પેટની દરેક સમસ્યાનો રામબાણ ઈલાજ છે આ જાદુઈ પાણી…

જો તમે પેટની સમસ્યાઓથી પરેશાન છો? તો પછી આ ઉપાય તમારા માટે જ છે. દરરોજ સવારે આ જાદુઈ પાણી પીશો તો તમારા પેટને રાહત મળશે જ, પરંતુ સાથે તે તમારું વજન પણ ઝડપથી ઘટાડશે.પેટ સંબંધી કેવી સમસ્યાઓ થઈ શકે છે… જાણો…

image source

એસિડિટી કે પેટનું દુખવું એ સામાન્ય તબીબી સમસ્યા છે અને લગભગ દરેક જણ જીવનમાં ઓછામાં ઓછી એક વાર આ સમસ્યાથી પીડાય છે. પેટની કોઈપણ સમસ્યા વ્યક્તિને પરેશાન કરી મૂકે છે અને તે ફક્ત આપણી કેટલીક સામાન્ય ભૂલોને કારણે થાય છે. જી હા, એસિડિટી અથવા એસિડ રિફ્લક્સનું મુખ્ય કારણ ભારે ભોજન ખાવું અથવા ભારે ખાધા પછી તરત સૂઈ જવું છે અનિયમિત અને બિનઆરોગ્યપ્રદ ખોરાક એ પેટમાં ગડબડ પેદા કરે છે અને તેના કારણે ગમે ત્યારે દરદ થવા લાગે છે. આવી અસ્વસ્થ સ્થિતિમાંથી રાહત મેળવવા માટે, મોટા ભાગની સ્ત્રીઓ દવા લેવાનું ટાળીને ઘરેલુ ઉપાયો ચાલુ રાખે છે.

image source

આ સમસ્યાથી રાહત મેળવવા માટેની એક કુદરતી રીત છે, જે તમે સરળતાથી ઘરે તૈયાર કરી શકો છો. માત્ર બે જ વસ્તુથી બનેલું આ પીણું એસિડિટી અને કબજિયાતનાં મૂળ કારણોથી તાત્કાલિક રાહત આપે છે અને તમારા પેટને રાહત આપે છે. ચાલો જાણીએ કે આ પીણું કયુ છે, કઈ વસ્તુઓ બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો.

પેટમાં થતી અનેક સમસ્યાઓનો એક ઉપાય…

image source

પેટની સાથે અનેક સમસ્યાઓ જોડાયેલી રહે છે. આપણાં પેટમાં અનેક અંગો સમાયેલાં છે. જેમાં જઠર, આંતરડું, કિડની, મુત્રાશય, ગર્ભાશય જેવાં અંગો મુખ્ય છે. હવે, ક્યારેક આપણને ખ્યાલ પણ નથી હોતો કે આપણને પેટ અવારનવાર શા માટે દુખ્યા કરતું હોય છે. તેની પાછળનું એક કારણ જે મુખ્ય સમસ્યા છે તે છે પાચનક્રિયામાં કોઈ ખામી આવવી. આથી પેટમાં ગેસ, બળતરા કે અપચો અથવા કબજિયાત જેવી સમસ્યાઓ રહેતી હોય છે. જે સીધું પેટમાં દુખાવો ઊભો કરે છે.

image source

પેટમાં જો સતત કે એકાંતરે દરદ થતું હોય તો કામમાં મન નથી લાગતું હોતું તેમજ વારંવાર બાથરૂમ – ટોઈલેટ જવાની તકલીફને લીધે થાક અને અશક્તિ પણ અનુભવાતી હોય છે. આ સિવાય પણ શું તમે એસિડિટીથી પરેશાન છો? અને કબજિયાતને કારણે પેટના સળ મોટા થયા છે એવું અનુભવાય છે? ક્યારેક એવું બને છે કે થોડી વાર દવા ખાધા પછી તમને રાહત મળે છે? પરંતુ સમસ્યા ફરી શરૂ થાય છે? તો, હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આજે અમે તમારા માટે એક ખાસ પીણું લઈને આવ્યા છીએ. જેને તમે તમારા રસોડામાં બેજ વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવીને પેટની સમસ્યાઓથી સરળતાથી રાહત મેળવી શકો છો અને વધુમાં તે તમારું વજન પણ ઝડપથી ઘટશે.

પેટ માટે પીવો આ રામબાણ પીણું…

image source

આ જાદુઈ પીણું જીરું અને અજમામાંથી બનાવવામાં આવે છે. જે તમારા રસોડામાં સરળતાથી ઉપલબ્ધ છે અને તમે તેનો ઉપયોગ લગભગ ઘણી શાકભાજી બનાવવા માટે કરો છો. જી હા, આ પીણું તમારા ચયાપચય ક્રિયાની ઝડપ વધારવામાં અને પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે અને શ્રેષ્ઠ વસ્તુ એ છે કે તમે તેને સરળતાથી અને કોઈપણ મુશ્કેલી વિના તૈયાર કરી શકો છો. આ પીવાથી તમારા પેટની ચરબી પણ ઝડપથી ઉતરી જશે, તે સૌથી મોટો ફાયદો પણ છે.

જાદુઈ પાણી બનાવવાની સામગ્રી…

image source

પાણી – 1 ગ્લાસ, જીરું – 1 ટીસ્પૂન અને અજમો – 1 ટીસ્પૂન એમ માત્ર ત્રણ જ સામગ્રી જોઈએ છે આ અક્સીર પીણું બનાવવા માટે. અને વધુમાં આ બનાવવા માટે ઘણો સમય પણ નથી લાગતો. જેથી તમે તેને દરરોજ સવારે બનાવીને પી જઈ શકો છો.

આ પીણું કેવી રીતે બનાવવું, રીત જાણી લો…

image source

આ પીણું બનાવવા માટે, પાણી ભરેલા જગમાં જીરું અને અજમાના બીજ મિક્સ કરો અને તેને આખી રાત માટે પલાળીને છોડી દો. ત્યારબાદ તેને સવારે ગાળીને તેનું પાણી પીવો. જો તમે ઇચ્છો, તો તમે ચાની જેમ ઉકાળીને ગાળીને ચા બનાવીને પી શકો છો. આ માટે પણ, તેને રાત્રે પલાળી રાખો અને સવારે પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળો. પછી તેને ગાળીને ચાની જેમ પીવો.તેનામાં વધુ પાચક અને પૌષ્ટિક ગુણ વધારવા માટે, આ પીણામાં થોડું લોખંડની જાળીવાળા સંચાથી આદુ અને લીંબુ નીચોવીને પણ નાખી શકો છો.આ પીણું કેવી રીતે કાર્ય કરે છે? જાણો…

અજમો

image source

અજમો આરોગ્ય માટે ખૂબ જ સારો છે તેવું માનવામાં આવે છે અને આયુર્વેદમાં દવાઓ તૈયાર કરવા માટે સદીઓથી તેનો ઉપયોગ કરવામાં આવે છે. અજમાવાળું પાણી તમારા પેટ અને ગર્ભાશયને સાફ કરવામાં મદદ કરે છે. તે તમારા ચયાપચયને વધારે છે અને પેટ સંબંધિત અનેક સમસ્યાઓથી રાહત આપવામાં મદદ કરે છે. વજન ઓછું કરવાનો પ્રયાસ કરતી વખતે આ વધુ સારું છે. અજમો નાખીને ઉકાળેલું પાણી ગેસ્ટ્રાઇટિસ, અપચો, પેટ સંબંધિત અનેક સમસ્યાઓ, આધાશીશી, શ્વસન રોગો અને સંધિવાને મટાડવામાં ખૂબ જ સારું માનવામાં આવે છે.

image source

અજમાના અનેક ઉત્તમ ફાયદાઓ વિશે નિષ્ણાત આયુર્વેદ ચિકિત્સક કહે છે, “અજમાના બીજને ખાવાની જેમ જ, જો તેનું ઉકાળેલું પાણી પણ રોજ સવારે ખાલી પેટ પર પીવામાં આવે છે, તો તે આખા શરીર માટે ફાયદાકારક છે. અજમામાં ડાયેટરી ફાઇબર, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફોસ્ફરસ, કેલ્શિયમ, આયર્ન અને નિકોટિનિક એસિડ જેવા ઘણા ખનીજ હોય છે. આ ઉપરાંત અજમામાં થાઇમોલ છે જે તેને એક અલગ સ્વાદ અને સુગંધ આપે છે. આયુર્વેદ અનુસાર જે મહિલાઓને વાત અને કફની સમસ્યા હોય છે તેના માટે અજમાનું ઉકાળેલા પાણીનું સેવન ખૂબ ફાયદાકારક છે.

જીરું

image source

જીરું, એ ભારતીય વાનગીઓમાં સૌથી પરિચિત મસાલાઓમાંથી એક છે. જીરું એ શીત પ્રકૃતિનો મસાલો કહેવાય છે. તે એન્ટીઓકિસડન્ટથી સમૃદ્ધ છે જે પાચનમાં સુધારો કરવામાં અને મેટાબોલિક સ્તરને ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. જીરું ઉમેરેલ પાણી નિયમિત રીતે પીવાથી શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. આપણા શરીરમાં હાજર બીનજરૂરી કચરો અને ઝેરી દ્વવ્યોથી થતી બળતરા દૂર કરે છે, માનસિક તાણના સ્તરમાં ઘટાડો કરવામાં પણ મદદરૂપ છે. કબજિયાત, અપચો દૂર કરીને અને વજન નિયંત્રિત કરે છે.

image source

દરરોજ જીરું પાણી પીવાથી તે શરીરને ડિટોક્સ કરવામાં મદદ મળે છે. આ વિશે નિષ્ણાંત ન્યુટ્રિશનિસ્ટ કહે છે કે ‘જીરું તમારા ભોજનમાં માત્ર સ્વાદ વધારવા જ ઉપયોગી નથી પરંતુ તે અનેક રોગોને દૂર કરવા અને વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે. જીરાંનું સેવન કરવાથી પેટની સમસ્યાઓ જેવી કે કબજિયાત, એસિડિટી, ગેસ વગેરે નીકળી જાય છે. અને પેટને સ્વસ્થ રાખીને તે વજન ઘટાડવામાં મદદ મળે છે. ભોજનમાં શેકેલા જીરાને દળીને તેનો ભૂકો નાખવાથી પણ ફાયદો થતો હોય છે. તેથી છાશ સાથે મીઠું, જીરું અને સંચળ નાખવાનું લોકો પસંદ કરતાં હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ