“કુકુમ્બર પકોડા” – આજે ભજીયા પ્રેમીઓ માટે ખાસ…

“કુકુમ્બર પકોડા”

કુકુમ્બર પકોડા બનાવવા માટે જોઇશે.

શીંગોડા નો લોટ 1 કપ ,
સીંધવ મીઠું સ્વાદ અનુસાર,
મરી પાઉડર 1/2 ટી.સ્પૂન,
લીલા મરચાંની પેસ્ટ 1/2 ટી.સ્પૂન,
ધાણાજીરું પાઉડર 1/2 ટી.સ્પૂન,
પાણી જરૂર મૂજબ,
કુકુમ્બર સ્લાઇસ જરૂર મૂજબ,

કુકુમ્બર પકોડા બનાવવાની રીત.

સૌ પ્રથમ એક બાઉલમાં શીંગોડાનો લોટ, સીંધવ મીઠું, મરી પાઉડર, લીલા મરચાં ની પેસ્ટ,ધાણાજીરું પાઉડર અને પાણી ઉમેરી બેટર તૈયાર કરી લો.
હવે કુકુમ્બર સ્લાઇસ બે બેટર માં ડીપ કરી ગરમ તેલમાં ડીપફ્રાય કરી પ્લેટમાં લઇ લો. પછી સર્વિગ પ્લેટમાં લઇ ઘી થી ગાર્નિસ કરી સર્વ કરો . તો તૈયાર છે. કુકુમ્બાર પકોડા

સાભાર – નોખી અનોખી રસોઈ

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી