વાર્તા અને માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી