ક્રિસ્પી અને ટેસ્ટી ભાતની મમરી – ભાતમાંથી બનતી આ મમરી બનાવો ને ખવડાવો તમારા પરિવારજનોને…..

ક્રિસ્પી અને ટેસ્ટી ભાતની મમરી

દરેકના રસોડામાં બપોરના ભાત વધતા હોવાનું ખૂબ સામાન્ય છે. અને આ ભાત માંથી ઘણી અવનવી વાનગીઓ બનતી હોય છે. પરંતુ ક્યારેક એવું પણ થાય કે આ ભાત માંથી કાંઈક એવું બનાવીએ કે પછી પણ ક્યારેક વાપરી શકાય.

આજે હું માત્ર 3 સામગ્રી થી બનતી ભાત ની મમરી બનાવાની રેસિપી લાવી છું જે બનાવામાં ખૂબ જ સરળ અને ટેસ્ટ માં ખૂબ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ છે. અને આ મમરી ને આખું વર્ષ સ્ટોર કરી શકો છો.

હવે જ્યારે ભાત વધુ વધ્યા હોય ત્યારે આ મમરી જ બનાવો અને સ્ટોર કરી લો. અને જયારે પણ મન થાય ત્યારે તળી ને ખાય શકાય.

ક્રિસ્પી અને ટેસ્ટી ભાત ની મમરી બનાવા માટે ની સામગ્રી:-

  • 2 કપ ભાત,
  • 1 ચમચી આદુ, મરચાં અને મીઠાં લીમડા ની પેસ્ટ,
  • મીઠું સ્વાદઅનુસાર,
  • ચપટી હિંગ ( ઓપ્શનલ).

રીત:-

સૌ પ્રથમ એક બાઉલ માં ભાત, મીઠું અને આદુ, મરચાં અને મીઠા લીમડા ની પેસ્ટ લો.

બધી સામગ્રી ને હાથે થી ખૂબ જ મસળી ને મિક્સ કરી લો.

હવે સેવ- ગાંઠિયા બનાવાના સંચામાં ઝીણા ગાંઠિયા ની જાળી મુકો અને આખા સંચા માં અંદર થી તેલ લગાવી લો. અને ઉપર બનાવેલું મિશ્રણ ભરી લો. હવે બીજા બાઉલ માં જ એકવાર બધી સેવ પાડી લો.

અને ફરી થી બીજીવાર બધું મિક્સ કરી ને સંચા માં ભરી લો.( એવું કરવાથી મમરી બનવામાં સરળતા રહે છે) હવે તેલ લગાવેલી થાળી માં સંચા થી મમરી ને પાથરો. મમરી થોડી છૂટી જ પાથરો એટલે એકબીજા ને ચોંટી ના જાય.

હવે આ થાળી 1 દિવસ માટે તડકા માં મૂકી ને મમરી ને સુકવી લો અથવા ઘર માં પંખા નીચે મૂકી ને સુકવી લો. ( જે રુમ નો પંખો વધુ ઉપયોગ કરતા હોવ ત્યાં થાળી મૂકી રાખો. એક જ દિવસ માં સરસ સુકાય જશે.)

મમરી સુકાય જાય એટલે ગરમ તેલ માં તળી લો. ઉપર થી લાલ મરચું ભભરાવી ને જમવામાં અથવા નાસ્તા માં સર્વ કરો.

નોંધ:- મેં ઘર માં પંખા નીચે મૂકી ને સુકવી છે. બહાર ધૂળ અને કચરો ઉડી ને ચોંટી જવાની શક્યતા છે. મમરી બરાબર સુકાય જાય એનું ધ્યાન રાખો. સ્ટોર કરવી હોય તો 1 કલાક તાપ માં મૂકી ને સ્ટોર કરો. તમે ઇચ્છો તો ફુદીના અને કોથમીર પણ ઝીણા સમારી ને ઉમેરી શકો છો. બસ સંચા ની જાળી માંથી નીકળી શકે એવા સમારવા. ફ્રીઝ માં મુકેલા ભાત માંથી પણ બનાવી શકાય છે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી