જલ્સા કરોને જેંતીલાલ

થાઇરોઇડને દૂર કરવા રોજ ઘરે કરો આ યોગ

આજકાલ થાઈરોઈડનો વિકાર સામાન્ય વ્યક્તિઓમાં હાઈ બીપી અને ડાયાબિટીસની જેમ ખૂબ સામાન્ય રીતે જોવા મળે છે. અમેરિકન થાઈરોઈડ એસોસિએશન મુજબ અમેરિકામાં લગભગ ૨૦ મિલિયન લોકોને કોઈને કોઈ પ્રકારના થાઈરોઈડથી પીડાઈ રહ્યા છે. જેમાંથી ૬૦% લોકોને તેના વિશે કોઈ જાણકારી પણ હોતી નથી. આ સ્થિતિ પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. થાઈરોઈડ થવાના કારણોમાંથી મુખ્ય કારણ છે આપણી તણાવગ્રસ્ત જીવન શૈલી.

image source

જો કે થાઇરોઇડના દર્દીઓની વધતી જતી સંખ્યા છતાં થાઇરોઇડના દર્દીઓ માટે કેટલાક પ્રકારના ઉપચાર ઉપલબ્ધ છે. પરંતુ ખુશીની વાત એ છે કે યોગાભ્યાસ અને ધ્યાનથી પણ થાઇરોઇડના પ્રાકૃતિક ઉપચારમાં મદદ મળે છે. પોતાના નિયમિત ઉપચારની સાથે કેટલીક મિનિટો માટેના યોગાભ્યાસને પણ સામેલ કરવો જોઈએ. જે આપને જીવનને તનાવમુક્ત કરવામાં ખૂબ મદદરૂપ થશે. ઉપરાંત આપના રોજિંદા જીવનને પણ આંનદમય બનાવે છે.

થાઈરોઈડ વિકારના મુખ્ય બે પ્રકાર છે.:

આપ આપના અનુભવથી જાણી શકો છો કે આપને કેવા પ્રકારનો થાઈરોઈડ થયો છે તેમછતાં એકવાર ડોકટરની સલાહ લેવી જરૂરી છે.

image source

હાઇપો થાઇરોઇડના લક્ષણો.:

image source

યોગાભ્યાસ થાઇરોઇડ વિકારના લક્ષણોને ઓછા કરવામાં કેવી રીતે મદદ કરે છે.

થાઇરોઇડ વિકાર માટે યોગાભ્યાસ શરૂ કરતાં પહેલાં આપના ડોકટરની સલાહ જરુરથી લેવી. યોગ થાઇરોઇડ વિકારના લક્ષણોનો સામનો કરવામાં મદદ કરે છે પરંતુ તે ચિકિત્સાનું સ્થાન નથી લઈ શકતી. જો કે સતત લાંબા સમય સુધી યોગાભ્યાસ કરવાથી દવાની જરૂરિયાતને ઓછી કરી શકાય છે.

ધ્યાન આપવું.:

મોટાભાગે યોગાસન હાઇપો અને હાઇપર થાઇરોઇડ બંનેના દર્દીઓ માટે સારા માનવામાં આવે છે.

તો પણ કેટલાક લાભદાયક યોગાસનો જ કરવાનો પ્રયત્ન કરવો. પોતાને ખાલી એટલા આસનો સુધી સીમિત ના રાખવા. આપની અવસ્થા મુજબ આપે અન્ય આસનો વિશે આર્ટ ઓફ લિવિંગના યોગ શિક્ષકનો સંપર્ક કરવો.

-યોગાસન હાઇપો થાઇરોઇડ માટે.:

image source

-સર્વાંગાસન: આ આસન આ સ્થિતિ માટે સર્વાધિક ઉપયોગી માનવામાં આવે છે. આ આસનથી પડતા દબાવ થાઇરોઇડની ગ્રંથિઓને સુચારુ રૂપથી કામ કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને દિમાગને મળતી ગ્રંથિઓને પણ સારી રીતે કામ કરવાના મદદરૂપ થાય છે. જેમ કે પિયુષ અને શીર્ષ ગ્રંથિઓ જેનો પ્રભાવ થાઇરોઇડની ગ્રંથિઓને નિયંત્રણ મેળવવા માટે થાય છે. અન્ય ઉપયોગી આસનો વિશે પણ જાણીશું.

image source

આ આસનો સિવાય પણ પ્રાણાયમ(શ્વાસ લેવાની તકનીક) અભ્યાસ જેવા કે કપાલ ભાતિ, નાડી શોધન, ભસ્ત્રિકા અને ઉજ્જેયી શ્વાસ પણ હાઇપો થાઇરોઇડના લક્ષણોને નિયંત્રણ રાખવામાં મદદ કરે છે.

-હાઇપર થાઇરોઇડના લક્ષણો.:

image source

હાઇપર થાઇરોઇડના ઉપચાર માટે ૫ યોગાસનો.:

ઉજ્જયી, બ્રહ્મરી, નાડી શોધન અને ઠંડક પ્રદાન કરનાર પ્રાણાયમ જેવા કે શિતળી અને શીતકારી હાઇપર થાઇરોઇડના લક્ષણોનો સામનો કરવા માટે મદદગાર સાબિત થાય છે.

image source

હાઇપો અને હાઇપર થાઇરોઇડ બન્ને પ્રકારના થાઇરોઇડના દર્દીઓ માટે નિયમિત રીતે કેટલીક મિનિટ ધ્યાન કરવું એ પણ લાભદાયક રહે છે. હાઇપો થાઈરોઈડના દર્દી પોતાની આ સ્થિતિના કારણે સુસ્ત થઈ જાય છે. હાઇપો થાઇરોઇડના દર્દીઓને શારીરિક રીતે સક્રિય રહે તે માટે સચેત રહેવું જરૂરી છે. તેમજ તેઓની આ જ ધ્યાન શક્તિ તેમની ઇચ્છાશક્તિને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે.

થાઈરોઈડ વિકારના દર્દીઓ માટે યોગ્ય ભોજનના સૂચનો.:

image source

-તાજા ફળ અને લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવું. ફુલાવર, કોબીજ અને બ્રોકોલીનું સેવન હાઇપો થાઇરોઇડમાં ઓછામાં ઓછું કરવું.

image source

આપ પંચકોશ અને હરી ઓમનું પણ ધ્યાન કરી શકો છો. જો આપ કોઈ શ્રી શ્રી શિક્ષક દ્વારા કે કોઈ આપની નજીકના આર્ટ ઓફ લિવિંગ-2 કાર્યક્રમમાં શીખી શકો છો. કેમકે થાઇરોઇડ વિકારના અનેક કારણો માંથી મુખ્ય કારણ તણાવને માનવામાં આવ્યું છે એટલા માટે ધ્યાન જે મનને શાંત કરે છે અને નિશ્ચિત રાખે છે. જેનાથી દૈનિક તણાવ ઓછો થાય છે. જે ખૂબ જ ઉપયોગી છે. કેટલીક ક્ષણો માટે ઓમનો ઉચ્ચારણ કરવું પણ લાભકારક સાબિત થાય છે. મંત્ર ઉચ્ચારણ પછી એક નાનકડી ક્રિયાનો પણ અભ્યાસ કરવો. આપના હાથને આપના થાઇરોઇડ પર રાખવો અને મહેસુસ કરવું કે તે ઠીક થઈ રહ્યું છે. મંત્ર ઉચ્ચારણની સકારાત્મક ઊર્જા દ્વારા આપના થાઇરોઇડને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કરવો.

યોગ નિદ્રા બંને પ્રકારના થાઇરોઇડમાં તણાવ ઓછો કરીને અને શાંત રાખવામાં મદદરૂપ થાય છે. હાઇપર થાઇરોઇડના દર્દીઓને રાત્રીમાં ઊંઘ આવવામાં તકલીફ પડી શકે છે. યોગ નિદ્રા તેઓના માટે દિવસમાં એક સ્ફૂર્તિદાયક ઝોકું લાવવામાં મદદરૂપ થાય છે. જેનાથી શરીરને જરૂરી આરામ મળી શકે છે.

હવે આપને એક હાઇપોથાઇરોઇડથી પીડિત મહિલાનો અનુભવ જણાવીશું

image source

નિખિલા સિંહ જે છેલ્લા ૧૩ વર્ષથી હાઇપોથાઇરોઇડથી પીડાઈ રહી છે. “૧૩ વર્ષ પહેલાં મને થાઇરોઇડની જાણકારી ફક્ત શાળાની પુસ્તકોમાંથી મળી હતી. મારા માટે એ ફક્ત એક એવી ચિકિત્સકીય સ્થિતિ જે ફક્ત બહારની દુનિયાના લોકોને થઈ શકતી હતી. ૧૦ વર્ષ પહેલાં એક દિવસ અચાનક થાઇરોઇડનો રોગ મને પણ થઈ ગયો હતો. ત્યારે મને મહેસુસ થયું કે થાઇરોઇડનો રોગ કોઈને પણ થઈ શકે છે. મને પણ. શરૂઆતથી જ થોડી ડરી ગઈ હતી, ત્યાં સુધી જ્યાં સુધી મને થાઇરોઇડનો યોગ અને આયુર્વેદ દ્વારા સુરક્ષિત ઉપચાર વિશે જાણકારી ના હતી. હવે તો તેના વિશે હું વધારે વિચાર પણ નથી કરતી. જીવન એટલું જ સામાન્ય છે જેટલું સામાન્ય હંમેશાથી હતું અને યોગના દૈનિક અભ્યાસથી વધારે સારું થઈ ગયું છે. ઉપરાંત યોગ થાઇરોઇડના લક્ષણો સામે લડવામાં પણ મદદ કરે છે.”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version