બેંગ્લોરનો રસપ્રદ કિસ્સો – ૭ વર્ષીય બાળકની કસ્ટડી કોને?

ગઈકાલે બેંગ્લોરની કોર્ટમાં એક રોચક કિસ્સો બની ગયો. ૭ વર્ષના બાળકે તેની કસ્ટડી સંબંધે કોર્ટના ચુકાદાને પડકાર્યો. આ બાળકનું સાચું નામ ગુપ્ત રાખવામાં આવેલ છે જેથી કરીને ગોપનીયતા જળવાઈ રહે.

બાળકે મા-બાપ મારતા હોવાની ફરિયાદ કરી અને મા-બાપ સાથે રહેવાનો નનૈયો ભણતા જજે કસ્ટડી મામા-મામીને આપવાનું નક્કી કર્યું. બાળક આ સાંભળતા જ રડી પડ્યો અને કહ્યું કે મામી તો પપ્પા કરતાં પણ વધુ માર મારે છે. આવું જ કંઈ કાકા-કાકી અને ફઈ-ફુવા માટે પણ કહ્યું.

સમગ્ર કોર્ટમાં સન્નાટો પ્રસરી ગયો અને જજ પણ મૂંઝાઈ ગયા.

છેવટે એ બાળક સાથે જજે અલગ કેબિનમાં મુલાકાત કરી અને બાળકની ઈચ્છા જાણી.

કાયદાકીય પ્રોસેસ અને “ચાઈલ્ડ વેલ્ફેર બૉર્ડ”ના રેફરન્સ જાણ્યા બાદ બાળકની હંગામી ધોરણે કસ્ટડી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરને આપવામાં આવી છે. “કોઈ પણ બોલરને મારવા માટે આ ટીમ અસમર્થ છે” એવું બાળકનું કહેવું સાંભળીને જજે આ ઐતિહાસિક ચુકાદો આપેલ છે તેની નોંધ લેવી ઘટે.

.
.
.
.
હા હા હા હા….
મને કંઈ ના કેહશો….બીજાની પણ આવી જ મસ્તી કરવા માટે આ આર્ટિકલ એમની સાથે શેર કરો!

ટીપ્પણી