બિલ્ડિંગમાંથી નોટોનો વરસાદ થતા લોકોની લેવા માટે પડાપડી, VIDEO…

કલકત્તાના રસ્તાઓ પર થયો 2000 અને 500ની નોટોનો વરસાદ ! લોકો નોટોં વીણવા ટૂટી પડ્યા

રૂપિયાનો વરસાદ, ધન વર્ષા આ બધા શબ્દો આપણે જ્યારે જ્યોતિષના લેખ વાંચતા હોઈએ ત્યારે સાંભળવા મળતા હોય છે અને આવા દ્રશ્યોપણ આપણને ફિલ્મોમાં જ જોવા મળતા હોય છે અથવા તો સ્વપ્નમાં જોવા મળતા હોય છે. પણ તેને આપણે સ્વપ્ના શબ્દો રૂપે જ સમજીને તેનાથી સંતોષ માનવાનો હોય છે. પણ જો તમારા પર ખરેખર નોટોનો વરસાદ થાય તો તે પણ 10-20 રૂપિયાની નહીં પણ 2000 અને 500 રૂપિયાની નોટોનો વરસાદ !

image source

કોલકાતાવાસીઓ સાથે પણ ગઈ કાલે આવું જ થયું હતું. કોઈ ફિલ્મી દ્રશ્ય ચાલી રહ્યું હોય તેમ અચાનક રસ્તા પર આકાશમાંથી ભારતીય નાણાની નોટોનો વરસાદ થવા લાગ્યો અરે નોટોનો નહીં પણ રૂપિયાની નોટોના બંડલોનો વરસાદ થવા લાગ્યો હતો. અને લોકો તેને વીણવા માટે ટૂટી પડ્યા હતા. પણ અહીં કોઈ અકસ્માત નહોતો થયો એટલે કે ભુલથી રૂપિયા ભરેલી બેગ પડી ગઈ હોય અને તેમાંથી નોટો નીકળી ગઈ હોય તેવું પણ નહોતું થયું. પણ અહીં તો બહુમાળી બિલ્ડીંગની એક ઓફીસમાંથી રીતસરની નોટો ફેંકવામાં આવી હતી.

image source

એવું કહેવાય છે કે તે સમયે DRI (ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ)ની રેડ બિલ્ડીંગમાં પડી હતી અને તે જ સમયે ત્યાંથી રસ્તાઓ પર નોટોનો વરસાદ થયો. હકીકત કંઈક આમ બની હતી. બપોરના ત્રણ વાગ્યા હતા અને વાયુવેગે આ સમાચાર ફેલાવા લાગ્યા અને તે જગ્યા પર લોકોના ટોળા ભેગા થઈ ગયા. ત્યાં રસ્તા પર 2000 રૂપિયાની અને 500 રૂપિયાની નોટો તેમજ બંડલો પડ્યા હતા અને કેટલીક તો હવામાં ઉડી રહી હતી. આ ઘટના કોલકાતાની બેન્ટીક સ્ટ્રીટની છે.

image source

ત્યાં હાજર કેટલાક લોકોએ જણાવ્યું હતું કે કેટલાક તો હવામાંથી જ નોટોને કેચ કરી લેતા હતા. તો વળી કેટલાકે તો વીડીયો પણ ઉતારવાનું જ શરૂ કરી લીધું હતું. તેઓએ જણાવ્યું કે કોઈક બિલ્ડિંગના છઠ્ઠા માળે આવેલી બારીમાંથી નોટો ફેંકી રહ્યું હતું અને કેટલાકનું તો કહેવું છે કે નોટોને સાવરણીની મદદથી કચરો વાળીએ તે રીતે ફેંકવામાં આવી હતી.

મોટા ભાગની નોટો બિલ્ડીંગના કંપાઉન્ડમાં પડી રહી હતી પણ જેટલી નોટો બિલ્ડિંગના કંપાઉન્ડ બહાર પડી રહી હતી તેને લૂંટવા માટે ટોળા જામી ગયા હતા. જો કે કોઈએ બિલ્ડિંગના કંપાઉન્ડમાં જવાની હીંમત નહોતી કરી. કેટલાક લોકોને તો વિડિયોમાં એવું પણ કહેતાં સાંભળ્યા કે “અંદર કેમ ફેંકે છે ? બહાર ફેંકો !”

image source

પોલિસના જણાવ્યા પ્રમાણે લગભગ 3.74 લાખની નોટો આસપાસના વિસ્તારમાંથી ભેગી કરવામાં આવી હતી. પોલિસના જણાવ્યા પ્રમાણે એમ.કે પોઇન્ટ બિલ્ડિંગ પર લગભગ અઢી વાગે DRI ની ટીમ પહોંચી ગઈ હતી અને તે જ વખતે છઠ્ઠા માળની બારી ખુલી અને ત્યાંથી કોઈક નોટોના બંડલ ફેંકવા લાગ્યું.

image source

જો કે શરૂઆતમાં તો ત્યાંથી પસાર થતાં લોકોને ખબર ન પડી કે શું થઈ રહ્યું છે. પણ થોડીક જ વારમા લોકોને ખ્યાલ આવવા લાગ્યો અને લોકો પૈસા વિણવા લાગ્યા. ટોળાના ટોળા ઉમેટી આવવાના કારણે કેટલાક દુકાનદારોએ તો પોતાની દુકાન પણ બંધ કરી દીધી હતી.

image source

જો કે DRIના અધિકારીઓ આ વિષે કશું જ કેહવા નથી માગતા. તેમણે માત્ર એટલું જ જણાવ્યું કે જે નોટો નીચે ફેંકી દેવામાં આવી હતી તે અસલી છે કે નકલી તેનો અમને કોઈ જ અંદાજો નથી. હવે સંપુર્ણ હકીકત શું છે તેની જાણકારી હાલ કોઈની પાસે નથી. પણ આ કિસ્સો ખરેખર ફિલ્મી અને રોમાંચક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ