ઘરની સકારાત્મક ઊર્જાને આ રીતે કરો સક્રીય…

વર્તમાન સમયમાં મોટાભાગના લોકો તૈયાર ફ્લેટને પોતાનું ઘર બનાવવાનું વધારે પસંદ કરે છે. તૈયાર ફ્લેટમાં વાસ્તુ અને ફેંગશૂઈના નિયમોનું પાલન થતું નથી. જગ્યાનો મહત્તમ ઉપયોગ કરવા માટે વાસ્તુના નિયમોને ખાસ ધ્યાનમાં લેવામાં આવતાં નથી, વળી વર્તમાન સમયમાં લોકો વાસ્તુના નિયમોમાં વધારે વિશ્વાસ ધરાવતાં પણ નથી.

image source

વાસ્તુના નિયમોનો ભંગ થયો હોય તેમ છતાં ઘરમાં સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવવા માટે એક સરળ કામ કરી શકાય છે. આ સરળ કામ છે ઘરની સકારાત્મક ઊર્જાને સક્રીય કરવાનું. ઘરની સકારાત્મક ઊર્જા સક્રીય કરવાનું કાર્ય નીચે આપેલી રીતે કરી શકાય છે.

image source

ઘરની ઉત્તર દિશા શાંતિ અને વિશ્રામ સાથે જોડાયેલી હોય છે. આ દિશામાં બેડરૂમમાં હોય તો ત્યાં ક્રિસ્ટલ, વિંડ ચાઈમ જેવી વસ્તુઓ લગાવવી જોઈએ. તેનાથી સકારાત્મક ઊર્જા સક્રીય થાય છે. આ દિશા સક્રિય થવાથી વૈવાહિક જીવન સુખમય બની રહે છે. ઉત્તર દિશાનું ધ્યાન આધ્યાત્મિક જીવનમાં પણ લાભ કરાવે છે. માનસિક શાંતિની અનુભૂતિ આ દિશા કરાવે છે.

image source

ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન ખૂણો પણ મહત્વનો હોય છે. આ સ્થાનને સક્રીય કરવા માટે તેને હંમેશા પ્રકાશિત રાખવો જોઈએ. આ ખૂણો સક્રિય હશે તો ઘરમાં રહેતા લોકો તેમના કાર્યોમાં હંમેશા સફળ થશે. સુખ-સમૃદ્ધિ જીવનમાં આવે છે.

image source

પૂર્વ દિશા પ્રેમ, આશા અને સંતોષ સાથે જોડાયેલી છે. જીવનમાં જો પ્રેમ અને સંતોષની ખામી હોય તો પૂર્વ દિશાની સકારાત્મક ઊર્જાને જાગૃત કરવી જોઈએ. તેના માટે ઘરમાં ક્રિસ્ટલના પિરામીડ રાખવા. દક્ષિણ દિશા ઉત્સાહ અને સફળતા અપાવે છે. આ દિશા પણ સકારાત્મક પ્રભાવ આપતી હશે તો જીવનના દરેક સુખને પામી શકાશે. આ દિશામાં અરીસો રાખવાથી લાભ થાય છે.

પશ્ચિમ દિશા પરસ્પર પ્રેમ અને પરીવારની પ્રગતિ માટેની હોય છે. આ દિશા સક્રિય હશે તો પરીવારમાં સ્નેહ જળવાઈ રહેશે. જો આ દિશામાં દોષ હોય તો લાલ રીબીનમાં ક્રિસ્ટલ બાંધી અને દક્ષિણ દિશામાં લગાવી દેવું.

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ