જલ્સા કરોને જેંતીલાલ

સૌથી કિફાયતી છે આ 5 ક્રુઝર બાઈક, જે વેંચાય છે ભારતમાં સૌથી વધુ, જાણો તમે પણ

ભારતીય વાહન બજારમાં ક્રુઝર બાઇક્સ સતત હાઈ ડિમાન્ડ રહી છે. મોડર્ન ટેકનોલોજી અને રેટ્રો સ્ટાઇલના કારણે આ ખાસ કરીને યુવાઓની પસંદ રહી છે જેના કારણે ક્રુઝર બાઈક હમેશા હોટ રહે છે. આ કારણે રોયલ ઇનફિલ્ડ સહિત અનેક બ્રાન્ડ ભારતમાં ઘણી સફળ થઈ છે અને લોકપ્રિય થઈ છે. ભારતમાં ક્રુઝર બાઇકની લોકપ્રિયતાએ અન્ય દ્વિચક્રી વાહન નિર્માતાઓને પણ આ સેગમેન્ટમાં નવા ઉત્પાદન કરવા માટે પ્રેરિત કર્યા જે લાંબા સમયથી ભારતીય ગ્રાહકોને અપેક્ષિત કરી રહ્યા છે. અહીં અમે તમને સૌથી કિફાયતી 5 ક્રુઝર બાઈક વિશે જણાવીશું જે હાલના સમયે ભારતીય બજારમાં ઉપલબ્ધ છે.

Bajaj Avenger Street 160

image source

બજાજ ઓટોની એવેન્જર સિરીઝની બાઇક્સ ભારતમાં અને વિદેશમાં ઘણી લોકપ્રિય થઈ છે અને તેનું ખાસ્સું એવું વેંચાણ પણ થયું છે. એવેન્જર લાઈનઅપનું એન્ટ્રી લેવલ બાઈક Street 160 છે જેની દિલ્હી એક્સ શોરૂમની કિંમત 104,595 રૂપિયા છે. બજાજ એવેન્જર શહેરી અને ગ્રામીણ બન્ને બજારોમાં લોકપ્રિય છે. દેશભરમાં બજાજ ઓટોના ડીલરશીપના મોટા નેટવર્કને કારણે એવેન્જર લાઈનઅપ સહિત તેના અનેક મોડલને ઘણો ફાયદો મળે છે.

Bajaj Avenger Street 160 માં 160 cc સિંગલ સિલિન્ડર, ટ્વીન સ્પાર્ક DTS i, ફ્યુલ ઇન્જેકટેડ એન્જીન મળે છે. આ એન્જીન 8500 rpm પર 11.03 kW (15 PS) અને 7000rpm પર 13.7 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ બાઇકમાં ટ્રાન્સમિશનના વિકલ્પ સ્વરૂપે 5 સ્પીડ ગિયરબોક્સ મળે છે.

Royal Enfield Bullet 350

image source

Royal Enfield Bullet 350 (રોયલ ઇનફિલ્ડ બુલેટ 350) બાઈક ચેન્નાઇ સ્થિત દ્વિચક્રી વાહન નિર્માતાનું લાઈનઅપ એન્ટ્રી લેવલ બાઈક છે. Royal Enfield Bullet 350 ની મુંબઈમાં એક્સ શોરૂમ કિંમત 1,34,348 થી લઈને 1,55,479 રૂપિયા વચ્ચે રાખવામા આવી છે. આ બાઇકમાં 346 cc સિંગલ સિલિન્ડર એયર કુલ્ડ એન્જીન મળે છે. આ એન્જીન મેક્સિમમ 19.1 bhp નો પાવર અને 28 Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે.

Bajaj Avenger Cruise 220

image source

Bajaj Avenger Cruise 220 (બજાજ એવેન્જર ક્રુઝ 220) બાઈક એવેન્જર સિરીઝનું હાયર સ્પેક મોડલ છે. એવેન્જર ક્રુઝ 220 ની દિલ્હી એક્સ શોરૂમની કિંમત 1,27,891 રૂપિયા છે. આ બાઇકમાં 220 cc નું એન્જીન આવે છે. આ એન્જીન 18.76 bhp નો પાવર અને 17.55 Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે. આ બાઇકના ટ્રાન્સમિશન વિકલ્પમાં 5 સ્પીડ યુનિટ શામેલ છે. આ બાઈક બે રંગના વિકલ્પ સાથે મળે છે. જેમાં મુન વ્હાઈટ અને ઓબર્ન બ્લેક રંગ શામેલ છે.

Jawa 42

image source

કિફાયતી ક્રુઝર બાઇકની લિસ્ટમાં Jawa 42 પણ એક આકર્ષક વિકલ્પ છે. જાવા 42 બાઇકની મુંબઇ એક્સ શોરૂમની કિંમત 1,64,287 થી લઈને 1,84,942 રૂપિયા સુધી રાખવામાં આવી છે. આ બાઇકમાં 293 cc એન્જીન મળે છે જે મેક્સિમમ 27 bhp નો પાવર અને 27.1 Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશન વિકલ્પ માટે તેમાં એક 5 સ્પીડ ગિયરબોક્સ મળે છે. આ બાઇકના ફ્રન્ટમાં ટેલિસ્કોપિક ફોકર્સ અને રિયરમાં ટ્વીન ગેસ કેનિસ્ટર હાઇડ્રોલિક શોક એબ્જોર્બર મળે છે.

Royal Enfield Classic 350

image source

Royal Enfield Classic 350 રોયલ ઇનફિલ્ડની સૌથી વધુ વેંચાતી બાઈક છે. રોયલ ઇનફિલ્ડ ક્લાસિક 350 મોટરસાયકલની મુંબઇ એક્સ શોરૂમની કિંમત 1,72,446થી લઈને 1,98,600 રૂપિયા છે. જો કે હાલના મોડલ ઘણા લોકપ્રિય છે પરંતુ કંપની અને ટૂંક સમયમાં જ ન્યુ જનરેશન મોડલમાં ઉતારવાની તૈયારીમાં છે. આશા છે કે કંપની નવી ક્લાસિક 350 ને આ વર્ષના અંત સુધીમાં ભારતમાં લોન્ચ કરી દેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version