70 વર્ષીય વૃદ્ધાને મગર ખેંચી ગયો નદીમાં, લોહીના ઉડ્યા ફુવારા, તેમ છતા પૂરેપૂરી હિંમત રાખીને કર્યુ કંઇક એવુ કે…જોઇ લો તમે પણ આ વિડીયોમાં

વડોદરા :

image source

એક 70 વર્ષીય મહિલાને મગર નદીમાં ખેંચી જતા જોવા મળ્યા રીતસરના લોહીના ફૂવારા, છતાં પણ તે વૃદ્ધાએ જરાય હિમ્મત ના હારી, અને લડતી રહી તે પોતાની જિંદગી બચાવવા ખાતર એક મહાકાય મગર સાથે. આ કમકમાટીભર્યું દ્રશ્ય જુઓ આ વીડિઓમાં.

વડોદરા જિલ્લાના વાઘોડીયા તાલુકામાં આવેલા ગોરજ ગામમાંથી પસાર થતી દેવ નદીમાં આ ઘટના બની હતી.

આશરે 70 વર્ષીય વૃદ્ધ મહિલા નદી કિનારે કપડા ધોઇ રહી હતી ત્યારે અચાનક જ એક મહાકાય મગરે તે વૃદ્ધા પર તરાપ મારી હતી.

ત્યારે બચાવ બચાવની બુમો પાડી રહેલી વૃદ્ધાને તે મહાકાય મગર

image source

એક કિનારેથી ઘસડી બીજી તરફ લઇ ગયો હતો.

મીનિટો સુધી વૃદ્ધા તે મહાકાય મગર જોડે લડતી રહી હતી પોતાની જિંદગી બચાવવા ખાતર, આ મોતના જંગી ખેલમાં નદીમાં લોહીના ફુવારા પણ ઉડ્યાં હતા.

ગ્રામજનો પણ જોતજોતામાં જીવના જોખમે નદીમાં કૂદી પડ્યાં હતા અને વૃદ્ધાને ખેંચીને બહાર કાઢી હતી.

વડોદરા જિલ્લાના વાઘોડીયા તાલુકામાં આવેલા ગોરજ ગામમાંથી પસાર થતી દેવ નદીમાં વસવાટ કરતા મહાકાય મગરને પકડવા ત્યાંના વન વિભાગે કવાયત પણ હાથ ધરી હતી.

image source

આ વૃદ્ધા પર હુમલો કરનાર મહાકાય મગર અંદાજીત 15 ફુટનો હોવાનુ નજરે જોનાર ત્યાંના સ્થાનિકોનુ એવું અનુમાન છે.

આ મહાકાય મગરને માત આપનાર વૃદ્ધાનું સારવાર દરમિયાન જ મોત નિપજ્યું હતું.

વડોદરા જિલ્લાના વાઘોડીયા તાલુકાના ગોરજ ગામ પાસેથી પસાર થતી દેવ નદીમાં કપડા ધોઇ રહેલી એક 70 વર્ષીય વૃદ્ધાને અચાનક જ એક મહાકાય મગર પાણીમાં ખેંચી ગયો હતો. વૃદ્ધાએ તરત જ બુમાબુમ કરતા ગ્રામજનો એકત્ર થતા કેટલાક યુવાન જીવના જોખમે નદીમાં કૂદી પડ્યાં હતા. અને વૃદ્ધાને મગરના મોઢામાંથી છોડાવી બહાર કાઢી લીધી હતી. જોકે મગરના મોઢામાં આવી ગયેલી મહિલાને ગંભીર ઇજા પહોંચતા તેઓની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોડી તેઓને ફરજ પરના તબીબો દ્વારા મૃતજાહેર કરવામાં આવ્યાં હતા.

image source

હ્ર્દય કંપાવી નાંખે એવી ઘટના અંગે મળતી માહિતી અનુસાર, ગોરજ ગામમાં રહેતા ઝવેરબહેન લક્ષ્મણભાઇ પરમાર (70 વર્ષ) દેવ નદીમાં કપડા ધોઇ રહ્યાં હતા. તેવામાં નદીમાં વસવાટ કરતા મહાકાય મગરે અચાનક વૃદ્ધા પર તરાપ મારી પોતાના મોઢામાં દબોચી પાણીમાં ખેંચી ગયો હતો. મગરે હુમલો કરતા જ વૃદ્ધાએ બચાવ બચાવની બુમો પાડતા ગ્રામજનો એકઠા થઇ ગયા હતા.

image source

જોકે વૃદ્ધા મગરના મોઢામાં હોવા છતાં ખૂબ જ જુસ્સાથી તેનો સામનો કરી રહી હતી. એક તબક્કે મગરે પાણીમાં વૃદ્ધા પર તરાપ મારતા લોહીના રિતસરના ફુંવારા ઉડવા લાગ્યા હતા. મીનિટો સુધી મગરનો સામનો કર્યા બાદ વૃદ્ધા ભાંગી પડી હતી. પરંતુ મગરના મોઢામાંથી છુટવા માટે તેમણે જરાય હિમ્મત હારી ન હતી.

આ દરમિયાનમાં ગામના કેટલાક યુવાનો વૃદ્ધાને બચાવવા માટે જીવના જોખમે નદીમાં કૂદી પડ્યા હતા. અને તે મહાકાય મગરના મોઢામાંથી તે વૃદ્ધાને છોડાવી બહાર કાઢી લીધી હતી. મગરના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલી વૃદ્ધાને તાત્કાલીક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તેઓની તરત જ સારવાર હાથ ધરવામાં આવી હતી.

જોકે મગરે હુમલો કરતા વધુ પ્રમાણ લોહી વહી જતા વૃદ્ધાનુ ટુંકી સારવાર દરમિયાન જ મોત નિપજ્યું હતુ. નોંધપાત્ર બાબત એ પણ છે કે, ગોરજ ગામમાં છેલ્લા ઘણા સમયથી પાણીની ખૂબ વિકટ સમસ્યા ચાલી રહી હોવાથી ત્યાંની મહિલાઓને કપડા ધોવા માટે તેમજ અન્ય કામ અર્થે ગામની દેવ નદીના કિનારે જ જવુ પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ