રોજ મીઠો લીમડો ખાઓ અને વજન ઘટાડો આંખોમાં તેજ અને ગાઢ કાળા વાળ મેળવો.

ગુજરાતી કઢી અને સાઉથ ઇન્ડિયન સાંભારને સ્વાદિષ્ટ બનાવનાર અને સુગંધિત કરનાર મીઠો લીમડો ઔષધીય તત્વો થી પણ ભરપૂર છે એ  વાત તમે જાણો છો?

મીઠા લીમડામાં રહેલા આયાર્ન , ઝિંક, કોપર, કેલ્શિયમ, વિટામિન એ, વિટામિન ઇ,એમિનો એસિડ પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફોલિક એસિડ શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે અત્યંત આવશ્યક છે. મીઠા લીમડામાંથી મળતા તમામ પોષક તત્વો આંખોના તેજ માટે, પેટની સમસ્યાના નિવારણ માટે અને વાળના સુંદર મજાના કાળા રંગને જાળવી રાખવા માટે બેહદ ઉપયોગી છે.

image source

મીઠા લીમડામાં રહેલા ઔષધિય તત્ત્વોની વાતને પુષ્ટિ આપતાં આયુર્વેદિક ડોક્ટર અબરાર મુલતાની મીઠા લીમડાના ફાયદા જણાવે છે.

આંખોની રોશની વધારવામાં ઉપયોગી

image source

મીઠો લીમડો આંખોની રોશની વધારવા માટે ઉપયોગી છે. દ્રષ્ટિની ખામી, આંખોમાં આવતી ચીકાશ જેવા આંખના રોગોમાં મીઠા લીમડામાં રહેલું એન્ટિઓક્સિડન્ટ તત્વો દવાનું કામ કરે છે. એટલું જ નહીં મીઠા લીમડાનો નિયમિત ઉપયોગ આંખમાં મોતીઓ આવતા પણ રોકે છે.

વૃદ્ધત્વં આવતા આંખોમાં મોતિયો આવવો એ એક સામાન્ય પ્રક્રિયા છે. જે ઓપરેશન દ્વારા નીવારવામાં આવે છે. પરંતુ જો આહારમાં મીઠા લીમડાનો ઉપયોગ  શરૂઆતથી જ કરવામાં આવે તો મોતીઓ આવતા પણ રોકી શકાય છે. મીઠો લીમડો ચટણી બનાવીને ,વઘારમાં વાપરીને અથવા તો કાચો પણ ખાઈ શકાય છે.

image source

મીઠો લીમડો એનિમિક કન્ડિશનને પણ દૂર કરે છે. તેમાં રહેલા આયર્ન અને ફોલિક એસિડ હિમોગ્લોબીનની ઊણપ ને પણ નિવારે છે.મોટે ભાગે મહિલાઓમાં માસિક સ્ત્રાવ ને કારણે આયર્નની ઊણપ વર્તાય છે એટલું જ નહીં મહિલાઓનું શરીર પણ ઘણી વખત આયર્ન એબ્જોર્બ કરવાની ક્ષમતા ગુમાવી દે છે. આવી કન્ડિશનમાં સવારના ખાલી પેટે જો નિયમિત મીઠાં લીમડાના થોડા પાન ખાવામાં આવે તો શરીરમાં હિમોગ્લોબિનનું લેવલ વધે છે.

image source

મીઠા લીમડાના પાન માં રહેલા કેલ્શિયમ, ફોસ્ફરસ ,આયર્ન અને વિટામિન-સી તેના એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણને કારણે પેટ માટે પણ અતિ ઉપયોગી છે. તે ખોરાકને સુપાચ્ય બનાવે છે. ડાયરિયા અને પિત્તની બીમારીમાં મીઠો લીમડો ઉપયોગી છે અને શરીરમાં જમા થયેલા ટોક્સિક ને પણ દૂર કરી શકે છે.

image source

જેવી રીતે કડવો લીમડો ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ઉપયોગી છે એવી જ રીતે મીઠો લીમડો પણ ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ઉપયોગી છે. મીઠા લીમડામાં રહેલા એન્ટી ડાયાબીટીક એજન્ટ બ્લડ શુગરને કંટ્રોલ માં રાખે છે. તેના પાનમાં રહેલું ફાઇબર પણ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. ડાયાબિટીસના દર્દીએ નિયમિત પણે આહારમાં મીઠા લીમડાના પત્તાને સ્થાન આપવું જોઈએ. ઉપરાંત ખાલી પેટે નિયમિત પણે સવારના થોડાક લીમડાના પત્તા ચાવવામાં આવે તો ડાયાબિટીસ કંટ્રોલમાં રાખી શકાય છે.

 

image source

વજન ઘટાડવામાં પણ મીઠો લીમડો ઉપયોગી છે. સ્લિમ એન્ડ ફિટ રહેવા ઇચ્છતા લોકોએ  પોતાના દૈનિક આહાર ની અંદર મીઠા લીમડાને સ્થાન આપવું જોઈએ. મીઠા લીમડામાં રહેલા ફાઈબર અને  તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ તત્વો શરીરમાંથી ટોક્સિન ની માત્રા ઓછી કરે છે. ઉપરાંત ખોરાકનું સારી રીતે પાચન કરે છે અને શરીરમાં ભેગી થયેલી ચરબીને પણ ઓગાળે છે. શરીરને સ્વસ્થ અને નિરોગી રાખે છે. વજન ઉતારવા માટે મીઠો લીમડો શ્રેષ્ઠ ઉપાય છે.

મીઠો લીમડો વાળને પણ અકાળે સફેદ થતા રોકે છે.

image source

મીઠા લીમડામાં રહેલું વિટામિન બી-૨ બી-૩ અને d9 ઉપરાંત આયર્ન કેલ્શિયમ અને ફોસ્ફરસ સફેદ વાળની સમસ્યાના નિવારણમાં વિશેષ ભાગ ભજવે છે. રાત્રે પાંચ બદામ ના દાણા સાથે પંદર-વીસ મીઠા લીમડાના પાન પલાળીને તેની પેસ્ટ બનાવી તેનાથી વાળમાં મસાજ કરવામાં આવે તો વાળ લિસ્સા ,ચમકદાર અને મુલાયમ રહે છે એટલું જ નહીં વાળ કાળા પણ રહે છે.

image source

ઉપરાંત મીઠા લીમડામાં કોલેસ્ટ્રોલ ઓછું કરવાના પણ ગુણ છે તેને કારણે તે હૃદયની બીમારીથી પણ  તે મુક્તિ આપે છે. મીઠા લીમડાના પત્તા ૮ થી ૧૦ તથા નિયમિત પણે ખાવામાં આવે તો તે બેડ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે અને શરીરનું ડિટોક્સીફિકેશન પણ કરે છે ઉપરાંત મીઠો લીમડો  આંખોનું તેજ વધારે છે વાળ કાળા અને સ્વસ્થ રાખે છે તો આજથી જ તમારા દૈનિક ખોરાક ની અંદર મીઠા લીમડાનો પણ નિયમિત પણે સમાવેશ કરી દેજો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ